કુંડળીમાં રાહુ અને કેતુની દશા હોય ત્યારે શનિવારનાં દિવસે કરવા આ ઉપાયો, બદલાઈ જશે ભાગ્ય

શનિવારનો દિવસ ભગવાન શનિદેવ ને સમર્પિત છે. ન્યાય અને દંડ નાં દેવતા શનિદેવ ને પ્રસન્ન કરવા માટે લોકો દરેક પ્રકારનાં ઉપાયો કરે છે. પરંતુ શનિવાર નાં દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શનિદેવને લઈને કહેવામાં આવે છે કે, તેમની દૃષ્ટિ જેના પર પડે છે તેનો સર્વનાશ થઈ જાય છે. જે રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી હોય તેમણે વિશેષ રૂપથી શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ કરવા જોઈએ. શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેમનું ઘર ધન-ધાન્યથી ભરી દે છે. તેમજ ક્રોધિત થાય ત્યારે રાજાને પણ રંક બનાવી દે છે. માટે ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા માટે શનિવારનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ તેનાથી ઘરમાં શાંતિ રહેછે અને માં લક્ષ્મીની કૃપા પણ તમારા ઘર પર બની રહે છે.
શનિવાર નાં દિવસે કરો આ ઉપાયો
પીપળા પર જળ ચડાવવું
શનિવાર નાં દિવસે લોખંડ નાં વાસણમાં ગોળ, ઘી,જળ અને દૂધ ઉમેરીને પીપળાનાં વૃક્ષ પર અર્પણ કરવું. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરવાથી આ ઉપાય કરવાથી ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે, ઓછામાં ઓછા ૪૦ શનિવાર સુધી આ ઉપાય કરવો.
રાહુ-કેતુ દોષ હોય ત્યારે આ ઉપાય કરવો
જે જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની દશા ખરાબ ચાલી રહી હોય માન્યતા છે કે, તેમણે શનિવારનાં દિવસે એક નાનો કાળો પથ્થર લઈ તલના તેલમાં ડુબાડી સાત વાર તમારા ઉપરથી ઉતારીને તે પથ્થર ને અગ્નિ માં નાખી દેવો. તેમજ ઠંડો થયા બાદ તેને ઘરથી દૂર કોઈ કૂવામાં નાખી દેવો. જ્યોતિષ અનુસાર એવું કરવાથી રાહુ-કેતુ નો દોષ દુર થાય છે. અને બધા જ ગ્રહ શાંત થઈ જાય છે.
આ ઉપાય કરવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
શનિવારનાં દિવસે ઘરનાં ઉત્તર પશ્ચિમ ખૂણામાં માટીનાં વાસણમાં ચાંદી અથવા સોનાનાં સિક્કા લાલ કપડામાં બાંધીને રાખવા. પછી આ વાસણને ઘઉં કે ચોખાથી ભરી દેવું. માન્યતા છે કે, એવું કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી.