માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચડાવવામાં આવે છે આ ફુલ, કમળ સમાન માનવામાં આવે છે ફળદાયી

માં લક્ષ્મી ને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી ની કૃપાદ્રષ્ટિ જે વ્યક્તિ પર બની રહે છે તે વ્યક્તિ નાં જીવનમાં થી ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે ,કે માતા લક્ષ્મીજી નાં આશીર્વાદ તેના પર બની રહે. દરેક કોઈ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જુદા જુદા ઉપાયો અપનાવે છે. માં લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને ધન,વસ્ત્ર,અન્ન વગેરેની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે છે તે ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.
જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે, માં લક્ષ્મીજી નું વાહન ઉલ્લુ ગણવામાં આવે છે. તેવી જ રીતે માં લક્ષ્મીજી કમળ નાં ફૂલ પર વિરાજમાન રહે છે. માં લક્ષ્મીજીને કમળ નું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી તેને પ્રસન્ન કરવા માટે તેની પૂજા દરમિયાન કમળનું ફૂલ અર્પણ કરવું. માં લક્ષ્મીજી ને ફક્ત કમળનું ફૂલ જ નહિ પરંતુ એક અન્ય ફુલ પણ વધારે પ્રિય છે. તે ફુલ પણ કમળ સમાન ફળદાયી ગણવામાં આવે છે. જો માતા લક્ષ્મીજીને તે ફૂલ અર્પણ કરવામાં આવે તો તે જલ્દીથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ચાલો જાણીએ આખરે તે ફૂલ કયું છે.
માં લક્ષ્મીજીને કમળ સમાન પ્રિય છે આ ફુલ
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે શહેરમાં કમળનું ફૂલ સરળતાથી મળવું ખૂબ જ મુશ્કેલ છે. કમળનું ફૂલ સરોવરમાં થાય છે જેના કારણે શહેરોની અંદર આ ફૂલ સરળતાથી ઉપલબ્ધ થવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમને કમળનું ફૂલ ન મળે તો તેની બદલે તમે લાલ જાસુદ નું ફૂલ માં લક્ષ્મીજી ને અર્પણ કરી શકો છો. લક્ષ્મીજીને આ ફુલ પણ અતિશય પ્રિય છે. જાસૂદ નું ફુલ સરળતાથી મળી શકે છે. આ ફૂલ નું વૃક્ષ તમે તમારા ઘરમાં પણ સરળતાથી લગાવી શકો છો. શુક્રવાર નાં દિવસે માં લક્ષ્મીને આ ફૂલ સમર્પિત કરવું. શુક્રવાર નાં દિવસે લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો તમે પૂજા દરમિયાન જાસુદનું ફૂલ તેમને અર્પણ કરો છો તો તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે, પૂજા દરમિયાન જાસુદનું ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિ નાં જીવનમાં થી ધન સંબંધી દરેક પરેશાનીઓ દૂર થાય છે.
માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય
જાસૂદ નાં ફૂલનો રસ કાઢી લક્ષ્મી યંત્ર નું ચિત્ર બનાવવું તેને પૂજા સ્થળ પર રાખીને તેની પૂજા કરવી. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી માં લક્ષ્મી અત્યંત ખુશ થાય છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે.