મકર રાશિમાં એકસાથે બિરાજમાન થયા ગુરુ અને શનિ, આ રાશિના જાતકો ને મળશે મોટી ખુશખબરી

બૃહસ્પતિ ગ્રહ એ મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે. આ રાશિમાં પહેલેથી જ શનિ ગ્રહ બિરાજમાન હતો. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે ગુરુ નીચ રાશિ ગત થઇ જાય છે. પરંતુ શનિ પણ આ સમયે મકર રાશિમાં છે તેથી તેનો નીચ ભંગ થઈ જાય છે. પંડિતો અનુસાર બ્રહસ્પતિ અને શનિ એક જ રાશિમાં હોવાથી તેની અસર ઘણી રાશિઓ પર પડશે. ઘણી રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. કઇ રાશિ પર બૃહસ્પતિ અને શનિ નું મિલન શ્રેષ્ઠ રહેશે. ચાલો જાણીએ તે રાશીઓના નામ
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો પર આ યોગ ની શુભ અસર પડશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રૂચિ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. વિદેશયાત્રા નો સંયોગ બની રહ્યો છે. વેપારીઓને લાભ થશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
ગુરુ અને શનિ ની આ યુતિ નાં કારણે મિથુન રાશિના લોકોની તંદુરસ્તી પર થોડી ખરાબ અસર પડી શકે છે. પરંતુ આર્થિક દ્રષ્ટિએ ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને સાંધામાં દુખાવો કે ગેસ ,હૃદય અને પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ થઈ શકે છે. સાથે જ ધન પ્રાપ્તિ નાં નવા માર્ગો ખુલશે. આ રીતે આ યોગની અસર મિથુન રાશિના જાતકો પર મિશ્રિત રહેશે.
કર્ક રાશિ
રાશિના સાતમા ભાવમાં ગુરૂ અને શનિની યુતિ ફળદાયક સાબિત થશે. વિવાહ સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારી લોકોને ધનલાભ થશે. અને તે જે પણ કાર્ય શરૂ કરશે તેમાં તેમને સફળતા અવશ્ય મળશે.
સિંહ રાશિ
ગુરુ અને શનિ શત્રુ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવું થવાથી શત્રુઓ વધશે અને તેનો નાશ પણ થશે. દરેક કાર્ય સારી રીતે પૂરું થઈ શકશે. અને ભૂતકાળમાં બગડેલા કાર્યો અત્યારે સુધરી શકશે.
કન્યા રાશિ
આ રાશિના જે લોકોને લગ્ન સંબંધિત પરેશાની આવી રહી હતી તે દૂર થશે. અને તેમના લગ્ન જલ્દીથી થઈ શકશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. અને બધા કાર્યમાં સફળતા મળશે નોકરી અને વ્યાપારમાં પ્રગતિ થશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને તીર્થયાત્રા પર જવાની તક મળી શકે છે. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. કાર્ય આપમેળે પૂર્ણ થશે. જીવનસાથી પ્રત્યે પ્રેમ વધશે. કેટલાક કારણોસર માનસિક તણાવ થઈ શકે છે.