સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કાંઈ મળતું નથી એક કહેવત તો તમે સાંભળી જ હશે. એવું જ કંઈક થયું હતું બોલિવૂડની આ સુંદર અભિનેત્રી મહિમા ચૌધરી સાથે મહિમા પોતાના કેરિયરમાં ખૂબ જ સફળતા મેળવી રહ્યા હતા. તેમની પાસે ઘણી ફિલ્મો હતી. પરંતુ અચાનક કંઈક એવું થયું કે, તેનું સ્ટારડમ રાતોરાત ખતમ થઈ ગયું. ભાગ્ય એ તેને એવી પછડાટ આપી કે, તે તેમને આજ સુધી યાદ છે. મહિમાએ શાહરુખ ખાન સાથે ફિલ્મ પરદેશ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ કર્યા બાદ તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. તે સમય દરમિયાન તેમની સાથે એક્સિડન્ટ થયું હતું. એક કાર એકસીડન્ટ માં તેની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. એક્સિડન્ટ બાદ તેમના ચહેરા પર ઘણા ધાવ આવ્યા હતા. તેમણે ઘણા દિવસો સુધી ફિલ્મોમાંથી બ્રેક પણ લેવો પડ્યો હતો. ત્યારબાદ મહિમાએ કમબેક કર્યો અને તે સફળ પણ રહ્યા.
જોકે મહિમાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની જિંદગી સાથે જોડાયેલ એક વાત કહી હતી. જેમાં તેમના પતિ સાથેના ડિવોર્સ, મિસકેરેજ અને દીકરીની કસ્ટડી વગેરેનો ખુલાસો કર્યો હતો. તેની સાથે જ તેઓએ એ પણ જણાવ્યું હતું કે, ‘દિલ ક્યા કરે’ નાં ડાયરેક્ટર એ અજય દેવગણની સાથે તેમના અફેરની વાત ઉડાવી હતી. મહિમાએ ૨૦૦૬ માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઇન્ટરવ્યુંમાં મહિમા એ પોતાના લગ્ન લગ્ન તુટવા પાછળના ઘણા કારણો જવાબદાર ગણાવ્યા હતા. તેમના પતિ સાથે તેને બનતું ન હતું. ત્યારબાદ તેમને બે વાર મિસ કેરેજ નો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘હું અંદરથી ખુશ નહોતી’ તેના કારણે મારી સાથે આવું થયું હતું. મારી સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં મારી માં અને મારી બહેન હતા. બંનેએ મારો ખૂબ જ સાથ આપ્યો હતો. જ્યારે પણ હું બહાર જતી હતી ત્યારે મારી દીકરીને મારી માં પાસે ઘરે છોડીને જતી હતી. તે તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી.
આગળ જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયે તેમના પતિએ તેનો બિલકુલ સાથ આપ્યો નહતો. તેમની માં ને પાર્કીસ્ન હતું જ્યારે મને વાતની ખબર પડી ત્યારે હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. નાની-નાની વાતો પર રડવા લાગતી હતી. પોતાના પતિ વિશે વાત કરતા કહ્યું હતું કે, જ્યારે તે બહાર જતા હતા ત્યારે તે આવતા હતા ને કહેતા કે મારી દીકરીને લઈને જઈ રહ્યો છું. મુંબઈમાં રહેવા છતાં પણ તે જોવા આવતાં નહતા ત્યારબાદ મને આ સંબંધથી પરેશાન જોઈએ ને મારી મિત્રે કહ્યું કે કોર્ટમાં જાઓ અને આ બધી વસ્તુઓ ને બંધ કરી દો. ત્યારબાદ અમે અલગ થઈ ગયા.
તમને જણાવી દઈએ કે, ૧૯૯૯માં ફિલ્મ ‘દિલ ક્યા કરે’ ની શૂટિંગ દરમિયાન મહિમા એક એક્સિડન્ટમાં નો શિકાર થઇ ગયા હતા. જ્યારે મહિમા પોતાના શૂટ માટે જઈ રહ્યા હતા. ત્યારે દૂધ નાં એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. તેની કાર પૂરી રીતે તૂટી ગઈ હતી. એક્સિડન્ટ માં મહિમા નો ચહેરો ખૂબ જ ખરાબ થઈ ચૂક્યો હતો. મહિમા એ જણાવ્યું હતું કે, આ એક્સિડન્ટમાં ફક્ત તેમની માતા અને અજય દેવગણ જ તેમને મળવા આવ્યા હતા. મહિમા એ આગળ જણાવ્યું હતું કે જ્યારે મારા ચહેરાની સર્જરી થઈ ત્યારે કાચના ૬૭ ટૂકડા નીકળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અજય દેવગણ ની સાથે અફેરની અફવા ને કારણે તેની પર્સનલ લાઇફમાં નુકસાન થયું હતું. જ્યારે અજયે તેમની મદદ કરી હતી. મહિમાએ બોલિવૂડમાં પરદેશ ફિલ્મ બાદ દિલ ક્યા કરે, ધડકન, કુરુક્ષેત્ર અને બાગબન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.