કુંભ નાં મેળામાં જઈ રહ્યા હોવ તો જરૂર કરવા હરિદ્વાર નાં આ પ્રસિદ્ધ મંદિરો નાં દર્શન, તેની સાથે જોડાયેલી છે આ કથા

કુંભ નાં મેળામાં જઈ રહ્યા હોવ તો જરૂર કરવા હરિદ્વાર નાં આ પ્રસિદ્ધ મંદિરો નાં દર્શન, તેની સાથે જોડાયેલી છે આ કથા

કુંભ મેળાનું આયોજન આ વખતે ઉત્તરાખંડમાં આવેલ હરિદ્વારમાં કરવામાં આવેલ છે.  અને ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ થી આ મેળા ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે કુંભનો મેળો ૧૧ વર્ષ બાદ થશે જ્યારે હંમેશાં તે ૧૨ વર્ષે આવે છે. કુંભ નાં મેળા દરમિયાન કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર જઈ રહ્યા છે. કુંભ નાં આ અવસર પર હરિદ્વાર માં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જો તમે પણ કુંભ નાં મેળામાં જવાનું વિચારી રહ્યા હોવ તો ગંગાજી માં સ્નાન ઉપરાંત હરિદ્વાર માં આવેલ આ પ્રસિદ્ધ મંદિરો નાં  દર્શન જરૂર કરવા. આ મંદિરો સાથે જોડાયેલી માન્યતા અનુસાર જે લોકો ત્યાં જઈને પૂજા કરે છે તેની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે.

હરિદ્વાર નાં પ્રસિદ્ધ મંદિરો

મનસા દેવી નું મંદિર

હરિદ્વાર નાં પ્રાચીન મંદિરો માનું એક મંદિર માં મનસાદેવી નું છે. આ મંદિર સાથે કરોડો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર સાથે જોડાયેલી એક કથા અનુસાર મનસાદેવી નો જન્મ સંત કશ્યપ ના મસ્તિષ્ક માંથી થયો હતો તેથી મનસાદેવી ની પૂજા ત્યાં ભોળાનાથની પુત્રી નાં રૂપમાં કરવામાં આવે છે.

માયાદેવીનું મંદિર

માયાદેવી નાં મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર આ જગ્યા પર માં સતી ની નાભિ પડી હતી. આ મંદિરમાં જઇને પૂજા કરનારને મનની શાંતિ મળે છે અને રોગોમાંથી મુક્તિ મળે છે. આ મંદિર ની પાસે એક ભૈરવ દેવ નું મંદિર આવેલું છે જે લોકો માયા દેવી નાં મંદિરે દર્શન કરવા માટે જાય છે તેઓ ભૈરવ દેવ નાં મંદિરે દર્શન કરવા જરૂર જાય છે. માન્યતા છે કે, માતા સતી ની પૂજા કર્યા બાદ ભૈરવ બાબા નાં દર્શન કરવાથી પૂજા પૂર્ણ થાય છે.

ગૌરીશંકર મહાદેવ મંદિર

ગૌરીશંકર મહાદેવ મંદિર નો ઉલ્લેખ શિવ પુરાણમાં જોવા મળે છે. શિવપુરાણ અનુસાર ભગવાન મહાદેવ માતા સતી સાથે લગ્ન કર્યા બાદ ત્યાં ગયા હતા. આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર ત્યાં જઈને મહાદેવ અને માતા સતી નાં દર્શન કરવાથી ભક્તોનાં દરેક કષ્ટ દૂર થાય છે.

બિલકેશ્વર મહાદેવ મંદિર

બિલકેશ્વર મહાદેવનું મંદિર બિલ્વ પર્વત પર આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર ત્યાં માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી આ તપસ્યા થી તેઓએ શિવજીને પ્રસન્ન કર્યા હતા. ત્યાં જઈને પૂજા કરવાથી સાચા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

દક્ષ મહાદેવ મંદિર

દક્ષ મહાદેવ મંદિર ભગવાન શિવજીનું મંદિર છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે, ત્યાં મોજૂદ ચરણ નાં ચિન્હ મહાદેવ નાં છે. દૂર દૂરથી લોકો મંદિરે દર્શન કરવા આવે છે અને મહાદેવ નાં ચરણ નાં ચિન્હ ની પૂજા કરે છે આ ઉપરાંત ત્યાં એક નાનો ખાડો પણ છે જે આ ખાડા વિશે કહેવામાં આવે છે કે, તેમાં દેવી સતીએ પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો. મહાદેવ મંદિરને દક્ષ પ્રજાપતિ મંદિર પણ કહેવામાં આવે છે.

ચંડી દેવી મંદિર

ચંડી દેવી નાં મંદિર નું નિર્માણ રાજા સુચાત સિંહ એ કરાવ્યું હતું તે આ મંદિર ૧૯૨૯ માં બનાવવામાં આવ્યું હતું. માન્યતા છે કે, ત્યાં ચંડી દેવી એ ચંડ મુંડ નો વધ કર્યો હતો જેના કારણે આ મંદિરનું નામ ચંડી દેવી મંદિર પડ્યું હતું. હિમાલય નાં નીલ પર્વત પર આવેલ ચંડી દેવી નાં મંદિરની મુખ્ય પ્રતિમાની સ્થાપના શંકરાચાર્ય એ ૮ મી શતાબ્દી માં કરી હતી અહી દર્શન કરવાથી માતા પોતાના ભક્તોની સદાય રક્ષા કરે છે. તો આ હતા હરિદ્વાર નાં કેટલાક પ્રસિદ્ધ મંદિરો ના નામ જો તમે કુંભ નાં મેળામાં જઈ રહ્યા હોવ તો આ મંદિરો નાં  દર્શન જરૂર કરવા અવશ્ય જવું. આ બધા મંદિરો હરિદ્વાર ની પાસે આવેલા છે અને સરળતાથી ત્યાં જઈ શકાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *