લવ રાશિફળ ૯ એપ્રિલ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

Posted by

મેષ રાશિ

આજે એક્સ સાથે મુલાકાત થઇ શકશે. પરંતુ તે તમારી સાથે વાત કરવાનું પસંદ કરશે નહીં. સિંગલ લોકોને કોઈની સાથે પ્રેમ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે કોઈ ત્રીજી વ્યક્તિ ની વાત પર ગુસ્સો આવી શકે છે. તેને પોતાના પૂરતો સિમિત રાખવો સાથી પર ઉતારવાથી સંબંધ બગડી શકે છે. લવ લાઈફ ઠંડી રહેશે. સિંગલ લોકોને પોતાનો પ્રેમ મેળવવા માટે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.

મિથુન રાશિ

આજે એકબીજાની સાથે રુટિન જિંદગી થી દુર સારો સમય પસાર કરી શકશો. એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરશો આજે સિંગલ ની લાઇફમાં સકારાત્મક પરિવર્તન આવશે. જેનાથી જીવન બદલાઈ જશે.

કર્ક રાશિ

તમે દિલમાં દિલમાં જેમને પ્રેમ કરતા હશો તેને આજે પ્રપોઝ કરી શકશો. લગ્ન નાં બંધનમાં બંધાવાના પૂરા ચાન્સ છે. અન્યની લવ બોન્ડીંગ પહેલા કરતા વધારે મજબૂત થશે.

સિંહ રાશિ

આજનો દિવસ લવ લાઇફમાં ઉતાર ચડાવ વાળો રહેશે. સિંગલ લોકો નું ભાગ્ય પૂરો સાથ આપશે. જલ્દી જ પાર્ટનર મળી શકે છે. અન્ય લોકોની વચ્ચે નો શંક અને ગેરસમજ થઈ શકે છે.

કન્યા રાશિ

આજે સાથી સાથે નાની એવી વાત ને લઈને ઝઘડો થઈ શકે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. જલ્દીજ પાર્ટનરને પોતાની ભૂલનો અહેસાસ થઇ જશે. સિંગલ લોકોની લાઇફમાં ટેન્શન રહેશે. પરંતુ કંઈ ખરાબ થવાની સંભાવના નથી.

તુલા રાશિ

આજે પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી. તે અંદર ને અંદર જ કોઇ પરેશાનીથી લડી રહ્યા છે. તેમના માટે સોફ્ટ કોર્નર રાખવો. અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવો. સિંગલ લોકોને ડબલ થવા માટે આતુરતાથી ઇન્તજાર રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને તમારા દિલ ની દરેક ઇચ્છા પૂર્ણ કરવા માટેની તક પ્રાપ્ત થશે. લવ લાઈફ સુંદર અને સુખદ રહેશે. તમારા સંબંધમાં પારદર્શકતા રહેશે. સિંગલ લોકોની લાઇફમાં એક્સ ની ફરીથી એન્ટ્રી થઈ શકે છે.

ધન રાશિ

આજે વિદેશથી કોઈ સંબંધ માટે ની વાત આવી શકે છે. કોઈ પણ જવાબ દેતા પહેલા વિશેષ રૂપથી સાવધાની રાખવી. લવ લાઇફ નોર્મલ રહે છે. પરંતુ એકબીજાનાં પ્રેમમાં ડૂબી ને દુનિયા ભૂલી જશો.

મકર રાશિ

આજે લવ લાઈફ થી જોડાયેલ દરેક પરેશાની સમાપ્ત થઈ જશે. અને તમે ફરી એકવાર રોમાન્ટિક વાતાવરણનો આનંદ લઇ શકશો.

કુંભ રાશિ

આજે લગ્ન માટે પાર્ટનર ની પસંદગી કરવા માટે મિત્રો અને સંબંધીઓ નો ભરપૂર સહયોગ મળશે. સિંગલ લોકો ને પોતાનો દૂર થયેલો પ્રેમ પાછો મળી શકશે. લવ લાઇફમાં પ્રેમ નાં દેવતા તમારા પર પૂરી રીતે મહેરબાન રહેશે.

મીન રાશિ

આજે ફાઈનલી તમને તે બધું જ મળશે જે તમે મેળવવા ઇચ્છતા હતા. સાથીની સાથે તમારી ખુશી શેયર કરવા માટે બહાર જવાનું આયોજન થઈ શકશે, બંને ખૂબ મોજ-મસ્તી કરી શકશો. સરપ્રાઈઝ ગીફ્ટ પણ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *