લગ્ન નાં શરૂઆત નાં દિવસોમાં ભૂલીને પણ ના કરશો આવી ભૂલો, છુટાછેડા સુધી પહોંચી શકે છે વાત

લગ્ન નાં શરૂઆત નાં દિવસોમાં ભૂલીને પણ ના કરશો આવી ભૂલો, છુટાછેડા સુધી પહોંચી શકે છે વાત

જ્યારે બે લોકો લગ્ન કરે છે ત્યારે બે પરિવાર એક થાય છે. અને વિવાહિત કપલ એક નવી જિંદગીની શરૂઆત કરે છે. ભારતીય પરંપરા અનુસાર લગ્ન ને ખૂબ જ મહત્વપૂર્ણ  માનવામાં આવે છે. લગ્ન ફક્ત થોડા દિવસો નો સાથ નહીં પરંતુ સાત જન્મ નો સંબંધ ગણવામાં આવે છે. લગ્ન એક છોકરા ને છોકરી બંને માટે એક નવું બંધન હોય છે. પરંતુ છોકરીઓ માટે આ અહેસાસ થોડો વધારે ખાસ હોય છે. એટલા માટે કે, તે લગ્ન કરીને એક નવા ઘરમાં જાય છે. અને ત્યાં નવી પરંપરાને સમજવાની કોશિશ કરે છે. લગ્નની શરૂઆત માં કપલ હંમેશા એવી ભૂલો કરે છે કે જે અનિવાર્ય હોય છે. પરંતુ ઘણીવાર એવી ભૂલો  હોય છે કે, જે તેનાં સંબંધને મજબૂત બનાવવાનાં બદલે કમજોર બનાવી દે છે. તમને જણાવી દઈએ કે કઈ ભૂલો છે જે વિવાહિત કપલ કરે છે.

બદલાવ માટે પ્રયત્ન

લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓ સિંગલ હોય છે. પોતાનાં મનનાં રાજા હોય છે. જિંદગી જીવવાનો તેમનો અલગ જ અંદાજ હોય છે. જોકે લગ્ન માં બંધાતા જ બન્ને એક બીજાની લાઈફ સ્ટાઈલ માં એડજસ્ટ કરવાની કોશિશ કરતા હોય છે. એવામાં એવું કરવું યોગ્ય નથી કારણ કે, કોઈ પણ વ્યક્તિ ની આદત એક દિવસમાં બદલાતી નથી કપલ્સે હંમેશા એકબીજાની પસંદ, નાપસંદ, પ્રાઇવેસી અને ચોઈસ નો ખ્યાલ રાખવો જોઈએ. ક્યારેય પણ પોતાની મરજી પોતાનાં જીવનસાથી પર થોપવી જોઈએ નહી. અને તેને તમારી લાઇફ સ્ટાઇલમાં એડજસ્ટ કરાવવાની કોશિશ કરવી જોઈએ નહી. જો તમે એવું કરશો તો તમારા સંબંધ કમજોર થઈ શકે છે.

પૈસા ના કારણે

પહેલા નાં સમયમાં પુરુષો કામ કરતા હતા અને સ્ત્રીઓ ઘરનું કામ સંભાળતી હતી. પરંતુ હવે એવું રહ્યું નથી. આજનાં સમયમાં પુરુષ અને મહિલા બંને કામ કરે છે. લગ્ન પછી પૈસાને લઇને હંમેશા સંબંધમાં પરેશાનીઓ આવે છે. લગ્ન બાદ અથવા તો પહેલાથી જ ફીઈનેશિયલ બાબતો ને લઈને એકબીજાની સાથે વાત કરી લેવી જોઇએ.એવું કરવાથી તમે તમારી લાઈફ સ્ટાઈલ ને આરામથી મેન્ટેન કરી શકો છો. અને તમારા સંબંધોમાં મધુરતા લાવી શકો છો.

કામ છોડવા માટે

આજનાં સમયમાં સ્ત્રીઓ ભલે ઓફિસમાં કામ કરવા લાગી હોય. પરંતુ ઘણા પુરુષો એવા છે જે એવું વિચારે છે કે, મહિલાઓ ઘરકામ જ કરવી જોઈએ. એવામાં જ્યારે બે લોકો લગ્ન કરે છે ત્યારે પતિ પોતાની પત્ની પર ઓફિસની સાથે ઘર ની જવાબદારી પણ નાંખી દે છે. એવામાં નવી પરણિત વધૂ પર પૂરી જવાબદારી એકલા પર આવી જાય છે. અને તેને સંબંધમાં અકળામણ થવા લાગે છે. એવું કરવાથી બચવું જોઈએ. ઘરકામમાં તેનો સાથ આપવો જોઈએ. જેથી તમારા સંબંધ માં  મધુરતા જળવાય રહે.

વાત નાં કહેવી

અરેન્જ મેરેજમાં હંમેશા એક સમસ્યા રહે છે કે, જીવનસાથી એકબીજાની કે પરિવારની સામે ઘણી એવી વાતો ખુલીને નથી કહી શકતા. આ સમસ્યા છોકરીઓની સાથે વધારે જોવા મળે છે. કારણ કે તે એક નવા પરિવારમાં આવી હોય છે. એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પરેશાની કે વાતને મનમાં રાખવી યોગ્ય નથી. કોઈપણ પણ વાત પરિવાર કે તમારા જીવનસાથી સાથે ખુલીને કરવી જોઈએ. જો વાત નાં કરવામાં આવે તો, વાત આગળ જઈને બગડી શકે છે.

એકબીજાને સમજવાની કોશીશ કરવી

ભલે સાત ફેરા અને સાત વચન ની સાથે તમારો સાથ હંમેશા માટે એકબીજા સાથે જોડાઈ ગયો હોય. પરંતુ જીવનમાં એકબીજાને સમજવા માટે સમય લાગે છે. ઘણીવાર આજ કારણ નાં  લીધે કપલમાં વિવાદ થઈ જાય છે. જોકે આ બાબતમાં કોઈ ત્રીજા વ્યક્તિ,  મિત્ર કે સંબંધીને સાથે ડિસ્કસ કરવી ના જોઈએ. તેનાથી તમારી પ્રાઇવસી ખરાબ થાય છે. અને તમારો સંબંધ કમજોર પડે છે. કોઈ પણ વાતને એકબીજા સાથે મળી અને સમજીને સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *