મહેશ ભટ્ટે આ અભિનેત્રી દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે મૌન તોડ્યું કહ્યું, બદલો લેવા માટે આ બધું કર્યું છે

મહેશ ભટ્ટે આ અભિનેત્રી દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે મૌન તોડ્યું કહ્યું, બદલો લેવા માટે આ બધું કર્યું છે

અભિનેત્રી લવીના લોધ દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં તેણે કહ્યું છે કે લવીના એ તેનાં ફ્લેટ પર કબ્જો કર્યો હતો. જ્યારે તેને ફ્લેટ ખાલી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી. આથી બદલો લેવા માટે લવીના એ તેમનાં પર ખોટા આક્ષેપો કર્યા છે.ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ  નાં જારી કરેલા સ્ટેટમેન્ટ માં તેમણે વધુમાં જણાવ્યું કે, અભિનેત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. તેઓ આ મામલે કાયદેસર ની કાર્યવાહી કરી ચૂક્યા છે. લવીના નો દાવો છે કે તેમનો પતિ મારો ભત્રીજો છે તે પણ ખોટું છે. તેમનાં કહેવા મુજબ લવીના લોધ અને તેનાં પતિ સુમિત સબરવાલ વચ્ચે લગ્નજીવન  સારુ ચાલતું નહતું અને વર્ષ ૨૦૧૬ થી જ બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Advertisement

સ્ટેટમેન્ટ માં જણાવ્યું છે કે સુમિત અમારી કંપની માં કામ કરેછે.  અને હાલમાં જ તેની સામે ફ્લેટ ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પર લવીના એ કબજો કરેલો છે. આ કાર્યવાહી બાદ લવીના એ અમારા અને અમારા પરિવાર નાં સભ્યો વિરુદ્ધ વ્યક્તિગત સ્ટેટમેન્ટ આપ્યું છે. ભટ્ટ પરિવાર નાં જણાવ્યા મુજબ ફ્લેટ ખાલી કરવાની કાર્યવાહી કર્યા પછી જ લવીના એ આ બધું કર્યું છે. સાથે જ ભટ્ટ પરિવારે પોતાનાં સ્ટેટમેન્ટ માં લવીના વિરુદ્ધ માનહાનિ નો કેસ કરવાની પણ જાણકારી આપી છે. અને અભિનેત્રી નાં આક્ષેપો ને ખોટા ગણાવ્યા છે. આ સિવાય મહેશ ભટ્ટ ની બેને પણ લવીના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને કહ્યું કે લવીના નો પતિ સુમિત તેઓ નો ખૂબ દૂર નો સબંધી છે. વર્ષ ૨૦૧૦ માં તેમનાં લગ્ન થયા ત્યાર થી  જ તેઓ તેમનાં મકાન માં રહે છે.

મહત્વ ની વાત એ છે કે લવીના એ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે ભટ્ટ પરિવાર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. અને તેમને ઇન્ડસ્ટ્રી નાં ડોન કહ્યા હતા. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે  તે તેનાં ભત્રીજા ની પત્ની છે. ભટ્ટ પરિવારે આ બધા આરોપો ને નકારી દીધા છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *