દેશમાં સરકારી નોકરી પ્રત્યે મોટેભાગે યુવાઓ નો ઝુકાવ જોવા મળેછે. લાખો યુવાઓં સરકારી નોકરી માટે ખૂબ જ મહેનત થી તૈયારી કરે છે. પરંતુ હકીકત એ છે કે, દરેક નાં ભાગ્યમાં સરકારી નોકરી નાં યોગ હોતા નથી. જ્યોતિષ અનુસાર કુંડળીમાં ગ્રહો નક્ષત્રોની કેટલીક વિશેષ પરિસ્થિતિ સરકારી નોકરી નાં યોગનું નિર્માણ કરે છે. જ્યોતિષ વિજ્ઞાનમાં આ યોગ નિમિત્તે અસરકારક અને સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે કુંડળીમાં કઈ રીતે બને છે નોકરી નાં યોગ
- કોઈ જાતકની જન્મ કુંડળીમાં લગ્ન નો સ્વામી બળવાન થઈને ૧૦ માં ભાવમાં બેઠો હોય અને દસમા ભાવમાં દરેક શુભ ગ્રહ અને દસમા ભાવનો સ્વામી બળવાન થઈને પોતાની અથવા પોતાની મિત્ર રાશિમાં કેન્દ્રિત કે ત્રિકોણમાં હોય તો વ્યક્તિને દીર્ઘાયુ મળે છે. અને તેનું ભાગ્ય રાજા સમાન બને છે. એવા જાતક પ્રશાસનિક સેવા માં જાય છે.
- જો કોઈ જાતક ની જન્મ કુંડળીમાં લગ્ન અને દસ માં ભાવ માં સૂર્ય નું પ્રભુત્વ હોય તો તે જાતક રાજનેતા કે રાજપ્રતીત અધિકારી અને અને જો મંગળ નું પ્રભુત્વ હોય તો જાતક પોલીસ કે સેના માં ઉચ્ચ પદ પર જવાના સંકેત છે.
- ગુરુનો પ્રભાવ યશ, કીર્તિ કે શુભ કર્મકરનાર લોકો પર જોવા મળે છે. મોટેભાગે ઉચ્ચ પદ પર કાર્યરત જાતકોની કુંડળીમાં બુધ આદિત્ય યોગ જરૂર હોય છે.
- કોઈ જાતકની કુંડળીમાં દસમા સ્થાનમાં સૂર્ય મંગળ અને બૃહસ્પતિની દ્રષ્ટિ પડી રહી હોય તો સરકારી નોકરી નાં પ્રબળ યોગ બને છે.
- કોઈ જાતકનાં લગ્ન મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિક, વૃષભ કે તુલા હોય તો સરકારી નોકરી માટે સારા યોગ બને છે. જ્યારે કુંડળીમાં સૂર્ય ગુરુ અને ચંદ્ર માં એકસાથે હોય તો સરકારી નોકરી માટે સારા યોગ બની જાય છે.
- હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હાથમાં સૂર્યનીબે રેખા હોય અને બ્રહસ્પતિ નાં પર્વત પર ક્રોસ થતી હોય તો તેવા વ્યક્તિને સરકારી નોકરી મળવાના ચાન્સ વધી જાય છે.
સરકારી નોકરી મેળવવા માટેના ઉપાયો
અધિકારી નો કારક ગ્રહ સૂર્ય છે. માટે સૂર્યદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરતા રહેવા જોઈએ. નિયમિત રૂપથી સૂર્યોદય પહેલા સ્નાન કરી અને ઉગતા સૂર્યને જળ ચડાવવું.