મહાશિવરાત્રી પર ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂર્ણ

મહાશિવરાત્રી પર ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂર્ણ

મહાશિવરાત્રી નો તહેવાર ભોળાનાથની પૂજા કરવા માટેનો  વિશેષ દિવસ ગણવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ૧૧-૩-૨૦૨૧ નાં આવી રહ્યો છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની કૃષ્ણપક્ષની ચૌદશ નાં દિવસે મહા શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો દરેક પ્રકારનાં ઉપાયો  કરે છે. એવું માનવામાં આવે છે કે, જે ભક્તો મહાશિવરાત્રી નાં દિવસે સાચા મનથી ભગવાન શિવની પૂજા-આરાધના કરેછે તેના પર ભગવાન શિવજીની કૃપા બની રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે મહાશિવરાત્રી નું વિશેષ મહત્ત્વ છે. તમને જણાવી દઈએ કે, મહાશિવરાત્રીનાં શિવ યોગની સાથે ધનિષ્ઠા નક્ષત્ર અને ચંદ્રમાં મકર રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષની દૃષ્ટિએ જોવામાં આવે તો રાશિ અનુસાર ભગવાન શિવ સાથે જોડાયેલ આ ઉપાયો કરવામાં આવે તો તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ રાશિ અનુસાર મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાયો કરવા.

મેષ રાશિ

જે લોકોની મેષ રાશિ છે તેઓએ મહાશિવરાત્રી ભગવાન શિવજી નો ગોળ અને જળથી અભિષેક કરવો. અને દેવોના દેવ મહાદેવને લાલ ચંદન અને કરેણનું ફૂલ ચડાવવું. જો તમે આ ઉપાય કરો છો. તો તેનાથી ભગવાન શિવજી નાં તમારા પર વિશેષ આશીર્વાદ બની રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે દહીં થી ભગવાન શિવજીનો અભિષેક કરવો. અને ભગવાન શિવજીને ચોખા અને સફેદ ચંદન તેમજ સફેદ ફૂલ અર્પણ કરવા તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ મહાશિવરાત્રીના દિવસે શેરડીનાં રસથી શિવજીનો અભિષેક કરવો અને મગની દાળ શિવજીને અર્પણ કરવી. આ ઉપાય કરવાથી ભગવાન શિવજીનાં વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ મહાશિવરાત્રી નાં દિવસે શુદ્ધ ઘીથી શિવજીનો અભિષેક કરવો. અને ચોખા સફેદ આંકડો અને શંખપુષ્પી ચડાવવા. આ ઉપાય કરવાથી શિવજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ગોળ અને જળ થી ભગવાન શિવજીનો અભિષેક કરવો તેની સાથે ગોળ અને ચોખાથી બનેલી ખીરનો ભગવાન શિવજીને પ્રસાદ ધરાવવો. અને મદારનું ફૂલ ચડાવવું. આ ઉપાય કરવાથી ભગવાન શિવજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શેરડીનાં રસથી અભિષેક કરવો. અને સાથે જ પાન અને મગ ચડાવવા. તેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીને સુગંધિત તેલ અને અત્તર ચડાવવું. તેની સાથે જ ભગવાન શિવજી ને દહીં અને શીખંડ નો પ્રસાદ ધરાવવો. સાથે સફેદ ફૂલ અર્પણ કરવા.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીના દિવસે પંચામૃત થી શિવજી નો અભિષેક કરવો. સાથેજ લાલ રંગની મિઠાઈ અને લાલ ફૂલ અર્પણ કરવા.

ધન રાશિ

ધન રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો. સાથે જ કેસર અને ચણાના લોટથી બનેલું મીઠાઈ તેમ જ સૂર્યમુખી નું ફૂલ ભગવાન શિવજીને અર્પણ કરવું.

મકર રાશિ

મકર રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીનો અભિષેક નારિયેળ પાણી કરવો. અને અડદ થી બનેલી મીઠાઈ અને નીલકમલ નું ફૂલ ભગવાન શિવજીને ચડાવવું. આ ઉપાય કરવાથી ભગવાન શિવજી તમારા જીવનની દરેક પરેશાની દૂર કરશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ મહાશિવરાત્રીના તહેવાર પર તલના તેલથી ભગવાન શિવજીનો અભિષેક કરવો. અને અડદ થી બનેલી મીઠાઈ નો ભગવાનને પ્રસાદ ધરાવવો.

મીન રાશિ

જે લોકોની મીન રાશિ છે તેઓએ શિવરાત્રી નાં દિવસે કેસરવાળા દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો. અને દહીં અને ચોખા નો ભગવાનને પ્રસાદ ધરાવો. પીળી સરસોં અને નાગકેસર ભગવાન ને ચડાવવા. આ ઉપાય કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *