ક્યારેય ભૂલથી પણ કોઈને ન જણાવી આ વાતો, થઈ શકે છે ભારે નુકસાન

ક્યારેય ભૂલથી પણ કોઈને ન જણાવી આ વાતો, થઈ શકે છે ભારે નુકસાન

કેટલાક લોકો એવા હોય છે કે, જેનાં પેટમાં કોઈ વાત ટકતી નથી અને તે પોતાના ઘરની દરેક વાત બીજા વ્યક્તિઓ ને કહે છે જોકે એવું કરવાથી તમને નુકશાન થઈ શકે છે. આપણા ધર્મગ્રંથો માં એ વાતો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતો ભૂલથી પણ બીજા કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. સ્ત્રી હોય કે પુરુષ બંનેએ પોતાના સાથે જોડાયેલી વાતો કોઇની સાથે શેર કરવી જોઈએ નહીં.

મંત્ર

તમારા ગુરુ તમને જે મંત્ર આપેછે તે હંમેશા ગુપ્ત રાખવો જોઈએ. જો તમે એવું કરશો તો તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. ગુરુ મંત્રને ગુપ્ત રાખવાથી જ તેનો લાભ થાય છે.

અપમાન

જો તમારી સાથે કોઈ અપમાન જનક ઘટના બની હોય તો તેને ગુપ્ત રાખવામાં જ ભલાઈ છે. બીજા લોકોને જ્યારે આ વાતની ખબર પડે છે તમારી મસ્તી કરે છે અને તેને તમારી કમજોરી નાં રૂપમાં પણ ઉપયોગ કરી શકે છે.

પદ પ્રતિષ્ઠા

જો તમને કોઈ મોટું પદ કે પ્રતિષ્ઠા મળી હોય તો તેને ગુપ્ત રાખવી જોઈએ જો તમે બીજાને આ વાત જણાવશો તો તમારા મનમાં અહંકાર ની ભાવના ઉત્પન્ન થશે આ અહંકાર તમારા પતનનું કારણ બની શકે છે અને તેનાથી તમારી પ્રતિષ્ઠા ને પણ હાનિ પહોંચી શકે છે.

ધનહાનિ

પૈસાનું નુકસાન થયું હોય ત્યારે આ વાત કોઈને જણાવી જોઈએ નહીં તેનાથી લોકો તમારાથી દૂર રહેવા લાગશે કારણકે તમને ધનહાની થઈ છે અને તમે તેની પાસેથી ધન માંગી શકો છો તેવા ડરના લીધે લોકો તમારાથી દૂર રહેશે. આ જ કારણે સારા સંબંધો પણ બગડી શકે છે એ જ રીતે આર્થિક લાભ થાય ત્યારે પણ એ વાત કોઈને જણાવી જોઈએ નહીં તેને પણ ગુપ્ત રાખવામાં જ ભલાઈ છે.

પરિવાર નાં ઝગડા

પરિવારમાં થતા ઝગડા હંમેશા ગુપ્ત રાખવા જોઈએ તમે તે વાત સમાજમાં ફેલાવશો તો તમારા પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે તમારા પરિવાર નું અહિત ઈચ્છનારા લોકો તમારા પરિવાર નાં અંદરોઅંદર નાં ઝઘડા નો ફાયદો ઉઠાવી શકે છે.

દાન

જ્યારે પણ દાન કરો ત્યારે તેને ગુપ્ત રાખો એવું કહેવામાં આવે છે ગુપ્ત દાન કરવા વાળાને અક્ષય પુણ્ય સાથે જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાં જીવનમાં જીવનમાં સુખ-સુવિધાઓ માં વૃદ્ધિ થાય છે બીજાને કહેવાથી દાનનું પુણ્ય મળતું નથી

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *