કુંડળી માં આ દોષ હોવાના કારણે નથી બનતો વિવાહ યોગ, જાણો દોષ નિવારણ માટે ના ઉપાયો

કુંડળી માં આ દોષ હોવાના કારણે નથી બનતો વિવાહ યોગ, જાણો દોષ નિવારણ માટે ના ઉપાયો

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો નું વર્ણન કરવામાં આવે છે તેમાંથી લગ્ન એક પ્રમુખ સંસ્કાર છે જીવનમાં લગ્ન બાદ ઘણા સકારાત્મક પરિવર્તન આવે છે તેનાં કારણે દરેક વ્યક્તિ આ ફળ ખાવા ઈચ્છે છે પરંતુ કેટલાક લોકો ઈચ્છા હોવા છતાં પણ આ પવિત્ર બંધન માં બંધાઈ શકતા નથી તેમના લગ્નમાં કોઈ ને કોઈ વિધ્ન આવ્યા કરે છે.સમય પર વિવાહ ન હોવાના કારણ માં ઘણીવાર ગ્રહોની સ્થિતિ અને વાસ્તુદોષ જવાબદાર હોય છે એવામાં લગ્ન ન હોવાનું કારણ જાણી તેનાં ઉપાયો કરવાથી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. આજે અમે તમને વિવાહ માં આવનાર વિધ્નો ના કારણ અને તેનાં ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

લગ્નમાં વિલંબ થવા નું કારણ

  • જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ કમજોર હોય તો લગ્ન થવાના વિલંબ થાય છે તેનું એ કારણ છે કે ગુરુ ગ્રહની યુતિ શત્રુ ગ્રહ સાથે હોય છે.
  • કુંડળીમાં માંગલિક દોષ હોવાના કારણે પણ વિવાહ થતા નથી માંગલિક યુવકે માંગલિક યુવતી સાથે જ લગ્ન કરવા જોઈએ અન્યથા વિવાહ બાદ વિધ્ન આવી શકે છે.
  • કેટલાક લોકો ની કુંડળી માં વિવાહ યોગ હોતો નથી એવામાં વ્યક્તિએ આજીવન કુંવારા રહેવું પડે છે.
  • ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે પણ વિવાહમાં વિલંબ થાય છે એવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર નાં જાણકારોની સલાહ લેવી યોગ્ય રહે છે.

જલ્દી થી વિવાહ માટેનાં ઉપાયો

  • લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો જાતકે હળદરવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ એવું કરવાથી ગુરુ ગ્રહ નો દોષ સમાપ્ત થાય છે અને વિવાહ યોગ જલ્દીથી બને છે.
  • ગુરુવાર નાં દિવસે કેળા નું વૃક્ષ લગાવી તેને દરરોજ જળ અર્પણ કરવું જોઇએ સાથે જ ગુરુ ભગવાન  નાં નામ નું વ્રત રાખવાથી પણ વિવાહ યોગ જલ્દી બને છે.
  • જે જાતકોના વિવાહ ન થઈ રહ્યા હોય તેને પ્રત્યેક સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું આ ઉપરાંત માં પાર્વતી ને સૌભાગ્ય ની વસ્તુઓ અર્પણ કરવી આ ઉપાય કરવાથી જલ્દી થી વિવાહ થાય છે.

  • જો તમારા ઘરમાં દીકરી નાં લગ્ન ન થઈ રહ્યાં હોય તો કોઈ બ્રાહ્મણ ની દીકરી નાં લગ્ન માં કોઈ વસ્તુ દાન કરવી તેનાથી તમારા ઘરમાં જલ્દી વિવાહ યોગ બને છે.
  • વાસ્તુ વિશેષજ્ઞ ને તમારા ઘરે બોલાવીને ચેક કરવું કે તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ તો નથી અને જો હોય તો વાસ્તુદોષનું નિવારણ કરાવવું.
  • ઘણીવાર પિતૃ દોષ હોવાના કારણે પણ લગ્ન થતા નથી એવામાં પૂજાપાઠ કરાવીને આ દોષ દૂર કરવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *