માં લક્ષ્મી નાં આગમન નો સંકેત છે સપનામાં હાથી નું દેખાવું, જાણો અન્ય પ્રાણીઓ નો સપના માં દેખાવાનો મતલબ

માં લક્ષ્મી નાં આગમન નો સંકેત છે સપનામાં હાથી નું દેખાવું, જાણો અન્ય પ્રાણીઓ નો સપના માં દેખાવાનો મતલબ

ઘણા લોકોને આંખ લાગતા ની સાથેજ સપનાઓ આવવાનું શરૂ થઈ જાયછે. તેમને સપનામાં અલગ અલગ વસ્તુઓ દેખાય છે. ઘણીવાર એવું પણ બને છે સપનામાં કોઈ જીવ જંતુઓ પણ દેખાય છે એવામાં આપણે વિચારીએ છીએ કે, સપનામાં જીવ જંતુ ઓ દેખા વાનો મતલબ શું હોઈ શકે. ચાલો જાણીએ તેના વિશે

કીડીઓ

સપનામાં કીડીઓ નું દેખાવું તમારા કાર્યક્ષેત્ર અને નોકરી સંબંધી બાબતનો સંકેત આપે છે. જો કીડીઓ નું ઝુંડ પ્રાકૃતિક વાતાવરણમાં દેખાય તો તેનો મતલબ છે, તમારી નોકરીમાં તમને લાભ થશે જો તમે જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા હોય તો તે સારો વિચાર છે. જો સપનામાં કીડીઓ આવીને તમારી ઉપર ચડી જાય તો તે ખરાબ સંકેત છે તેનો મતલબ છે કે, તમારી વર્તમાન નોકરીમાં ઘણી એવી પરેશાનીઓ આવી શકે છે.

મધમાખી

સપનામાં મધ માખી દેખાય તે ભાગ્ય નું પ્રતીક હોય છે. જો સપનામાં ચારે તરફથી આવતી મધમાખી દેખાય તો જલ્દીથી ધન પ્રાપ્ત થઈ શકે છે. જોકે સપનામાં મરેલી મધ માખી દેખાય તો તે અશુભ સંકેત ગણાય છે તેનો મતલબ છે કે, તમારી સાથે કોઈ વિશ્વાસઘાત થઈ શકે છે. આવી પરીસ્થિતિ માં આસપાસ નાં લોકો પર વિશ્વાસ કરવો નહીં.

હાથી

સપનામાં હાથી જોવા મળે તો ધન આગમન ની નિશાની છે. જોકે હાથી ને ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે. તમે માં લક્ષ્મી ની પ્રતિમા સાથે ઘણીવાર હાથી ને પણ જોયો હશે. માટે સપનામાં હાથી અથવા તેની સૂંઢ દેખાય તો તે પૈસા વૃદ્ધિ માટેનો સંકેત છે.

ઘોડા

સપનામાં ધોડા દેખાય તો તે શુભ સંકેત ગણવામાં આવે છે તેનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો ધોડા દોડી રહ્યા હોય તો એવું સપનું દેખાય તો તમારી પ્રગતિ થવાની છે તે સંકેત છે. તેમજ સપનામાં ધોળા ની નાળ દેખાય તેનો મતલબ છે કે, અચાનક થી ધનની પ્રાપ્તિ થશે. જો સપનામાં તમે ખુદ ઘોડે સવારી કરી રહ્યા હોવ તો એવું સપનું દેખાય તો તેનો અર્થ છે કે, તમારા સોશિયલ સ્ટેટસ અને બેન્ક બેલેન્સમાં વૃદ્ધિ થશે.

મોર

સપનામાં મોર દેખાય તો તે ભાગ્ય ની નિશાની છે. જો તમને સપનામાં મોર નાચતો દેખાય તો તેનો મતલબ છે તમારા ઘરમાં ખુશીઓ નું આગમન થવાનું છે. તમને દરેક કામમાં સફળતા મળશે. જો તમને સપનામાં ઘાયલ મોર દેખાય તો તે દુર્ભાગ્ય ગણવામાં આવે છે તેનો મતલબ છે કે, તમારો ઓવર કોન્ફિડન્સ તમારી બરબાદી નું કારણ બની શકે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *