કરોડો રૂપિયા હોવા છતાં ઘણા દિવસો સુધી મિથુન ચક્રવર્તીએ પહેર્યા હતા ગંદા કપડા, જાણો તેનું કારણ

એક રીયલ કલાકાર એ જ હોય છે જે અભિનયમાં પોતાની જાન ફુંકી દે છે. જે પોતાનાં પાત્રને ઓન-સ્ક્રીન વાસ્તવિકતાની નજીક નથી લાવી શકતો તો એક અભિનેતા કે અભિનેત્રી નાં રૂપમાં તેની હાર થઈ જાય છે. ફક્ત સારો ફેઈસ કટ, સિક્સ પેક, અને ડાન્સ સ્કીલ્સ થી જ તમે સારા અભિનેતા કે અભિનેત્રી બની શકતા નથી. તમારા અભિનય ને જીવંત કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. બોલિવૂડમાં તમને ન્યુ જનરેશન નાં ઘણા એવા કલાકારો મળશે જે પોતાના કેરેક્ટર માં રંગાઈ જવા માટે બધી હદો પાર કરી જાય છે. જેવી રીતે સરબજીત નો રોલ પ્લે કરવા માટે રણદીપ હુંડા ધણા દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા તેમ જ જીવ રાજકુમાર રાવ એ ‘ટેપડ’ ફિલ્મ ની તૈયારી કરવા માટે પોતાને ધણા દિવસોથી એક રૂમમાં બંધ કરી દીધા હતા. ‘દંગલ’ ફિલ્મ માટે આમિર ખાને પોતાનું વજન વધાર્યું હતું અને પછી ઘટાડ્યું હતું.
એવું પણ નથી કે ફક્ત આ જમાના નાં કલાકારો જ પોતાના રોલમાં જાન ફૂંકવા માટે બધી હદો પાર કરી છે. પહેલાના જમાનામાં પણ કેટલાક એક્ટરો એવા હતા કે જે પોતાના રોલને જીવંત બનાવવા માટે એક કદમ આગળ ચાલતા હતા. ઉદાહરણ તરીકે બોલિવૂડ નાં ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી ને જ લઈએ તો મીઠું ને એક ફિલ્મ કરી હતી ‘જોર લગા કે હૈયા’ આ ફિલ્મમાં ૨૦૦૯ આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે રિયાસેન, સીમા બિસ્વાસ, ગુલશન ગોવ્રર અને મહેશ માંજરેકર જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મમાં મીથુન ચક્રવતી એક ભિખારી નો રોલ કર્યો હતો. ફિલ્મ માં તેમણે એક જ ડ્રેસ સતત કેટલા દિવસો સુધી પહેરીયો હતો.
જેનું કારણ એ હતું કે, ભિખારી ની પાસે નવી નવી ડ્રેસ ખરીદવાના પૈસા હોતા નથી. એવામાં મિથુન ચક્રવર્તીએ ઘણા દિવસો સુધી એક જ ડ્રેસ પહેરીને શૂટ કરવા આવતા હતા. જેટલા મહિના સુધી શૂટિંગ ચાલી હતી ત્યાંસુધી તેમણે ડ્રેસ ને ધોયો પણ ન હતો. તે ઈચ્છતા હતા કે, કપડામાં ઓરીજનલ દુર્ગંધ આવે જેનાથી તેનું પાત્ર વધારે રીયલ દેખાય. આ વિશે ફિલ્મનિર્માતા કાર્તિકેય તલરેજા જણાવે છે કે, મિથુન ચક્રવર્તીએ તે ગંદા કપડા રોજ પહેરવાનું પસંદ ન હતું. જોકે તેમ છતાં પણ તેમણે તેને ધોવડાવ્યા પણ ન હતા. પોતાના પાત્ર ને નિભાવતા તેમણે ક્યારેય કોઈ નખરા પણ કર્યા ન હતા. આ વાત મીથુન ચક્રવતી ની કામ પ્રત્યેની લગન દર્શાવે છે. જેથી આજે માટેજ તે બોલિવુડ નાં આટલા મોટા સ્ટાર છે. અન્ય કલાકારોની તુલનામાં મીથુન ચક્રવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય રહ્યા.