મહાભારત અનુસાર જો તમારા સ્વભાવમાં છે આ દોષો, તો હંમેશા રહેશો દુઃખી

પ્રાચીન ગ્રંથમાં મહા ભારતને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં કૌરવ અનેપાંડવોની કથા છે આ ઉપરાંત તેમાં લાઇફ મેનેજમેન્ટ ની ધણી ટીપ્સ પણ આપવામાં આવી છે. આ ટિપ્સ એટલી પ્રભાવિત છે કે તેને આજ ની લાઈફ સ્ટાઈલમાં પણ અપનાવી શકાય છે. જેમાં વ્યક્તિનાં સ્વભાવ સાથે જોડાયેલ દોષો વિશે જણાવવામાં આવ્યું છે. મહાભારત અનુસાર આ દોષો ને કારણે વ્યક્તિ હંમેશાં દુઃખી રહે છે.
ઇર્ષ્યા
જે વ્યક્તિના મનમાં ઈર્ષ્ય ની ભાવના હોય છે તે જીવનમાં ક્યારેય સુખી રહી શકતો નથી. આ પ્રકારની વ્યક્તિઓ બીજાની પ્રગતિ જોઈ ખુશ થવાને બદલે તેની ઈર્ષ્યા કરે છે. તે બીજાનું સારું જોઈ શકતી નથી બીજાની ખુશીઓ તેનાથી સહન થતી નથી.
નફરત
જે લોકોના મનમાં નફરતની ભાવના હોય છે તે જીવનમાં હમેશા દુખી રહી છે. તેવા લોકો કોઈ સાથે વાત કરવાનું અથવા તો કોઈ સાથે સંબંધ રાખવાનું પસંદ કરતા નથી. તે બીજા ને સુખી જોઈને મનમાં ને મનમાં જ દુઃખી રહે છે.
ક્રોધ
ક્રોધ વ્યક્તિ નો સૌથી મોટો દુશ્મન છે ક્રોધ આવે ત્યારે વ્યક્તિ વિચાર્યા વગર ખોટો નિર્ણય લઈ લે છે. ક્રોધમાં કરવામાં આવેલ કામ માટે પાછળથી પસ્તાવાનું રહે છે. ક્રોધ ના કરને વ્યક્તિ ક્યારેય સુખી રહી શકતી નથી.
અસંતોષ
કેટલાક લોકો એવા છે જેને જીવનમાં ક્યારેય સંતોષ નથી હોતો. એટલું જ નહીં તેને જેટલું મળે તેટલું ઓછું લાગે છે એવા લોકોના મનમાં અસંતોષ ની ભાવના બની રહે છે. તેની પાસે જે ખુશી હોય છે તે તેઓ માણી શકતા નથી અને જે વસ્તુ નથી હોતી તેનાથી દુઃખી રહે છે.
શંકા
જે લોકોના મનમાં શંકા ની ભાવના વધારે હોય છે. ત્યારે તે દુઃખી રહે છે તે ક્યારેય કોઇ પર વિશ્વાસ કરી શકતા નથી તેને સંબંધીઓ મિત્રો સહિત દરેક વ્યક્તિ પર શંકા કરે છે. તેમનો સ્વભાવ તેમનાં દુઃખનું કારણ બને છે તેના કારણે તેનું મગજ શાંત રહેતું નથી.
બીજા પર આધારિત રહેવું
મજબૂરીમાં કોઈ પર આધારિત રહેવું સમજી શકાય છે. પરંતુ આળસ નાં કારણે કે પોતાના સ્વભાવને કારણે હંમેશા બીજા ઉપર આધારિત રહેવું યોગ્ય નથી.આવા લોકો હંમેશા બીજાની નફરત નો શિકાર બને છે. એ લોકો જીવનમાં ક્યારેય સુખી થતા નથી દરેક સુખ માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે.