કુછ કુછ હોતા હૈ ફિલ્મ માં જોવા મળેલ સરદાર બાળક થઈ ગયો છે આટલો મોટો, જુઓ તેના લગ્નની તસ્વીરો

Posted by

શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈ દરેકને યાદ હશે. આ ફિલ્મ માં મોટા સ્ટાર થી લઈને નાના નાના બાળકોએ પણ સુંદર કામ કર્યું હતું. તેમાંનો એક હતો ક્યુટ સરદાર એટલે કે, પરજાન દસ્તુર પરજાન દસ્તુરે આ ફિલ્મમાં પોતાની નાની અને ક્યૂટ એક્ટિંગથી ફિલ્મ માં એક ખાસ ઓળખ મેળવી હતી. આ ફિલ્મમાં પોતાની જબરદસ્ત એક્ટીગ થી પરજાને દરેકના દિલ જીતી લીધા હતા. કુછ કુછ હોતા હૈ ફિલ્મ માં બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં જોવા મળેલા નાના પરજાન હવે મોટા થઈ ગયા છે. અને પોતાની જિંદગીને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

હવે તે એટલા મોટા થઈ ગયા છે કે પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. ઘણા લાંબા સમયથી તેઓં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યાર બાદ હવે પરજાને ૨૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા છે. ડેલના શ્રોફ લાંબા સમયથી તેમના ગર્લફ્રેન્ડ રહ્યા છે. મહત્વની વાત છે કે, આ બંને એ ખૂબ જ સાધારણ રીતે લગ્ન કર્યા. પોતાના લગ્નની જાણકારી પરજાને પોતેજ પોતાના ઓફિસયલ ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. તેમણે પોતાના લગ્નની ફોટો શેયર કરી છે. પરજાન પારસી રીવાજ થી લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક ફોટો શયેર કરી હતી.

પરજાને વર્ષ ૨૦૧૯ માં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કરતા આ વર્ષે તેમણે સગાઈ કરી લીધી હતી. લગ્નમાં પરજાને ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. તેમના પત્ની ડેલના મરૂન કલર ની સાડી માં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પરજાન દસ્તુરે પોતાને લગ્ન ની કેટલીક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. આ ફોટો જોઈને ફેન્સે તે બંને બંનેને લગ્નની શુભેચ્છાઓ આપી છે.

તમે જણાવી દઈએ કે, આ કપલ ની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. તેની સાથે તેને લગ્નની ફોટો ખૂબ જ વાયરલ થઇ રહી છે. ૧૯૯૮ માં રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં એક નાના સરદાર ના રૂપમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં પણ હંમેશા તારા ગણતા જોવા મળે છે. તેમના દ્વારા બોલવામાં આવેલ ડાયલોગ ‘તું સી જા રહે હો તુસી ના જાઓ’ આજ પણ બધાને યાદ છે.

મહત્વની વાત છે કે, પરજાને કુછ કુછ હોતા હૈ, મોહબતે, કભી ખસી કભી ગમ, કહોના પ્યાર હે, હાથ કા અંડા, બ્રેક કે બાદ, દિલ બાર બાર જેવી ફિલ્મોમાં પણ બાળ કલાકારની ભૂમિકા પ્લે કરીને ખૂબ જ પ્રેમ મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *