મહિલાઓ માટે આપત્તિજનક લાગતો હતો મીન્ત્રા નો લોગો, કંપની એ તેને બદલી હવે નાખ્યો છે

ઇ-કોમર્સ કંપની મીન્ત્રા એ મહિલાઓ માટે અશોભનીય હોવાની ફરિયાદ ના કારણે પોતાનો લોગો બદલી નાખ્યો છે. મુંબઇની એક મહિલા સામાજિક કાર્યકર્તા એ આરોપ લગાવ્યો છે કે મીન્ત્રા નો લોગો મહિલાઓ માટે અશોભનીય છે. આ વિશે જ્યારે મીન્ત્રા નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપની એ તેની પૃષ્ટિ કરી હતી.કંપનીએ કહ્યું છે કે, તેની વેબસાઇટ અને એપ અને પેકેજિંગ સામગ્રી દરેક જગ્યાએથી આ લોગો બદલી નાખવામાં આવશે.
અવેસ્તા ફાઉન્ડેશનને કરી હતી ફરિયાદ
આ ફરિયાદ નાઝ પટેલે છેલ્લા મહિનામાં મુંબઈ પોલીસની સાયબર સેલ સમક્ષ કરી હતી. પોલીસ સાયબર અપરાધ રશ્મિ કરદીકર અધિકારીએ કહ્યું હતું કે એક ફરિયાદી એ આ બાબતમાં સાયબર પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમે ફરિયાદ બાદ મીન્ત્રા સાથે એક બેઠક કરી કંપની નાં અધિકારી બેઠક માં આવ્યા હતા અને લોગો બદલવા માટે સંમત થયા છે. તેઓએ આ માટે એક ઇમેલ પણ મોકલ્યો હતો.
અવેસ્તા ફાઉન્ડેશને એક ટ્વીટ માં પણ કહ્યું છે કે, અમારી સંસ્થાએ પ્રસંશનીય કાર્ય કર્યું છે. તેમણે એવું કાર્ય કર્યું છે કે જે સ્પષ્ટ રૂપથી અસંભવ લાગતું હતું. તમારા સમર્થન માટે ધન્યવાદ. લાખો મહિલાઓ ની ચિંતા દૂર કરીને ભાવનાઓનું સન્માન કરવા માટે મીન્ત્રા ને સલામ.જો કે, આ બાબતમાં નેટ પ્રયોગકર્તાઓ એ મિશ્રિત પ્રતિક્રિયા આપી હતી કેટલાક લોકોએ કંપની એ લીધેલ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જ્યારે ઘણા લોકો એ કંપની નાં નિર્ણયને નકાર્યો હતો. ફ્લિપકાર્ડ સમૂહ ની કંપની મીન્ત્રા દેશની સૌથી મોટી ફેશનની રિટેલરો માંની એક છે.