કુંડળીમાં મંગળદોષ હોય તો ભૂલથી પણ ના કરો આ કામ, જાણો તેનાથી બચવાના ઉપાયો

મંગળ દોષ હોવાથી જાતકનાં જીવનમાં દુઃખો આવ્યા કરે છે. હમેંશા પરેશાનીઓનો સામનો કરવો પડે તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળે છે. તેનાં માટે ખૂબ જ જરૂરી છે કે મંગળ ગ્રહ ને તમારા અનુકૂળ કરવા માટે તેનાં ઉપાયો કરવા. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ કુંડળી માં લગ્ન સ્થાન, ચોથા, સાતમા કે આઠમા અથવા તો દસમા ભાવમાં હોય છે ત્યારે મંગળદોષ કહેવાય છે. આ ગ્રહને ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. તેથી મંગળદોષ હોવાને કારણે વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ.
કુંડળીમાં મંગળદોષ હોય કે માંગલિક દોષ હોય ત્યારે જાતક કે તુરંતજ તેને શાંત કરવાના ઉપાય કરવા જોઈએ. મંગળ ગ્રહ સાથે જોડાયેલ આ ઉપાયો કરવાથી ગ્રહ એકદમ શાંત થઈ જાય છે અને દરેક દોષોથી રક્ષણ મળે છે. માન્યતા છે કે જે લોકો ને આ દોષ હોઈ તેનાં ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા થયા કરે છે. લગ્ન જીવન દુઃખોથી ભરેલું રહે છે. દાંપત્યજીવનમાં પ્રેમ રહેતો નથી. મંગળ દોષ નાં કારણે તમારા સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. વ્યક્તિ હંમેશા ગુસ્સામાં રહે છે. જે લોકોની કુંડળીમાં આ દોષ હોય તેનાં લગ્ન થવામાં પણ વિલંબ થાય છે અને જો તે મંગળ દોષ વાળા વ્યક્તિ નાં લગ્ન થઈ પણ જાય તો તેનાં જીવનસાથીને ને જોખમ રહે છે. તેથી જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય તેનાં લગ્ન પહેલા ધડા, ઝાડ કે મૂર્તિ સાથે કરાવવામાં આવે છે.
મંગળદોષ થી બચવાના ઉપાય
- મંગળ દોસ્ત થી ડરવાની જરૂર નથી. તેનાથી બચવા માટે તેની સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી મંગળ ગ્રહ શાંત થાય છે. જે લોકોની કુંડળીમાં આ દોષ હોય તે લોકોએ મૂંગા રત્ન પહેરવું. આ રત્ન પહેરવાથી ગ્રહ શાંત રહે છે.
- લાલ રંગ મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે. તેથી મંગળવારે આ રંગની વસ્તુઓનું દાન કરવું સાથે જ હનુમાનજીનું પૂજન કરવું. હનુમાનજીનું પૂજન કરવાથી તમને આ ગ્રહથી રક્ષણ મળે છે.
- મંગળવાર નાં દિવસે શિવજીની પૂજા કરી કરવી અને લાલ રંગનાં ફૂલ અર્પણ કરવા શિવજી સાથે જોડાયેલા મંત્રોના જાપ કરવા.
- એક નાળિયેર પર નાડાછડી બાંધી અને નદી કે તળાવમાં પ્રવાહિત કરવું.
ન કરવા આ કામો
- જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય તેવા લોકોએ મંગળવારનાં દિવસે લાલ વસ્તુ ખરીદવાથી બચવું.
- માંસ અને શરાબનું સેવન ન કરવું જોઈએ.
- મંગળ દોષ હોયતો તેની અવગણના નાં કરવી જોઈએ અને તે દોષ શાંત કરવાના ઉપાય જરૂરથી કરવા.