લગ્ન વગર હનુમાનજી કેવી રીતે બન્યા પિતા જાણો, શું થયું જ્યારે હનુમાનજી મળ્યા તેમનાં પુત્રને

પવનપુત્ર હનુમાન અને ભગવાન શ્રીરામ નાં પાવન અને પવિત્ર સંબંધ નાં વિશે દરેક વ્યક્તિ જાણે છે. હનુમાનજી એ આજીવન લગ્ન કર્યા નહી. તેઓએ પોતાનું પૂરું જીવન ભગવાન શ્રીરામ ની ભક્તિ ભાવમાં પસાર કરી. પરંતુ આજે અમે તમને તમારી સામે એવી વાત લઈને આવ્યા છીએ કે જેને સાંભળી ને તમે હેરાન થઈ જશો. જેમકે આપણે બધા જાણીએ છીએ કે બાલબ્રહ્મચારી શબ્દ હનુમાનજી સાથે જોડાયેલ છે. પછી કેવી રીતે હનુમાનજી પિતા બન્યા. અને ક્યાંથી આવ્યા તેમનાં પુત્ર શું તે હકીકત માં હનુમાનજી નોજ પુત્ર છે. હનુમાનજી ભગવાન રામજી નાં સૌથી મોટા ભક્ત હતા. અને સવાર-સાંજ તેમની ભક્તિમાં લીન રહેતા હતા. તેનાં કારણે તેઓએ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. છતાં પણ હનુમાનજી નો એક પુત્ર હતો. જેનું નામ હતું મકરધ્વજ
શું થયું જ્યારે હનુમાનજી મળ્યા પોતાનાં પુત્રને
શું મકરધ્વજ હકીકતમાં હનુમાનજી નાં પુત્ર હતા. તે વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે, આખરે કેમ અને કેવી રીતે હનુમાનજી મકરધ્વજ ને મળ્યા. વાલ્મીકિ ઋષિ નાંઅનુસાર જેમ કે, રામાયણ માં તેઓએ લખ્યું છે. તે સમય દરમિયાન રાવણે પોતાનાં ભાઈ અહિરાવણ ને રામ લક્ષ્મણ નું અપહરણ કરવા માટે કહ્યું. અહિરાવણ રામ-લક્ષ્મણ નું અપહરણ કરવા પાતાળ પુરી ગયા. ત્યારબાદ રાવણ નાં ભાઈ વિભીષણે હનુમાનજી ને રામ-લક્ષ્મણ ને પાતાળ પુરી લઈ જવાની વાત જણાવી. ત્યારબાદ હનુમાનજી રામ લક્ષ્મણ ની સહાયતા કરવા માટે પાતાળ પુરી પહોંચ્યા. પાતાળ પુરી પહોંચતા જ હનુમાનજી ને દ્વાર પર ઉભો એક વાનર દેખાયો. જેને જોઈને હનુમાનજી એ તેણે પોતાનો પરિચય આપવાનું કહ્યું. હનુમાનજી નાં પૂછવાથી મકરધ્વજ એ જણાવ્યું કે, હું હનુમાનજી નો પુત્ર મકરધ્વજ છું. અને પાતાળ પુરી નો દ્વારપાલ છું. આ વાત સાંભળીને હનુમાનજી ક્રોધિત થયા. તેઓએ કહ્યું કે હુંજ હનુમાન છું. અને હું બાલબ્રહ્મચારી છું. તું મારો પુત્ર કઈ રીતે હોઈ શકે. મકરધ્વજ ને હનુમાનજી નો પરિચય મળતા જ તેઓએ તેમનાં ચરણોમાં નમન કર્યા. અને પછી તેમને ઉત્પતિ ની કહાની જણાવી.
કઈ રીતે થયો મકરધ્વજ નો જન્મ
મકરધ્વજે હનુમાનજી ને જણાવ્યું કે, તમે તમારી પૂછ થી લંકા દહન કરી હતી. તે સમય દરમ્યાન લંકા નગરીમાં આગ લાગવા ને કારણે તેજ આંચ થઈ હતી. જેનાં કારણે તમને ખૂબ જ પરસેવો થયો હતો. અને જ્યારે તમે તમારી પૂછ પર લાગેલી આગ બુઝાવવા માટે સમુદ્રમાં ગયા હતા. ત્યારે તમારા શરીરમાંથી પરસેવા નાં ટીપાં એક માછલી નાં મુખ માં ગયા હતા અને તે ગર્ભવતી થઈ હતી. થોડા સમય બાદ લંકાપતિ રાવણ અને તેનાં ભાઈ અહિ રાવણે તેમનાં સિપાહી ને મોકલીને સમુદ્રમાંથી માછલી ને પકડી લાવવાનું કહ્યું હતું. માછલી નાં પેટ ને કાપીને જોયું તો તેમાં વાનરજેવો દેખાતો એક મનુષ્ય નીકળ્યો. અને તે વાનર હું છું. ત્યારબાદ સૈનિકોએ મને પાતાળ પુરીનો દ્વારપાલ બનાવી દીધો. સત્ય જાણતા જ હનુમાનજી એ મકરધ્વજ ને પોતાનાં ગળે લગાવી લીધા.