લગ્ન થવામાં જો વિધ્નો આવી રહયા હોય તો આ ઉપાયો કરવાથી એક વર્ષની અંદર થઈ જશે લગ્ન

જે લોકોનાં લગ્ન થવામાં મુશ્કેલીઓ આવતી હોય અને ખૂબ જ મહેનત કર્યા બાદ પણ જો લગ્ન થતા ન હોય તો આ ઉપાયો કરવાથી એક વર્ષની અંદર લગ્ન થઈ જાય છે અને તમને યોગ્ય જીવનસાથી મળે છે,
કેળાનાં વૃક્ષની પૂજા
કેળાનાં વૃક્ષની પૂજા કરવાથી લગ્ન જલદી થાય છે. ગુરુવારનાં દિવસે કેળાનાં વૃક્ષ પર જળ, હળદર અને પીળી દાળ અર્પણ કરવી. આ ઉપાય ૧૧ ગુરુવાર સુધી કરવા. આ ઉપાય કરવાથી જલ્દી લગ્ન થઈ જાય છે. જોકે દેવગુરુ બૃહસ્પતિને લગ્નના કારક દેવ માનવામાં આવે છે. અને તેમનો નિવાસ કેળાનાં ઝાડ પર હોય છે. તેથી ગુરુવાર નાં દિવસે કેળાનાં ઝાડનું પૂજન કરવું શુભ ગણાય છે. કેળાનાં ઝાડ ની પૂજા કરવાની સાથે જ ધ્યાન રાખવું કે તે દિવસે કેળાનું સેવન કરવું નહીં. ગુરુવારનાં દિવસે કેળાનું દાન કરવું. ઉપરાંત તે દિવસે ચણાની દાળ અને ગોળનું દાન પણ કરી શકાય છે.આ ઉપરાંત પીળા વસ્ત્રનું દાન પણ કરવું.
હળદરવાળા પાણીથી સ્નાન
ગુરુવાર નાં દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર મેળવી અને સ્નાન કરવાથી લગ્ન જલદી થાય છે. ઉપરાંત સ્નાન બાદ માથા પર હળદરનું તિલક લગાવવું.
ગાયને ગોળ રોટલી આપવા
રોજ ગાયને ગોળ રોટલી આપવા અને ગાયની સેવા કરવાથી અને ગાયને રોટલીઅને ગોળ આપવાથી દરેક ગ્રહ શાંત થાય છે ઉપરાંત તમે ગાયને ઘાસ પણ આપી શકો છો.
નીચે જણાવેલા આ મંત્રનો જાપ કરવાથી એક વરસની અંદર લગ્ન થઈ જાય છે.
કન્યા માટેનાં મંત્ર
“ओम गौरी! ‘शंकराधीशे! यथा त्वं शंकर प्रियां!
तथा मां कुरु कल्याणि कांता सदुर्लभाम्”
વર માટેનાં મંત્ર
“पत्नी मनोरामां देहि मनोवृत्तानुसारिणीम्।
तारणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।