કરિશ્મા કપૂરને ઘરે એકલા જોઈને આ વ્યક્તિ સીધો તેમના બેડરૂમમાં પહોંચી ગયો હતો, પછી બની હતી આ ઘટના

બોલિવૂડ સ્ટાર્સનાં ફેન્સ લાખો કરોડોમાં હોય છે. સ્ટાર્સનાં ફ્રેન્સ જેટલી જ તેની ફિલ્મો માટે રાહ જુએ છે. અને જેટલા દિવાના તેમની ફિલ્મો માટે હોય છે તેટલા દિવાના અને આતુર પોતાની પસંદગી નાં સ્ટાર ની અંગત લાઈફ વિશે જાણવામાં માટે હોય છે. લોકોને પોતાના પસંદગીની સ્ટારની પર્સનલ લાઇફ જાણવામાં ખૂબ જ રસ હોય છે.
આજે તમને કરિશ્મા કપૂર સાથે જોડાયેલ એક કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ. જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હોય કે નહીં વાંચ્યો હોય પોતાની ભુરી અને સુંદર આંખો માટે ફેમસ કરિશ્મા કપૂર એક વાર ઘરે એકલા હતા આ સમય દરમ્યાન તેની સાથે એક ઘટના બની હતી. આ ઘટના થી કરિશ્મા કપૂર હેરાન થઈ ગયા હતા. એક વાર કરિશ્મા કપૂર પોતાના ઘરે એકલા હતા તે સમય દરમિયાન તેના ઘરમાં ફર્નિચરનું કોઈ કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક કારપેટર તેનાં ઘરમાં કામ કરી રહ્યો હતો. આ કારપેટર ને ઘરમાં કામ કરતી વખતે ખ્યાલ આવ્યો કે, કરિશ્મા કપૂર એકલા છે. આ તકનો ફાયદો ઉઠાવી તે કરિશ્મા કપૂરનાં બેડ રૂમમાં પહોંચી ગયો.
આ દરમિયાન કરિશ્મા કપૂરને પણ ખ્યાલ ન આવ્યો કે, કારપેટર તેના રૂમમાં આવી ગયો છે. જ્યારે કારપેટરે તેના રૂમમાં જઇને તેમનું પર્સ ચોરી કરી અને ધીરેથી ત્યાંથી જતો રહ્યો. બાદમાં આ વિશે ખ્યાલ આવ્યો ત્યારે કરિશ્મા ખૂબ જ હેરાન થઈ ગઈ. તેઓએ ઘરમાંપોતાનું પર્સ શોધીયું પણ પર્સ ના મળ્યું. ત્યાર બાદ કરિશ્મા એ આ બાબતે પોલીસમાં રીપોર્ટ કર્યો. પર્સમાં તેમણે ખૂબ જ કિંમતી વસ્તુઓ રાખેલી હતી. જયારે પોલીસે શોધ શરૂ કરી ત્યારે તે વ્યક્તિ પકડાઈ ગયો અને કરિશ્મા ને પોતાનું પર્સ પાછું મળી ગયું.
અભિનેત્રી કરિશ્મા કપૂરે ફિલ્મ ‘પ્રેમ કેદી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે તે વખતે લગભગ દરેક સ્ટાર સુપર સ્ટાર સાથે સ્કીન શેયર કરી હતી. સુંદર અભિનેત્રી કરિશ્મા કપરે રાજા હિન્દુસ્તાની, રાજા બાબુ, દિલતો પાગલ હૈ, બીબી નંબર વન, જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. ત્યારબાદ તેમણે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઈ ગયા. કરિશ્મા કપૂરે ફરી કમબેક કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેના હાથમાં નિષ્ફળતા આવી હતી. હાલમાં તે ફિલ્મી પડદાથી દુર છે. છેલ્લી વાર થોડા મહિના પહેલા વેબ સીરીઝ મધર હુડ માં તે જોવા મળ્યા હતા. કરિશ્મા કપૂર પોતાના પતિ સાથે અલગ થયા બાદ બંને બાળકો સાથે ખુશ છે. અને પોતાનું જીવન સારી રીતે પસાર કરી રહી છે.