લાલ ડુંગળીની તુલનામાં ખૂબ જ વધારે લાભકારી છે સફેદ ડુંગળી, પુરુષો માટે વરદાન સમાન ગણાય છે

લાલ ડુંગળીની તુલનામાં ખૂબ જ વધારે લાભકારી છે સફેદ ડુંગળી, પુરુષો માટે વરદાન સમાન ગણાય છે

ભારતીય રસોડામાં જે વસ્તુ નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે તે છે ડુંગળી ડુંગળી વગર કોઈપણ ડીશ અધુરી સમજવામાં આવે છે. ડુંગળી માત્ર ખાવા માટે નહીં પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ રહેલા હોય છે જે અનેક ની બીમારી સામે લડવામાં મદદ કરે છે.માર્કેટમાં તમે લાલ અને સફેદ ડુંગળી જોઈ હશે એમ તો બંનેના પોતાના અલગ-અલગ ફાયદા હોય છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સફેદ ડુંગળી ને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી છે તેવામાં આજે આ લેખમાં તમને સફેદ ડુંગળી થી થતા જરૂરી સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.

પુરુષો માટે રામબાણ

વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે મધની સાથે તેનું સેવન કરવાથી ડબલ ફાયદા મળે છે ડુંગળી માં રહેલું એન્ટિઓક્સિડન્ટ પ્રાકૃતિક રૂપથી સ્પર્મ વધારવામાં મદદ કરે છે.

હૃદયને રાખે સ્વસ્થ

સફેદ ડુંગળી માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને કમ્પાઉન્ડ સોજો ઘટાડવા ની સાથે ટ્રાયગ્લીસરાઇડ ના લેવલને ઓછું કરે છે. ટ્રાયગ્લીસરાઇડ ઓછું થવાથી કેલેસ્ટ્રોલ નું લેવલ પણ ઓછું થઈ જાય છે જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.

પાચનતંત્ર કરે છે મજબૂત

સફેદ ડુંગળી માં ફાઇબર અને પ્રીબાયોટિક્સ ની માત્રા વધારે હોય છે જે તમારા શરીર નાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે ડુંગળીમાં  પ્રીબાયોતિક ની માત્રા વધારે હોય છે અને તેનું  નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.

કેન્સર સામે રક્ષણ

 

સફેદ ડુંગળી એલિયન પરિવારની શાકભાજીઓમાં આવે છે જેમાં સલ્ફર કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ્સ એન્ટીઓક્સીડેન્ટનું જોવા મળે છે જે કેન્સર સામે લડતા વ્યક્તિની મદદ કરે છે. ડુંગળીમાં રહેલ સલ્ફર કવેસર્ટીન, ફ્લેવોનોયાડ અને એન્ટિઓક્સિડન્ટ ના ગુણ કેન્સર નાં ગ્રોથ ને રોકે છે.

લોહીને કરેછે પાતળું

સફેદ ડુંગળી લોહીને પાતળું કરવામાં વ્યક્તિની મદદ કરે છે તેમાં ફ્લેવોનોઈડ્સ અને સલ્ફર જેવા એન્ટી એજન્ટ ગુણ હોય છે જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે.

બ્લડ શુગર લેવલને કરે કંટ્રોલ

ક્રોમિયમ અને સલ્ફર જેવા અવયવ સફેદ ડુંગળી માં હોય છે જે બ્લડ સુગર નાં લેવલને ઓછુ કરી તેને કંટ્રોલ કરે છે ડાયાબિટીસ સામે લડી રહેલા લોકોને પોતના આહારમાં સફેદ ડુંગળી ને જરૂર થી ઉપયોગ કરવો જોઈએ વાસ્તવમાં ડુંગળીમાં રહેલા કમ્પાઉન્ડ જેવા કવેસેર્ટીન અને સલ્ફર માં  એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *