માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે નાં સૌથી સરળ ઉપાયો કોઈપણ એક ઉપાય અપનાવીને થઈ જશે ધન ની વર્ષા

દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે, તેને અચાનક અપાર ધનની પ્રાપ્તિ થાય પરંતુ ધન તમારી ઈચ્છાથી જ મળતું નથી તેનાં માટે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે જાણકારો અનુસાર જીવનમાં ધન નું મહત્વ નકારી શકાતું નથી. જાણવા મળે છે કે, અમુક વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે પરંતુ ધન ને લઈને તે હંમેશા પરેશાન રહે છે. ધન સંબંધી પરેશાની કોઈને પણ ક્યારેય પણ આવી શકે છે. એવામાં જો ધનલક્ષ્મીની ને પ્રસન્ન કરવામાં આવે તો ધન ની દરેક પરેશાનીઓને દૂર થઈ શકે છે.આજે અમે તમને કેટલાક સરળ ઉપાયો વિષે જણાવીશું કે જેનાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારી ધનદોલત સંબંધી પરેશાનીઓ દૂર થશે.
Advertisement
- ઘરના મુખ્ય દ્વાર પર સરસવ નાં તેલનો દીવો કરવો દીવો ઠરી જાય પછી તેને પીપળા નાં ઝાડ નીચે સાંજના સમયે મૂકી દેવો. સાત શનિવાર સુધી આ ઉપાય કરવાથી ધનની કમી રહેશે નહીં.
- લાલ રંગના દોરામાં સાત મુખી રુદ્રાક્ષ ને રાખીને ગળામાં ધારણ કરવાથી અચાનક થી ધનની પ્રાપ્તિ થાય છે.
- ધન લક્ષ્મી ઉપાસના કરવા માટે સાચા ભાવથી તેનું સ્મરણ કરવું અને સવાર-સાંજ માં લક્ષ્મીની મૂર્તિ પર કંકુ, ચોખા, ફૂલ ચડાવી અગરબત્તી કરી આસ્થા અને પવિત્ર ભાવ સાથે માં ની પૂજા કરવી. ધ્યાન રહે કે, ધન લક્ષ્મી પૂજા કરતી વખતે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું નહીં.
- કોઈપણ રાત થી રાતનાં ૩ થી પ ની વચ્ચે ઉઠવું અને તમારા ઘરના એ સ્થાન પર જવું જ્યાં તમને આકાશ દેખાય પશ્ચિમની તરફ મોઢું રાખી બંને હાથ આકાશ તરફ કરી લક્ષ્મીજી પાસે ધન પ્રાપ્તિ માટેની યાચના કરવી. પછી બંને હથેળીઓને મોઢા ની તરફ ફેરવવી. થોડા જ દિવસોમાં આવક માટેના નવા સાધનો પ્રાપ્ત થશે. આ ઉપાય પંદર દિવસ સુધી કરવો.
- સવા પાંચ કિલો ઘઉંનો લોટ સવા કિલો ગોળ બંને મિક્સ કરી રોટલી બનાવી શુક્રવાર નાં દિવસે સાંજના ગાયને આ રોટલી ખવડાવી ૩ શુક્રવાર સુધી આ કાર્ય કરવાથી દરિદ્રતા સમાપ્ત થાય છે અને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે.
- ધન લક્ષ્મી નાં મંત્ર જાપ થી દરેક કામનાઓ પૂર્ણ થાય છે. લક્ષ્મી ઉપાસના માટે શ્વેત વસ્ત્ર પહેરવા ઉપાસનામાં પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું.
- માં લક્ષ્મી ની પ્રતિમા સામે ૧૧ દિવસ સુધી અખંડ જ્યોત રાખવી અગિયારમાં દિવસે અગિયાર કન્યાઓને ભોજન કરાવી એક સિક્કો અને મહેંદી આપવી આ ઉપાય કરવાથી અચાનકથી ધનલાભ પ્રાપ્ત થાય છે.
- ધન લક્ષ્મીને સફેદ વસ્તુ જ ચોખા, ખીર અને સંભવ હોયતો દૂધમાંથી વાનગી બનાવી ને પ્રસાદ ધરાવવો.
- મહિનામાં બે વાર કોઈ પણ દિવસે માં લક્ષ્મી સામે લોબાન નો ધૂપ કરવો. લક્ષ્મીજીને લોબાનની સુગંધ ખુબ જ પ્રિય છે.
- ગુરુવાર નાં દિવસે સૌભાગ્ય ની ૧૬ સામગ્રી સૌભાગ્ય વતી સ્ત્રીઓ ને આપવી. પાંચ ગુરુવાર સુધી આવું કરવાથી ધનની વર્ષા થાય છે. સૌભાગ્ય વતી સ્ત્રીઓ ને લક્ષ્મી માંનુ પ્રતિક ગણવામાં આવે છે.
Advertisement