કુંડળીમાં ન હોય વિવાહ યોગ તો કરવા આ ઉપાય એક વર્ષ ની અંદર જ મળી જાય છે જીવન સાથી

કેટલાક લોકનાં લગ્ન જલદી થઈ જાય છે જ્યારે ઘણા લોકોનાં લગ્ન થવામાં વિલંબ થાય છે અને ખુબજ પ્રયત્નો કર્યા બાદ પણ તેને પોતાના જીવનસાથી મળતા નથી. જો તમારી ઉંમર વિવાહ યોગ્ય થઈ ગઈ હોય અને તમને જીવનસાથી મળી રહ્યા ના હોય તો ગુરુ નાં આ ઉપાય કરવાથી જીવનસાથી સરળતાથી યોગ્ય ઉંમર માં મળી જાય છે જોકે જે લોકોના કુંડળીમાં વિવાહ યોગ નથી તેવા લોકો નાં લગ્ન અસંભવ હોય છે. જે લોકોના લગ્ન થવામાં વિધ્ન આવી રહ્યા હોય તેણે એક વાર પોતાની કુંડળી સારા જ્યોતિષ ને બતાવવી જોઈએ અને કુંડળીમાં વિવાહ યોગ ન હોય તો નીચે જણાવેલ ઉપાયો સાચા ભાવ સાથે કરવાથી એક વર્ષ ની અંદર તમારા લગ્ન થઈ જાય છે.
વિવાહ યોગ ના હોય તો ગુરુ સાથે જોડાયેલા આ ઉપાયો કરવા
ગુરુ ગ્રહ જો કુંડળીમાં નબળો હોય તો તેવા વ્યક્તિ નાં વિવાહ થઈ શકતા નથી અને લગ્નમાં વાર લાગે છે તેથી એ જરૂરી છે કે, ગુરુ ગ્રહ તમારી કુંડલી માં મજબુત હોય તેમ જ તે ગ્રહ ને મજબૂત કરવા માટે ગુરૂવાર નાં દિવસે ગુરુ ગ્રહ ની પૂજા કરવામાં આવે અથવા તો ગુરુ સાથે જોડાયેલા પાઠ કરવાથી લગ્ન યોગ જલ્દી બને છે. ગુરુવાર નો દિવસ ગુરુ ગ્રહનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેથી ગુરુવાર નાં દિવસે પીળા રંગના કપડા પહેરવા સાથે જ તે દિવસે પીળા રંગની વસ્તુઓ નું દાન પણ કરવું ગુરૂવાર નાં દિવસે સવારે સ્નાન કરવાના પાણીમાં હળદર જરૂરથી નાખવી અને તે પાણીથી સ્નાન કરવું અથવા તો હળદરનું તિલક કરવું.
કેળાનાં ઝાડ પર ગુરુ ગ્રહનો વાસ ગણવામાં આવે છે. તેથી તે ગ્રહને પ્રસન્ન કરવા માટે કેળા ના ઝાડ ની પૂજા જરૂરથી કરવી ૧૧ ગુરૂવાર સુધી કેળા નાં ઝાડ ની પૂજા કરવાથી જલ્દી જ જીવન સાથી મળી શકે છે કેળા નાં ઝાડ ની પૂજા કરતી વખતે સૌથી પહેલાં તેને હળદર અને ચણાની દાળ ચડાવવા ત્યારબાદ વૃક્ષ ને નાડાછડી નો દોરો બાંધવો. ત્યારબાદ ઘીનો દીવો કરવો અને વ્રુક્ષ પર જળ અર્પણ કરવું. કેળા નાં ઝાડ ની પૂજા કર્યા બાદ ત્યાં જ ઝાડની સામે બેસીને ગુરુ ગ્રહ ની કથા કરવી. જે લોકો ગુરુવારનું વ્રત કરે છે અને તેનો વિવાહ યોગ બને છે. જે લોકોનો વિવાહ યોગ ન હોય તેઓંએ ૧૧ ગુરુવારનું વ્રત કરવું.
ગુરૂ ગ્રહને પ્રસન્ન કરવા માટે કેળા નું દાન કરવું કેળા નું દાન કરવા ઉપરાંત તમે ઈચ્છો તો મંદિરમાં કેળા ધરાવી પણ શકો.ગાયની સેવા કરવાથી પણ વિવાહ યોગ બની શકે છે ગુરૂવાર નાં દિવસે સવારે ગાયને રોટલી બનાવી તેમાં ગોળ લગાવી અને તે રોટલી ગાયને ખવડાવો રોટલી ની જગ્યાએ તમે લીલું ઘાસ પણ ખવડાવી શકો છો.ગુરુને મજબૂત કરવા માટે ગુરુ ગ્રહ સાથે જોડાયેલ મંત્રો નાં જાપ એકસો એક વાર કરવા.
ગુરુ ગ્રહ નાં મંત્રો
- ऊं ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:।
- ऊं बृं बृहस्पतये नम:। और
- ऊं अंशगिरसाय विद्महे दिव्यदेहाय धीमहि तन्नो जीव: प्रचोदयात्।
- देवानां च ऋषीणां च गुरुं का चनसन्निभम।
- बुद्धि भूतं त्रिलोकेशं तं नमामि बृहस्पितम।