માં લક્ષ્મી નારાજ થાય છે ત્યારે મળવા લાગે છે આ પ્રકાર નાં સંકેતો, ભુલથી પણ તેને ન કરવા નજર અંદાજ

માં લક્ષ્મીની કૃપા જે લોકો પર હોય છે તેનાં જીવનમાં ધનની કમી ક્યારેય નથી રહેતી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. જે લોકો તેની પૂજા શુક્રવાર નાં દિવસે સાચા મનથી કરે છે તેનાં પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે. તેનાં ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. જોકે ઘણીવાર આપણી ખોટી આદતોને કારણે માં નારાજ પણ થઇ જાય છે અને તે ઘરમાંથી ચાલી જાય છે. માં લક્ષ્મી નારાજ થાય અને ઘરેથી ચાલ્યા જવા પર કેટલાક સંકેતો મળેછે આ સંકેતો નાં આધારે તમને ખ્યાલ આવે છે કે, માં લક્ષ્મી તમારાથી નારાજ છે.
આ સંકેતોને ન કરવા નજર અંદાજ
સુકાઈ જાય છે મની પ્લાન્ટ
જો તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવેલો હોય અને સારી રીતે માવજત કરવા છતાં પણ તે સુકાઈ જાય તો સમજવું કે, માં તમારા થી નારાજ થઈ ગયા છે. અને આવનારા સમયમાં તમારે ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તુલસીનો છોડ સુકાઈ જાય તો તે પણ આર્થિક નુકસાન નો સંકેત છે.
ગરોળી નું પડવું
વારંવાર શરીર પર ગરોળી પડવી તે એક અશુભ સંકેત છે. ગરોળી તમારા શરીર નાં ડાબા ભાગ પર અથવા ડાબા ખંભા પર કે સાથળ પર પડે તો તે આર્થિક સંકટ આવવાનો સંકેત છે.
કાગડા ની દિશા
જો તમારા ઘરની છત પર કાગડો દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસે તો આર્થિક નુકશાન થાય છે. આ સ્થિતિમાં તમારે પૈસાનું રોકાણ કરવાથી બચવું.
પાણી લીંક થવું
ઘરનાં નળ માંથી પાણીની લીક થવું મતલબ છે કે, માં તમારાથી નારાજ છે પાણી લીક થવું શુભ ગણવામાં આવતું નથી. તેથી પાણી લીક થવા પર તેને તરત જ રિપેર કરાવો.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનાં ઉપાયો
- માં લક્ષ્મી નારાજ થાય ત્યારે પરેશાન ન થવું નહિ. પરંતુ નીચે જણાવેલા ઉપાયો કરવા આ ઉપાયો કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- માં લક્ષ્મીની કૃપા હમેશા તમારા પર બની રહે તે માટે શુક્રવાર નાં માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું. મહાલક્ષ્મી ને કમળનું ફૂલ અર્પણ કરવાથી તેની કૃપા તમારા પર બની રહે છે.
- શુક્રવાર નાં દિવસે લક્ષ્મીજીનું વ્રત કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી શુક્રવાર નાં દિવસે મહાલક્ષ્મી વ્રત રાખવું.
- પીપળા અને વડ નાં ઝાડ પર શુક્રવાર નાં દિવસે જળ અર્પણ કરવું. કારણ કે આ વૃક્ષ પર માં લક્ષ્મીજીનો વાસ હોય છે. આ ઉપાય કરવાથી ધનની કમી રહેતી નથી.