લગ્ન કર્યા વગર જ ૨૧ વર્ષની ઉંમરમાં માં બની ગઈ હતી રવીના ટંડન,સમાજમાં આ રીતે થઈ હતી વાતો

૨૧ વર્ષની ઉંમર વાંચવા લખવાની અને જોબ સર્ચ કરવાની હોય છે. આ ઉંમરમાં ઘણા લોકો લગ્ન જેવી જવાબદારીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન તો ૨૧ વર્ષની ઉંમરમાં જ બે દીકરીઓની માતા બની હતી. આ બે દીકરીઓની માતા બનીને તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારે રવીના ટંડન નાં લગ્ન પણ થયા નહતા. એવામાં સમાજમાં લગ્ન કર્યા વગર જ રવીના ટંડન નાં માં બનવાને કારણે અલગ પ્રકારની વાતો થવા લાગી હતી.
આ ૧૯૯૫ ની વાત છે. ત્યારે રવીના ટંડને બોલિવૂડમાં વધારે ફિલ્મો કરી નહતી. તે દરમિયાન તે કરોડપતિ પણ નહતા. છતાં પણ તેમણે બે દીકરીઓ પૂજા અને છાયાને અડ્રોપ કરી હતી. તેમનાં આ નિર્ણયથી દરેક કોઈને આશ્ચર્ય થયું હતું. લોકો રવીના ટંડન ને વાતો સંભળાવતા હતા કે, અત્યારે તારે કેરિયર પર ફોકસ કરવું જોઈએ. ત્યાં ઘણા લોકોએ એવું પણ કહ્યું કે, હજી તારા લગ્ન નથી થયા અને તું બે છોકરીઓને અડ્રોપ કરે છે. કોણ લગ્ન કરશે તારી સાથે. તારીસાથે આ બે છોકરીઓની જવાબદારીઓ કોણ લેશે. જોકે રવીના ટંડન ને સમાજની વાતો થી કોઈ પણ ફરક પડ્યો નહતો. તેમને ખબર હતી કે, તેજે કરી રહી છે તે એકદમ બરાબર કરી રહી છે. પૂજા અને છાયા રવિના ટંડનની કઝિન ની દીકરીઓ છે. કઝિન નાં મૃત્યુ બાદ તેમની બંને દીકરીઓ એકલી થઈ ગઈ હતી.
રવીના ટંડનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે બંને દીકરીઓને અડ્રોપ કરવાનું નક્કી કર્યું. દીકરીઓના ગાડીયન તેમનો સારી રીતે ખ્યાલ રાખી શકતા નહોતા. રવીના ટંડન તેઓને પોતાની સાથે લઈ ગયા હતા ત્યારે રવીના ટંડને વધારે વિચાર્યું ન હતું. ત્યારે તેને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું હતું. આ દરમિયાન પૂજા ૧૧ વર્ષની અને છાયા ૮ વર્ષની હતી. રવીના ટંડન ને આજે પણ પોતાના નિર્ણય પર પસ્તાવો નથી. પોતાની બંને દીકરીઓ પર તેને ગર્વ છે. તે પોતાની બન્ને દીકરીઓ નાં લગ્ન પણ કરાવી ચૂકી છે. મોટી દીકરી પૂજાને તો એક બાળક પણ છે. આ રીતે રવિના ટંડન ફક્ત ૪૬ વર્ષની ઉંમર માંજ નાની બની ચૂકી છે.
રવીના ટંડને વર્ષ ૨૦૦૪ સુધી સિંગલ મધર તરીકે આ દીકરીઓ ની દેખભાળ કરી હતી. પરંતુ તેજ વર્ષમાં બિઝનેસમેન અને ડિસ્ટ્રીબ્યુટર અનીલ થડાની સાથે તેમણે લગ્ન કર્યા. મહત્વની વાત એછે કે, અનીલનાં પરિવારે રવિના ટંડનની આ બંને દીકરીઓને પણ દિલથી અપનાવી અને ખૂબ જ પ્રેમ આપ્યો. રવીના ટંડનને પોતાના લગ્નથી એક દીકરી રાશા અને એક દીકરો રણબીરવર્ધન છે. દીકરીઓ અડ્રોપ લેવાના નિર્ણય વિશે રવીના ટંડન જણાવે છે કે, તેના વિશે ૧૯૯૪માં તેને વિચારવાનું શરૂ કર્યું હતું. તે દિવસો માં તે પોતાની માતા સાથે આશા સદન અનાથાલય જતી હતી, રવિના ટંડન નાં લીધે પૂજા અને છાયાને એક નવી લાઈફ મળી શકી. આજે પૂજા એક ઇવેન્ટ મેનેજર છે અને છાયા એરહોસ્ટેસ છે.