ક્યારે છે આ વર્ષનું પહેલું પ્રદોષ વ્રત, પૂજા વિધિ અને આ વ્રતનું મહત્વ જાણો

માનવામાં આવે છે કે, શ્રાપ નાં કારણે ચંદ્રદેવ ને ક્ષય રોગ થયો હતો તેમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે આ વ્રત ની શરૂઆત કરી હતી. દર મહિનાની આવનારી બારસની તિથિ પર ભગવાન શિવજી નાં માટે વ્રત રાખવામાં આવે છે. ભગવાન શિવ અને પાર્વતી ની ઉપાસના માટે આ વર્ષ નો પહેલો પ્રદોષ વ્રત ૧૦ જાન્યુઆરીએ આવશે. પંચાંગ અનુસાર દર મહિના માં બે વાર પ્રદોષ વ્રત આવે છે. આ વ્રત રાખવાની પાછળ માન્યતા છે કે, તેનાથી ભક્તો નાં દરેક દુઃખો દૂર થાય છે.અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
પ્રદોષ વ્રત કરવા માટે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ ભગવાન શિવજી અને માતા પાર્વતીને જળ ચઢાવવુ ત્યાર બાદ શિવ ચાલીસા અને શિવજી ના મંત્ર નાં જાપ કરવા સાથે જ ભગવાન શિવજીની આરાધના કરવી. અને શિવજી ને બીલીપત્ર ચડાવવા કારણ કે ભગવાન શિવજીને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. તેથી ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવવાની સાથે જ ચોખા, ધૂપ-દીપ, સુપારી વગેરે ભગવાન શિવજી ને સમર્પિત કરવા ત્યારબાદ ભગવાન શિવજી નાં મંત્ર નાં જાપ કરવા સાથે જ ભગવાન શિવજી નો દૂધથી અભિષેક કરવો.
આ વ્રતને લઈને એવી માન્યતા છે કે સૌથી પહેલા તેને ચંદ્ર દેવે કહ્યું હતું માનવામાં આવે છે કે શ્રાપ નાં કારણે ચંદ્રદેવ ને ક્ષય થયો હતો તેનાથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે દર મહિનાની આવનારી બારસ ની તિથિ પર ભગવાન શિવજી માટે આ વ્રત કરવાનું શરૂ કર્યું હતું. ભગવાન શિવજી અને માતા પાર્વતી ની અસીમ અનુકંપા ચંદ્ર પર થઈ અને તેનો ક્ષયરોગ સમાપ્ત થઈ ગયો. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ દર મહિને આ વ્રત કરે છે તેનાં પર ભગવાન શિવજી અને માતા પાર્વતી ની અસીમ કૃપા થાય છે અને તેને દુઃખોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ સંતાન પ્રાપ્તિ કરવા ઈચ્છતું હોય તો તેણે શનિવાર નાં દિવસ થી ચાલુ થતો પડોશ વ્રત રાખવું તેનું ફળ અવશ્ય મળે છે. અને લાંબા આયુષ્ય માટે રવિવાર નાં દિવસે શરૂ થતું પ્રદોષ વ્રત ફળદાયી છે.