ક્યારેક પટાવાળાની નોકરી કરી, ક્યારેક ટ્રક સાફ કર્યો તો ક્યારેક સાબુ વહેચ્યો, આ રીતે પસાર થઈ રામાનંદ સાગરની જિંદગી

ક્યારેક પટાવાળાની નોકરી કરી, ક્યારેક ટ્રક સાફ કર્યો તો ક્યારેક સાબુ વહેચ્યો, આ રીતે પસાર થઈ રામાનંદ સાગરની જિંદગી

૩૩ વર્ષ પહેલા ટીવી ની દુનિયામાં એક એવા દિગ્દર્શક આવ્યા હતા કે જેમણે લોકોનાં દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. રામાયણ જેવી સિરીયલ આજ સુધી ભારતીય સિનેમાનાં ઇતિહાસમાં જોવા મળી નથી. આ એક ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ સીરીયલ છે. તેનું દિગ્દર્શન પ્રખ્યાત રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું.આજે રામાનંદ સાગર આપણી સાથે નથી પરંતુ આ સિરિયલ નાં કારણે તેમને યાદ કરવામાં આવે છે. આજે અમે આપને રામાનંદ સાગર નાં જીવનની કેટલીક વિશેષ વાતો જણાવીશું તો આવો રામાનંદ સાગરને નજીકથી જાણીએ.રામાનંદ સાગર નો જન્મ ૨૯ ડિસેમ્બર ૧૯૧૭ માં પાકિસ્તાન નાં લાહોર નજીક અસલ ગુરુકે માં થયો હતો. તેમનું સાચું નામ ચંદ્રમૌલી ચોપડા હતું. દાયકાઓ પહેલા રામાનંદ સાગર નાં દાદા લાહોર થી કાશ્મીર આવી ગયા હતા. એવું કહેવામાં આવે છે કે, રામાનંદ સાગર ને તેમનાં નાની એ દત્તક લીધા હતા અને તેમણે જ તેમનું નામ ચંદ્રમોલી ચોપડા થી બદલીને રામાનંદ સાગર રાખ્યું હતું.

એક સમય હતો જ્યારે રામાનંદ સાગર નો પરિવાર ખૂબ જ સમૃદ્ધ હતો. ભારતનાં ભાગલા બાદ તેમનાં પરિવારે ભારત આવવાનું નક્કી કર્યું. ત્યાર પછી તેનો વ્યાપાર અને સંપત્તિ તેનાથી દૂર થઈ ગઈ અને તેનાં પરિવારમાં મુશ્કેલી નાં દિવસો શરૂ થયા. ભાગલા પછી ભારત આવ્યા પછી રામાનંદ સાગરને આર્થિક સંકટનો સામનો કરવો પડયો. આવી સ્થિતિમાં રામાનંદ સાગર ને અભ્યાસ કરવાનું પણ મુશ્કેલ બન્યું. આવી સ્થિતિમાં તેઓ પટાવાળાની નોકરીમાં લાગ્યા અને અહીંયા થી તેઓ પોતાનો ખર્ચો ચલાવી લેતા હતા. ત્યાર પછી રામાનંદ સાગરે ટ્રક સાફ કરવાથી લઈને સાબુ વહેચવા સુધીનું કામ કર્યું અને સોની નું કામ પણ કર્યું અને સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. દિવસ દરમિયાન તેઓ કામ કરતા અને રાત્રે અભ્યાસ કરતા.

રામાનંદ સાગરનાં મનમાં કંઈક કરવાની ઈચ્છા હતી. જ્યારે તેઓ માયાનગરી મુંબઈ શિફ્ટ થયા તેમનાં નસીબે સાથ આપવાનું શરૂ કર્યું. અહીંયા આવી રામાનંદ સાગરે “રેડર્સ ઓફ ધ રેલ રોડ” નામની એક મૌન ફિલ્મમાં ક્લેપર બોય તરીકે ભૂમિકા ભજવી હતી. આ સમય દરમિયાન તેમણે પૃથ્વીરાજ કપૂર નાં પૃથ્વી થિયેટરમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું. રામાનંદ સાગરે પ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂર ની ફિલ્મ  બારસાત ની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યા. આગળ જતાં તેઓ દિગ્દર્શક બન્યા અને હિન્દી ફિલ્મોની સાથે સાથે તેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ મોટો ફાળો આપ્યો.

 આ રીતે રામાયણ બનાવવાનો વિચાર આવ્યો

રામાનંદ સાગર એક વખત વર્ષ ૧૯૭૬ માં તેમનાં ચાર પુત્રો સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં હતા આ સમય દરમિયાન તેમણે પહેલી વાર અહીંયા નાં એક રેસ્ટોરન્ટમાં કલર ટીવી જોયું. અહીંયા તેઓ પોતાની ફિલ્મ ચરસ નાં શૂટિંગ માટે આવ્યા હતા અને તેઓ એક કાફેમાં ગયા. કાફે માં કલર ટીવી પર એક ફિલ્મ ચાલી રહી હતી. લાંબા સમય સુધી તેમણે ટીવી પર પોતાની નજર ટકાવી રાખી હતી. જ્યારે તેમણે ટીવી પરથી પોતાની નજર ફેરવી ત્યારે તેમણે પોતાના પુત્રને એક આશ્ચર્યજનક નિર્ણય સંભળાવ્યો. તેમણે પોતાના ચારેય પુત્રો ને કહ્યું કે તેઓ રામાયણ બનાવશે.

રામાયણ સિરીયલ ૧૯૮૭માં આવી હતી

રામાયણ ટીવી સીરીયલ વર્ષ ૧૯૮૭ માં ટીવી પર આવી હતી. આ સીરિયલનાં તમામ પાત્રોએ દર્શકો નાં દિલ પર એક ખાસ છાપ છોડી. ભગવાન શ્રી રામની ભૂમિકા અરુણ ગોવિલ અને માતા સીતાની ભૂમિકા દીપિકા ચિખલિયાએ ભજવી હતી. લક્ષ્મણજી નું પાત્ર સુનિલ લહેરી, હનુમાનજી નું પાત્ર દારા સિંહે અને રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદી એ ભજવ્યું હતું. આ સિરિયલની લોકચાહના નો અંદાજ એ પરથી જ લગાવી શકાય કે, લોકડાઉન દરમિયાન 33 વર્ષ બાદ જ્યારે આ સિરીયલ ટીવી પર દેખાડવામાં અને એકવાર ફરી વયુઝ ની દ્રષ્ટિએ રામાયણ સિરિયલે ઇતિહાસ રચ્યો હતો. લોકોનું કહેવાનું છે કે, આજ દિવસ સુધી આવી કોઈ સીરીયલ જોઈ નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *