મહિનાની કઈ તારીખે અને કયા વારે કરવી જોઈએ બાળકની નામકરણ વિધિ, જાણો તેની સાથે જોડાયેલા નિયમો

મહિનાની કઈ તારીખે અને કયા વારે કરવી જોઈએ બાળકની નામકરણ વિધિ, જાણો તેની સાથે જોડાયેલા નિયમો

નામ કોઈપણ વ્યક્તિની ઓળખ હોય છે. નામ વ્યક્તિ નાં જન્મથી જન્મથી લઇને મૃત્યુ બાદ પણ તેમની ઓળખ બની રહે છે. હિન્દુ ધર્મમાં નામ એમજ રાખવામાં આવતા નથી. તેની પાછળ એક જ્યોતિષ પ્રક્રિયા હોય છે તેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે છે. નામકરણ સંસ્કાર તમારે ક્યારે અને કઈ રીતે કરવું જોઈએ. તેને લઈને હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણી વાતો જણાવવામાં આવી છે. આજે અમે તમને તેનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ક્યારે નામકરણ ન કરવું જોઈએ

હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર આપણે આ તિથી જેમકે આઠમ, અમાસ, ચોથ, ચૌદશ, પૂનમ અને નોમ નાંનામકરણ વિધિ કરવું જોઈએ નહીં.

નામકરણ કરવા માટેની શુભતિથિ

ઉપર જણાવેલી તિથી છોડી ૧,૨,૩,૫,૬,૭,૧૦,૧૧,૧૨ અને ૧૩ તારીખે બાળકનું નામકરણ કરવું શુભ ગણવામાં આવે છે. આ તારીખો પર ઉપર બતાવેલી તિથી જો આવતી હોયતો તે તારીખમાં નામકરણ કરવું જોઈએ નહીં.

નામકરણ માટે નો શુભ દિવસ

ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર ને શુભ ગ્રહ માનવામાં આવે છે. એવામાં આ ગ્રહો નાં વાર પર બાળકનું નામકરણ કરવું જોઈએ. એવામાં જો તમે બાળકનાં જન્મ નાં અગિયારમા કે બારમા દિવસે નામકરણ કરો છો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

નામકરણ નાં અન્ય નિયમો

  • નક્ષત્રો નાં ચરણ મુજબ જે પણ નામનો અક્ષર નીકળે તેના આધારે બાળકનું નામ રાખવું જોઇએ. તેની સાથે જ કુળનાં દેવી દેવતા નાં નામ પર પણ બાળકોનું નામ રાખવું શુભ ગણવામાં આવે છે.
  • બાળકોનું નામ બે-ચાર છ અક્ષરનું રાખવું. શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો તમારા બાળક ને યશ અને માન પ્રતિષ્ઠા આપવા ઈચ્છતા હોવ તો તેનું બે અક્ષર વાળુ નામ રાખવું જોઈએ. તેમજ બ્રહ્મચર્ય અને તપની પૃષ્ટિ ઈચ્છતા લોકોએ બાળક નું નામ ચાર અક્ષર નું રાખવું જોઈએ.

  • જો તમે દીકરાનું નામકરણ કરી રહ્યા છો તો વિષમ અક્ષર પર જેમ કે, ત્રણ પાંચ સાત અક્ષરનાં નામ ન રાખવા. તેમજ દીકરી નું નામ ૩,૫ જેવા વિષમ અક્ષરો પર રાખવું શુભ ગણાય છે. કન્યા નાં નામ કોમળ, સુમધુર, મનોહર, માંગલિક અને ધાર્મિક હોય તો વધારે શુભ ગણવામાં આવે છે.
  • નક્ષત્ર, નદી, વૃક્ષ, પક્ષી, સર્પ અને સેવક સંબંધી અને ભયંકર નામ રાખવાથી બચવું જોઈએ.
  • નામ આવવું રાખવું જોઈએ જે બોલવામાં સૌમ્ય, મધુર, અને કોમળ હોય. આ નિયમ ઘર-પરિવારમાં બોલવામાં આવતા નામ પર પણ લાગુ પડે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *