લતા મંગેશકર ને ઝેર આપી મારવાની કોશિશ કરવામાં આવી હતી , ૩ મહિના સુધી બેડ પર જ હતા સ્વર કોકિલા

ફક્ત ભારત જ નહિ પરંતુ પૂરી દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત ગાયિકા ના રૂપમાં જોવા મળતા સ્વર કોકિલા, લતા મંગેશકર નું હિન્દી સિનેમામાં ખૂબ જ મોટું યોગદાન છે. તેની જાદુ ભરી મખમલી અવાજ નો જાદુ પૂરી દુનિયામાં છવાયેલો છે. અને તે જ કારણે તેને સ્વર કોકિલા ના નામથી પણ ઓળખવામાં આવે છે.લતા મંગેશકર જીવન સાથે જોડાયેલો એક કિસ્સો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. આજથી ૫૮ વર્ષ પહેલા તેમને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. તે જ્યારે પણ એ કિસ્સા વિશે યાદ કરે છે. ત્યારે તણાવ અનુભવે છે. એકવાર ફરી લતાજીએ આ કિસ્સો યાદ કર્યો છે.
લતા મંગેશકર બોલીવુડ થી ખૂબ જ દૂર જતા રહ્યા છે. કારણકે ૯૧ વર્ષની ઉંમરે હવે તેનું શરીર પહેલા જેવું સાથ આપી શકતું નથી. એવામાં લતાજી પોતાનો વધારે સમય પોતાનાં ઘરમાં જ પસાર કરે છે. તથા લતાજી એ હાલમાં મીડિયામાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. અને તેમાં તેઓએ પોતાનાં જીવન નાં સૌથી ખરાબ સમય વિશે જણાવ્યું હતું. તેઓએ એક વાત જણાવી હતી કે, તેમને ઝેર આપવામાં આવ્યું હતું. લતા મંગેશકર એ આગળ જણાવ્યું હતું કે, તેઓ આ વાત વિશે વાત નથી કરતા કારણકે આ મારા જીવન નો સૌથી ખરાબ સમય હતો. વર્ષ ૧૯૬૩ માં મને એટલી કમજોરી મહેસૂસ થઇ હતી કે ત્રણ મહિના સુધી હું બેડ પર પણ મુશ્કેલી થી ઉઠી શકતી હતી. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે હું મારા પગ પર ચાલી પણ શકતી ન હતી. ડોક્ટરે મને કહ્યું હતું કે તમે હવે ફરી ગાઈ નહીં શકો. મારા ફેમિલી ડોક્ટર આર પી કપૂરે મને કહયું હતું કે, હું તમે સજા કરીને જ રહીશ. પરંતુ હું એક વાત જણાવવા માગું છું કે, તે વાતની તેઓને ગેરસમજ થઈ હતી કે, હું મારી અવાજ ખોઈ ચુકી છું.
લાંબી બીમારી બાદ આખરે લોકોને ફરી પાછા લતા મંગેશકર સ્વસ્થ જોવા મળ્યા હતા. લતા મંગેશકર એ આગળ જણાવ્યું છે કે, તે એ વાતને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. ડૉ કપૂર ની સારવાર અને મારો આત્મવિશ્વાસ જ મને પાછી લાવ્યો છે. ૩ મહિના સુધી બેડ પર રહ્યા બાદ હું ફરી રેકોર્ડ કરવા તૈયાર થઈ ગઈ હતી. લતા મંગેશકર પૂરી રીતે સ્વસ્થ થયા બાદ પોતાના પ્રોફેશન માં પાછા ફર્યા હતા. લાંબી બિમારી બાદ તેમનું પહેલું ગીત “કહી દીપ જલે કહી દીલ” હતું આ ગીતને મશહુર કમ્પોઝર હેમંત કપૂર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું.
આગળ લતાજી જણાવે છે કે, હેમંત દા ઘરે આવીને મારી મા ની રજા લઇ અને મને રેકોર્ડ કરવા માટે લઈ ગયા. તેઓએ મારી માને વચન આપ્યું કે, કોઈપણ પ્રકારનો તણાવ અનુભવતા તે તરત જ મને ઘરે મૂકી જશે. ભાગ્ય એ સાથ આપ્યો અને રેકોર્ડિંગ સારી થઈ ગઈ. મેં પોતાની અવાજ ખોઈ ન હતી. આગળ લતા મંગેશકર ને પૂછવામાં આવ્યું કે, તેમને ક્યારેય પણ ખ્યાલ આવ્યો કે તેને ઝેર કોણે આપ્યું હતું. લતા મંગેશકરે કહ્યું કે હા મને ખ્યાલ આવી ગયો હતો. પરંતુ અમે કોઈ એક્શન લીધી નહતી. કારણ કે મારી પાસે તે વ્યક્તિ વિરૂદ્ધ કોઈ પુરાવા નહતા.