મેગી નું નામ કઈ રીતે પડ્યું અને કઈ રીતે તે ખુબ જ લોકપ્રિય નુડલ્સ બ્રાન્ડ બની

બે મિનિટમાં તૈયાર થતી મેગી નૂડલ્સ આજે પણ બધા ને ખૂબ જ પ્રિય છે. આજે આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે મેગી કઈ રીતે અસ્તિત્વમાં આવી અને કઈ રીતે તે આજે એક ખુબ જ મોટી બ્રાન્ડ છે. તો આવો જાણીએ સંપૂર્ણ વાત વિશે.બધા લોકો બે મિનિટમાં તૈયાર થતી મેગી થી પરિચિત છે. બાળકો ની સાથે સાથે મોટા લોકો ને પણ મેગી ખૂબ જ પ્રિય હોય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે મેગી ને પહેલી વાર ક્યારે અને ક્યાં બનાવવામાં આવી હતી. મેગીને બે મિનિટ નુડલ્સ નો ટેગ કોણે આપ્યો. મેગી આજે પણ લાખો લોકોનાં દિલની પસંદ કેમ બનેલી છે. જાણો મેગી પાછળ ની પુરી કહાની. સ્વીટઝરલેન્ડ થી આવેલા જુલિયસ મેગી એ વર્ષ ૧૮૭૨ માં કંપનીનું નામ મેગી રાખ્યું. નિષ્ણાતો નું કહેવું છે કે, ત્યારે સ્વીટઝરલેન્ડ માં ઔદ્યોગિક ક્રાંતિનો સમય હતો. તે સમયે મહિલાઓ ને કારખાનામાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ ઘરે જઈને જમવાનું બનાવવું પડતું હતું. આવા મુશ્કેલ સમયમાં સ્વિસ પબ્લિક વેલ્ફેર સોસાયટી એ જુલિયસ મેગી ની મદદ લીધી હતી અને મેગી નૂડલ્સ નો જન્મ થયો. જુલિયસે તેમની અટક પરથી આ ઉત્પાદનનું નામ રાખ્યું હતું. તેમનું પૂરું નામ જુલિયસ માયકલ જોહાન્સ મેગી હતુ. વર્ષ ૧૮૯૭ માં મેગી નુડલ્સ નો પ્રથમ પ્રવેશ જર્મનીમાં થયો હતો.
શરૂઆતમાં જુલિયસે પ્રોટીનયુક્ત ભોજન અને રેડીમેઇડ શુપ બનાવ્યું તેમનાં ચિકિત્સક મિત્ર ફ્રીડોલીન સ્યુલેરે તેમને ખૂબ જ મદદ કરી. ૨ મિનીટ માં બનેલી મેગી તેમને ખૂબ જ પસંદ પડી. વર્ષ ૧૯૧૨ સુધીમાં મેગી અમેરિકા અને ફ્રાન્સ સુધી પહોંચી ગઈ પરંતુ આ વર્ષે જુલિયસ મેગી નું નિધન થયું. ત્યાર પછી વર્ષ ૧૯૪૭ માં નેસ્લે એ મેગી ને ખરીદી અને આજે તેની બ્રાન્ડ અને માર્કેટિંગ સાથે મેગી દરેક ઘરનાં રસોડામાં જોવા મળે છે.
મેગી ભારતીય બજારમાં ક્યારે આવી
ભારતીય બજારમાં મેગી નો પ્રવેશ ૩૭ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૪માં થયો. મેગી એ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેને લોકોનો આટલો પ્રેમ મળશે. નેસ્લે ઇન્ડિયા લિમિટેડ એકમાત્ર કંપની છે જે તેને ભારતમાં લાવ્યું. મેગી જે ૨ મિનિટમાં બની જાય છે તે બધાં ને પસંદ આવે છે. વર્ષ ૧૯૪૭ માં મેગી બ્રાન્ડ નેસ્લે નામની સ્વીસ કંપનીમાં ભળી ગઈ. ત્યારથી લઈને આજ સુધી મેગી નેસ્લે ની સૌથી પ્રખ્યાત પ્રોડક્ટ બની રહી છે. મેગી ભારતની સૌથી મૂલ્યવાન બ્રાંડ માંની એક છે. વાસ્તવમાં એક પ્રસિદ્ધ સ્વીસ કંપની નેસ્લેની સહયોગી બ્રાન્ડ છે પરંતુ મોટે ભાગે લોકો નેસ્લે ને જ મૂળ બ્રાન્ડ સમજે છે.
શહેરી ભારતીયોની પસંદ
૮૦ નાં દાયકામાં પહેલી વાર નેસ્લે એ મેગી નૂડલ્સ લોન્ચ કરી. જે શહેરનાં લોકો માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તાનો વિકલ્પ બન્યો. સમયની સાથે લોકોની જીવનશૈલી બદલાવા લાગી વર્ષ ૧૯૯૯ પછી મેગી દરેક ઘરની રસોઈ ની જરૂરીયાત બની ગઈ. કેમકે, તે ફક્ત ૨ મીનીટમાં જ બનાવી શકાય છે.
અન્ય મેગી ઉત્પાદનો
નેસ્લે એ મેગી બ્રાન્ડ સાથે અન્ય ઘણા ઉત્પાદનો પણ લોન્ચ કર્યા. જેમાં શુપ, રોસ્ટ મસાલા, મેગી, કપ્પા મેનીયા, ઈન્સ્ટનટ નૂડલ્સ સામેલ છે. ભારતમાં મેગીનાં ૯૦ ટકા ઉત્પાદનો વિશેષ રૂપથી ભારતની વિવિધ સંસ્કૃતિને ધ્યનમાં લઈને બનાવવામાં આવ્યા છે. જે દુનિયાનાં બાકી હિસ્સાઓમાં ઉપલબ્ધ નથી.