મહિલાઓને લિફ્ટ આપતા પહેલાં થઈ જાવ સાવધાન, જરૂર જાણો આ વાતો વિશે

ઘણીવાર જોવામાં આવે છે કે લોકોની ગાડી ખરાબ થઈ જવાના કારણે કે ચાલીને જતા હોવાના કારણે લિફ્ટ લે છે. જો કે અજાણ્યા લોકોને લિફ્ટ આપતા પહેલા થોડું વિચારવું જોઈએ. લિફ્ટ આપવાથી ધણી વખત તમે મુશ્કેલી માં મૂકાવ છો. આજ કારણે લોકો લિફ્ટ આપતા નથી. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેને લોકો ને લીફ્ટ દેવાની આદત હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિફ્ટ માંગે તો કોઈ ક્યારેય પણ ના કહેતું નથી. પરંતુ ઘણીવાર છોકરીઓને લિફ્ટ આપવી ખૂબ જ મોંઘુ પડી જાય છે.
લિફ્ટ આપનાર ને માર પડ્યો
થોડાં સમય પહેલાં જ બની છે આ ધટના જેમાં એક સરકારી કર્મચારી ને રસ્તા ઉપર બીમાર મહિલાને લિફ્ટ આપવાનું ખૂબ જ મોંઘું પડયું.તે વ્યક્તિ એવું પોતાના સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેની સાથે આવું પણ થઈ શકે. લિફ્ટ આપનાર વ્યક્તિને પહેલી મહિલા અને તેનાં બે મિત્રોએ સાથે મળી અને લૂંટ કરી. લૂંટ કરવા છતાં પણ તેઓએ તે વ્યક્તિને ખૂબજ માર્યો. જોકે, પોલીસે તે સ્ત્રી અને તેના મિત્રોને ગિરફ્તાર કરી લીધા છે. અને ઘાયલ વ્યક્તિ ને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીમારીન નાં બહાને
રાજપુર કોલોની માં રહેતા ગુરુદેવ સિંહે જણાવ્યું કે તે પોતાની સ્કુટી લઈને તેઓ ઘરે જઈ રહ્યા હતા. તે સમય દરમ્યાન રસ્તામાં એક મહિલાએ તેને ઉભા રહેવાનો ઈશારો કર્યો. મહિલાની સાથે એક પુરુષ પણ હતો. પહેલા પુરુષે કહ્યું કે, તેમની પત્ની બીમાર છે શું તેથી તેઓને ઘર સુધી છોડી શકશો. જ્યારે તેઓંને ઘરે છોડવા ગયા. ત્યારે તેના રૂમમાં પહેલેથી જ એક વ્યક્તિ બેઠેલો હતો. ત્રણેય જણાએ મળી ને તેને ખૂબ માર માર્યો.
બ્લેકમેલ કરતા ૫૦૦૦૦ રૂપિયા ની માંગ
આ સમય દરમિયાન ગુરૂદેવ ની લાઈસન્સ વાળી રિવોલ્વર પણ નીચે પડી ગઈ ત્યારબાદ તેઓને કોઈ વાતનો ડર ન રહ્યો એ ત્રણેય લોકોએ મળીને ૬000 રૂપિયા અને વીટી લઈ લીધા. મહિલાએ જબરજસ્તી તેની સાથે ફોટો પડાવી અને તેને બ્લેકમેલ કરતા ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી. ત્યાંથી છૂટીને તરત જ ગુરુદેવ સિંહ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુરુદેવ સિંહે એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો.