લક્ષ્મી પૂજા દરમિયાન આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી, ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, ગરીબી રહે છે દૂર

ધર્મશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. એમ જ શુક્રવારનો દિવસ ધનની દેવી માં લક્ષ્મી ને સમર્પિત છે.આ દિવસે ફક્ત માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમની પૂજા-અર્ચના કરે છે શુક્રવાર નાં દિવસે સવારે અને સાંજે માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ. માન્યતા અનુસાર શુક્રવાર નાં દિવસે વિધિવત્ રૂપથી નિષ્ઠાપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી જલદી પ્રસન્ન થાય છે જીવનમાં ક્યારેય ધન સંબંધી પરેશાનીઓને રહેતી નથી.લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ જો કોઈ પણ વ્યક્તિ પર પડે તો તેના જીવનમાં સતત સફળતા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ બની રહે છે. આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણકારી આપવાની છે જે વસ્તુઓની તમે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન મા લક્ષ્મીજીને અર્પણ કરો છો તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
નાળિયેર
ધાર્મિક શાસ્ત્રો માં નાળિયેર નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. જો કોઈપણ પ્રકારની પૂજા કે શુભ કાર્ય હોય ત્યાં નાળિયેર નો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે નાળિયેર ને શ્રીફળ પણ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે. નાળિયેર ધનની દેવી માતા લક્ષ્મી ને ખૂબ જ પ્રિય જ છે જો તમે તેમની પૂજા દરમ્યાન પાણીથીકાચું પાણીથી ભરેલું નાળિયેર અથવા નાળીયેર નાં લાડુ નો ભોગ ધરાવો છો તો તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમારી પરેશાનીઓ દૂર થશે.
પાન
ધનની દેવી માં લક્ષ્મીજી ને પાન ખૂબ જ પ્રિય છે જો તમે માં લક્ષ્મી નાં પૂજન બાદ તેને પાન નો પ્રસાદ ધરાવો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનની કમી રહેતી નથી.
મખાના
માતા લક્ષ્મીજીને મખાના ખૂબ જ પ્રસન્ન છે તમે બધા જાણો છો કે, માતા લક્ષ્મીજી કમળ નાં આસન પર વિરાજમાન રહે છે. લક્ષ્મીજીને કમળ ના ગટ્ટા માંથી નીક્ળેલ ફળ એટલે કે મખાના ખૂબ જ પ્રિય છે. કમલ ગટ્ટા ની ઉપર નું પડ ખૂબ જ સખત હોય છે. તેને શુદ્ધ અને સાત્વિક ગણવામાં આવે છે. જો તમે માં લક્ષ્મી ની પૂજા દરમિયાન મખાના અર્પણ કરો છો તેનાથી માં લક્ષ્મી પ્રશન્ન થાય છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે.
ખીર
લક્ષ્મીજીની પૂજા દરમિયાન તેને ખીર અવશ્ય ધરાવવી ખીર માં થોડું કેસર પણ નાખવું એવું માનવામાં આવે છે કે, માતા લક્ષ્મીજીને ખીર નો પ્રસાદ ધરાવવા માં આવે તો તેનાથી માતાજી જલ્દીથી પ્રસન્ન થાય છે. પૂજા બાદ આ પ્રસાદ તમારા પરિવાર નાં સભ્યોએ સાથે મળીને લેવો.
પતાશા
પતાશા નો સંબંધ ચંદ્ર દેવ સાથે ગણવામાં આવે છે અને ચંદ્ર દેવ ને દેવી લક્ષ્મી નાં ભાઈ માનવામાં આવે છે. જો તમે માતા લક્ષ્મીને પૂજા દરમ્યાન પતાશા અર્પણ કરો છો તો માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.