લગ્ન બાદ આદિત્યે તુરંતજ બધાની સામે શ્વેતા ને આ વાતને કારણે, આપી ધમકી

હાલમાં જ આદિત્ય નારાયણ નાં જીવન ની નવી શરૂઆત થઈ છે. આદિત્ય નારાયણ ૧લી ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. લગ્ન નાં ઘણી ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહયા છે. આદિત્ય નારાયણ એ પોતાના પિતાના જન્મ દિવસના દિવસે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.આ ફોટોમાં આદિત્ય પોતાની મેરેજ લાઇફમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આદિત્ય અને શ્વેતા ની વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કહેવામાં આવે છે કે શ્વેતાની સાથે લગ્ન કર્યા બાદ આદિત્ય ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આદિત્ય શ્વેતા સાથે હસી મજાક કરતા જોવા મળે છે. તેઓનો આ અંદાજ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે.
એક વીડિયોમાં શ્વેતા તેમના સાસુ એટલે કે આદિત્યની માતા સાથે કિચન માં છે. લગ્ન પછી દરેક છોકરી સાસરે જાય ત્યારે સૌપ્રથમ શુકન તરીકે કીચનમાં જઈને કંઈક મીઠાઈ બનાવે છે. આ ફોટોમાં શ્વેતા પણ એ પરંપરા નિભાવી રહી છે. તે સમય દરમ્યાન આદિત્યની પોતાની પત્ની શ્વેતા સાથે મજાક કરતા જોવા મળે છે. આદિત્ય વીડિયોમાં શ્વેતાને કહે છે કે ટેસ્ટમાં જો કંઈ ફરક હશે તો સાસરે મોકલી દઈશ. આ વીડિયોમાં આદિત્ય કહે છે કે, તેમનાથી ડાયલોગ બોલવામાં ભૂલ થઈ ગઈ તેમનો કહેવાનો મતલબ છે કે પિયર મોકલી દઈશ. આદિત્યનો આ હસી-મજાક વાળો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શ્વેતા અગ્રવાલ આદિત્ય સાથે ફિલ્મ ‘શાપિત’ માં જોવા મળી હતી. બંને આ ફિલ્મ નાં સેટ પર જ મળ્યા હતા. ત્યારથી જ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શ્વેતા સાથે પોતાની મુલાકાત વિશે જણાવતાં આદિત્ય નારાયણ એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શ્વેતાને હું શાપીત નાં સેટ પર જ પહેલી વાર મળ્યો હતો અને ત્યારથી જ અમારી બોર્ડિંગ સારી થઈ ગઈ હતી.આદિત્યે આગળ જણાવ્યું હતું કે, ધીરે ધીરે તેમને અહેસાસ થયો કે, હું તેને પ્રેમ કરવા લાગ્યો છું. પરંતુ તે ફક્ત મારી દોસ્ત બનવા માંગતી હતી. ત્યારે અમે બંને અમારા કેરિયર પર ફોકસ કરવા ઈચ્છતા હતા. દરેક રિલેશનશીપની જેમ અમારા સંબંધમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ એકબીજા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહીં.