માં-બાપ ની આ નાની નાની ભૂલો બાળકોને બનાવે છે કમજોર, જાણો અને તે અંગે રહો સાવધાન

બાળકો પોતાનાં મા-બાપની સાથે શરૂઆતમાં સૌથી વધારે સમય પસાર કરે છે. જેનાં લીધે બાળકો નાં મન, સ્વભાવ અને વ્યવહાર પર સૌથી વધારે પ્રભાવ મા-બાપ નો પડે છે. ઘણીવાર જોવામાં આવે છે કે, માતા-પિતા જાણતા-અજાણતા ઘણી એવી ભૂલો કરે છે કે જેનાં લીધે બાળકો પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેનાં લીધે તેમનાં જીવનમાં આગળ જઈ ને મુશ્કેલીઓ અને પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. બાળક ધીરે ધીરે ભાઈ બેન અને માતા-પિતા કે ઘરનાં અન્ય સદસ્ય કે મિત્રો અને સમાજમાં જીવન જવાનું શીખી તો જાય છે. પરંતુ માતાપિતા નાં સહયોગ ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારાથી કોઈ પ્રકારની ભૂલ થાય છે તો તેનો પ્રભાવ તમારા બાળકોનાં જીવન પર પડે છે. આજે અમે તમને એવી ઘણી ભૂલો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, જેનાં પર તમારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
બાળકો સમય ના આપવો
જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે વર્તમાન સમયમાં બધાનું જીવન ખૂબ જ વ્યસ્ત છે. મા-બાપ વ્યસ્ત જીવનશૈલી ને કારણે બાળકો ને સમય આપી શકતા નથી. જેનાં લીધે બાળક નાં માનસિક વિકાસ અને સામાજિક વિકાસ પ્ભાવ પડે છે. માતા-પિતા વ્યસ્ત હોવાને કારણે બાળકોને વધારે આઝાદી મળી જાય છે. અને તેઓ બાળકો પર સારી રીતે ધ્યાન ન રાખી શક્તા નથી. તેથી બાળકો મન મુજબ કામ કરે છે. જો બાળક થી કોઈ ભૂલ થઈ જાય તો માતા-પિતા થી છુપાવે છે. અને ખોટું બોલે છે. તમારા વ્યસ્ત જીવન માંથી તમારા બાળકો માટે થોડો સમય જરૂરથી કઢવો.
બાળકોની દરેક જીદ પૂરી ન કરવી
બાળકો પોતાનાં માતા-પિતા પાસે કોઈ ને કોઈ વસ્તુની લઈને જીદ કરતા હોય છે. માતા-પિતા પણ ઇચ્છે છે કે તે તેમનાં બાળકોની દરેક ઈચ્છા પૂર્ણ કરે. માતા-પિતા પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. તે બાળકોનો ખૂબ ખ્યાલ રાખે છે. બાળકો ને ખુશ રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા હોય છે. પરંતુ મનોવિજ્ઞાનિક મત મુજબ જો બાળકો ની નાનપણ થી દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે તો તેમનો વ્યવહારિક વિકાસ સારી રીતે થઈ શકે નહિ.આપણા બધાના જીવનમાં વ્યવહારિક વિકાસ ખૂબ મહત્વ નો છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ઘણા અવસરો પર તમારે બાળકો ની ઈચ્છા પૂરી ન કરવી. તમારા બાળકને યોગ્ય અને અયોગ્ય સમજાવવાની કોશિશ કરવી. તેનાથી તમારા બાળકનાં જીવન માં અનુશાસન આવશે. બાળકો ની દરેક જીદ પૂરી કરવી એ યોગ્ય નથી.
બાળકો ને વધારે પડતા બંધનમાં રાખવા
બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેમને શું સાચું અને ખોટું શું એ વાતની બિલકુલ સમજ હોતી નથી. ઘણા માંબાપ એવા હોય છે કે, બાળક નાં બગડવાનાં ડરથી તેમને નાનપણથી જ ખૂબ જ વધારે બંધનમાં રાખે છે. પરંતુ તમારી આ ભૂલ નાં કારણે તમારા બાળકનો માનસિક વિકાસ સારી રીતે થઈ શકતો નથી.
બાળકો પાસેથી વધારે ઉમીદ રાખવી
માં-બાપ ઈચ્છે છે કે, તેનાં બાળકો તેની ઉમીદ પર ખરા ઉતરે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે માં-બાપ જે ઉમ્મીદ લગાવીને બેઠા છે બાળક તેની ઉપર ખરું નથી ઊતરતું તેવી સ્થિતિમાં માં-બાપ બાળકો પર સતત માનસિક દબાણ બનાવવાની કોશિશ કરે છે. જો તમે આવી ભૂલ કરો છો તો તેનાં કારણે બાળક નો માનસિક વિકાસ થઇ શકશે નહીં. એટલું જ નહીં પરંતુ બાળક ની શીખવાની ક્ષમતા પણ પ્રભાવિત થાયછે.
બાળકો પર ગુસ્સો કરવો કે મારવું
માબાપ હંમેશાં પોતાનાં બાળકોને સુધારવાની કોશિશ કરે છે જેનાં લીધે ઘણીવાર માબાપ ગુસ્સો કરેછે કે તેને મારે છે. પરંતુ તમારી આ ભૂલનાં લીધે બાળક ડિપ્રેશન માં જઈ શકે છે. બાળકો માં વિરોધી માનસિકતા વિકસવાની સંભાવના રહે છે.જો તમે તમારા બાળકો પર ગુસ્સો કરો છો કે તેને મારો છો. તેનાં કારણે માબાપ પ્રત્યે ખોટી ગ્રંથી બંધાઈ છે. બાળકો નું અભ્યાસમાં સારી રીતે મન લાગતું નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે. બાળકો ને મારવા કે ગુસ્સો કરતાં વધારે યોગ્ય છે કે, તમારા મનને શાંત રાખી અને બાળકોને પાસે બેસાડીને સમજાવાની કોશિશ કરવી. તેનાથી તમારા બાળક નો ભરોસો જીતી શકશો. અને બાળકમાં પણ આપમેળે સુધરો આવશે.