કુંભ સંક્રાંતિથી આ રાશિના લોકો નાં સારા દિવસોની થશે શરૂઆત, દુર થશે દરેક દુઃખ – દર્દ

કુંભ સંક્રાંતિથી આ રાશિના લોકો નાં સારા દિવસોની થશે શરૂઆત, દુર થશે દરેક દુઃખ – દર્દ

ગ્રહોના રાજા એટલે કે સૂર્ય ૧૨ ફેબ્રુઆરી નાં મકર રાશિમાં થી કુંભ રાશિમાં ગોચર કરશે જેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય દર મહિને એક માંથી બીજી રાશિમાં ગોચર કરે છે. આ રીતે સૂર્ય વર્ષ નાં બાર મહિનામાં બાર રાશિઓ માં વિચરણ કરે છે. આમ ૧૨ ફેબ્રુઆરી નાં કુંભ રાશિમાં સૂર્ય નું ગોચર થશે.સૂર્યનું આ ગોચર જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિ ઉપર જોવા મળશે. એવામાં આજે અમે તમને આર્ટિકલમાં જણાવવા જઈ રહ્યા છીએ કે, સૂર્ય નું કુંભ રાશિમાં આગમન થવાથી કઈ રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે.

મેષ રાશિ

સૂર્ય નાં ગોચરથી મેષ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ સમય દરમ્યાન કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતાની પ્રશંસા અને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. આવક નાં નવા સાધનો પ્રાપ્ત થશે. સરકારી કાર્યાલય માં ફસાયેલા કાર્યો પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી નો સહયોગ પ્રાપ્ત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. લાંબા સમયથી ચાલી રહેલ પરિવારની સમસ્યા દૂર થશે અને સંબંધોમાં મીઠાશ સંબંધોમાં આવશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ફાયદાકારક રહેશે આ દરમિયાન તમારા લક્ષ્ય તરફ તમે આગળ વધી શકશો અને યોગ્ય દિશામાં પુરી મહેનતની સાથે કાર્ય કરી શકશો. નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. આ રાશિના જાતકો ની  મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સૂર્ય નાં ગોચરથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કેટલાક મિત્રો સાથે તમે નવા કાર્ય ની યોજના બનાવી અને કાર્ય શરૂ કરી શકશો. તમારા બિઝનેસની પ્રગતિ ઈચ્છતા હોવ તો પરિવાર નાં જાણકાર લોકોની સલાહ જરૂર લેવી.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ગોચર અનુકૂળ રહેશે આ દરમિયાન તમે ઊર્જા મહેસુસ કરશો અને દરેક કાર્યોમાં ભાગ લઈ શકશો. પાર્ટનર સાથે બગડેલા સંબંધો સુધરશે. આર્થિક બાબતોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા દૂર થશે અને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કોઈ જૂની બીમારી થી તમને છુટકારો મળશે વિદેશ યાત્રા કરવા ઇચ્છતા લોકોને આવનાર સમયમાં વિદેશ જવાના અવસર મળી શકે છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોને સૂર્ય નાં ગોચર થી શુભ ફળ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીની બાબતથી છુટકારો મળશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારી નો સહયોગ મળશે વેપાર કરનાર લોકોને લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકશો જેનાથી સમાજમાં તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. જે જાતકો નોકરી બદલવાનું ઈચ્છતા હોય તેમને આ સમયે અન્ય સારી નોકરી પ્રાપ્ત થઇ શકશે.

મકર રાશિ

સૂર્ય મકર રાશિમાં થી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે એવામાં સૂર્ય તમારી રાશિ માં થી જતા જતા તમારી રાશિ પર શુભ પ્રભાવ છોડતા જશે સૂર્ય નાં ગોચર કાળ દરમ્યાન તમારું ભાગ્ય પૂરો સાથ આપશે. સાથે જ કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. પરિવાર નાં સભ્યો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. સમસ્યાઓ ને ધીરજથી સ્વોલ કરવાથી સફળતા અવશ્ય મળશે.

કુંભ રાશિ

સૂર્ય મકર રાશિમાં થી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે માટે ત્યાં તેનો શુભ પ્રભાવ જોવા મળશે આ દરમિયાન ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. સામાજિક ધાર્મિક કાર્યોમાં તમે ભાગ લઈ શકશો લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી. અન્યથા નુકશાન થઈ શકે છે. પાટનર સાથે સંબંધ મજબૂત થશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *