મકરસંક્રાંતિ ને શા માટે કહેવામાં આવે છે, તલ સંક્રાંતિ જાણો તેની પાછળનો ઇતિહાસ

સનાતન ધર્મમાં મકરસંક્રાંતિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જે દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ ને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નો તહેવાર પૂરા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં આ તહેવાર આ વર્ષે ૧૪ જાન્યુઆરી નાં છે. અને આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે.આ વખતે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે ત્યાં પાંચ ગ્રહોનો સંયોગ બને છે જેમાં સૂર્ય, બુધ, ગુરુ, ચંદ્ર અને શનિ પણ સામેલ છે. આ વખતે મકર સંક્રાંતિ નાં ધણા વિશેષ યોગ બની રહ્યા છે. જેના કારણે આ વર્ષે આ તહેવાર ખૂબ જ વધારે શુભ ગણવામાં આવે છે.
મકરસંક્રાંતિ ને તલ સંક્રાંતિ શા માટે કહેવામાં આવે છે તેની પાછળની કથા
હિંદુ સનાતન ધર્મ શાસ્ત્રો અનુસાર મકરસંક્રાંતિ ને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. પરંતુ એવામાં તેના વિશે સૌથી પહેલા શ્રીમદ ભાગવત અને દેવી પુરાણમાં આ વાતો જણાવવામાં આવી છે તે અનુસાર શનિ મહારાજ તેમનાં પિતા સૂર્ય દેવ ને નફરત કરતા હતા. જણાવી દઈએ કે, શનિદેવ ભગવાન સૂર્યના પહેલી પત્ની છાયા નાં પુત્ર છે. એકવાર ભગવાન સૂર્ય દેવે પોતાની પહેલી પત્ની છાયા ને પોતાની બીજી પત્ની નાં પુત્ર યમરાજ ની સાથે ભેદભાવ કરતા પકડયા. તે વાતથી નારાજ થઈને ભગવાન સૂર્ય દેવે પોતાની પત્ની છાયા અને પુત્ર શનિદેવને તે પોતાનાથી અલગ કરી દીધા. આ વાતથી દુઃખી થઈને શનિદેવે અને છાયાએ સૂર્યદેવને શ્રાપ આપ્યો કે, સૂર્યદેવ કુષ્ટ રોગથી પીડિત થશે.સૂર્ય દેવ ને કુષ્ટ રોગ થી પીડિત જોઈને પુત્ર યમરાજ ખૂબ જ દુઃખી થયાં અને તેઓએ પોતાના પિતા ને બીમારીથી છુટકારો અપાવવા માટે ઘોર તપસ્યા કરી.
ત્યાંજ સૂર્યદેવે ક્રોધ વશ થઇ ને શનિ મહારાજ નાં ઘર ને સળગાવી દીધુ. શનિદેવ અને તેમના માતા છાયા ને તેનાથી ખૂબ જ કષ્ટ થયુ. ત્યાર બાદ પોતાની માતા અને ભાઈ નું કષ્ટ જોઈને તેના કલ્યાણ માટે યમરાજે સૂર્યદેવ ને સમજાવ્યા યમરાજ ની વાત સમજીને સૂર્ય દિવસ શનિદેવ નાં ઘરે કુંભ પહોંચીયા. ત્યાં જોયું તો બધું જ બળી ગયું હતું. એવામાં પોતાના પિતાનાં આગમનથી શનિદેવ એ ફક્ત કાળા તલથી તેમની પૂજા કરી. અને તેનાથી ખુશ થઈને સૂર્ય દેવે શનિ દેવ ને આશીર્વાદ આપ્યા કે, શનિ દેવ નું બીજું ઘર મકર હશે. અને ત્યાં મારા આવવાથી તે સ્થાન ધન ધાન્ય થી ભરાઈ જ.શે એવામાં તલ નાં કારણે શનિ મહારાજને તેમનો વૈભવ પ્રાપ્ત થયો. આજ કારણ છે કે, મકરસંક્રાંતિ નાં દિવસે અને સૂર્યદેવ અને શનિદેવની તલ થી પૂજા કરવામાં આવે છે. આ જ કારણે મકરસંક્રાંતિને તલ સંક્રાંતિ નાં નામથી પણ ઓળખવામાં આવે છે.