લુપ્ત થઈ રહી છે બાણ ગંગા, જેને તરસ છીપાવવા માટે ભગવાન શ્રીરામે તેમનાં બાણ દ્વારા કરી હતી પ્રગટ

ભગવાન શ્રીરામે તરસ છીપાવવા માટે પોતાના બાણ થી એક જળસ્ત્રોત ઉત્પન્ન કર્યો હતો અને આ જળ સ્ત્રોત માંથી પાણી પીઈને તેમની તરસ છીપાવી હતી. આ જળ સ્ત્રોત બાણગંગા સરોવર નાં નામ થી ઓળખાય છે. દુઃખની વાત એ છે કે, મુંબઈ ની આધ્યાત્મિક અને પ્રાચીન ધરોહર વાલકેશ્વર માં બાણ ગંગા તળાવ નો જળસ્ત્રોત હવે ગાયબ થઇ રહ્યો છે, અને લોકો તેને બચાવવા માટે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી રહ્યા છે.
બાણગંગા માં ૨૪ કલાક શુદ્ધ પાણી આવે છે, આ કોઈ ચમત્કાર જ છે. પરંતુ તાજેતરમાં એનએચપી ગ્રૂપ અને ડીવનિટી રિયલ્ટી એ બાણગંગા જળકુંડ નજીક બિલ્ડીંગ બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું જે માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ ની અસર બાણગંગા પર પડી અને ગંગા નું પાણી ગંદુ થઈ ગયું.
હિંદૂ જનજાગૃતિ સમિતિનાં પ્રવક્તા ઉદય ધુરીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦ માં એક બિલ્ડીંગ નાં નિર્માણ માટે બાણ ગંગા જલ કુંડની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ ની બાણ ગંગા પર અસર થઈને કામ શરૂ થયાનાં કેટલાક દિવસો બાદ જ ગંગાનું શુદ્ધ પાણી કાદવ થી ભરાઈ ગયું. જે પછી હિંદૂ જનજાગૃતિ સમિતિ અને ગૌડ શાશ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટનાં પ્રતિનિધિ મંડળે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર ની મુલાકાત લીધી અને બાણ ગંગા જળકુંડ ને બચાવવા કહ્યું. આ ફરિયાદ મળ્યા બાદ કિશોરી પેડણેકરે તાત્કાલિક બાંધકામ બંધ કરવા આદેશ આપ્યો હતો.
બાણગંગા સાથે જોડાયેલી વાત
બાણ ગંગા ની સાથે જોડાયેલ કથા મુજબ વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી આ સ્થળે આવ્યા હતા. એક દિવસ ભગવાન શ્રીરામ ને ખૂબ તરસ લાગી તેમની તરસ છીપાવવા માટે રામજી એ પોતાનું બાણ ચલાવ્યું. જ્યાં રામજીએ બાણ ચલાવ્યું ત્યાં પાતાળ ગંગા અથવા ભોગવતી પ્રગટ થઈ ગઈ. જે પછી રામજીએ અહીંથી પાણી પીઈને પોતાની તરસ છીપાવી. તે સમયે આ જગ્યાનું નામ બાણ ગંગા સરોવર પડ્યું. આજે દુર દૂર થી લોકો આ જગ્યાની મુલાકાત લે છે. દક્ષિણ મુંબઇ માં બાણ ગંગા તળાવ નું ધાર્મિક મહત્વ છે અને અહીં હિન્દુધર્મ નાં દરેક પ્રકાર નાં કર્મકાંડ જેવા કે, શ્રાધ, યજ્ઞોપવિત સંસ્કાર વગેરે કરવામાં આવે છે.
બાળ ગંગા પાસે એક મંદિર પણ છે. આ મંદિર સાથે સંકળાયેલી દંતકથાઓ અનુસાર લક્ષ્મણજી દરરોજ પૂજા કરવા કાશી જતાં અને ત્યાંથી તેમનાં ભાઈ રામજી માટે શિવલિંગ લાવતા જેથી તેઓ કોઈ અવરોધ વગર પૂજા કરી શકે. એક દિવસ લક્ષ્મણજી કોઈ કારણોસર સમય પર પાછા ન આવી શક્યા. ત્યારે રામજીએ ત્યાંની રેતીની લીંગ બનાવી અને આ જગ્યા રેતીનાં ભગવાનનાં નામે પ્રખ્યાત થઈ. આ મંદિર હજુ પણ બાળગંગા સરોવરની પૂર્વ કિનારે આવેલું છે.