મકરસંક્રાંતિ જાણો આ દિવસે કેમ ઉડાડવામાં આવે છે પતંગ, ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ છે ઈતિહાસ

મકરસંક્રાંતિ નાં દિવસે દેશનાં અનેક શહેરોમાં પતંગ ઉડાડવાની પરંપરા છે. આ પરંપરા નાં કારણે મકરસંક્રાંતિ ને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે બજારોને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવે છે. બધા લોકો છત પર જાય છે અને રંગબેરંગી પતંગ ઉડાડે છે.મકરસંક્રાંતિ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. મકરસંક્રાંતિ નાં દિવસે સૂર્ય ઉતરાયણ થાય છે. પરંપરા અનુસાર આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એ સાથે બધા શુભ કાર્ય શરૂ થાય છે. લગ્ન થી લઈને પૂજાપાઠ સુધીનાં બધા મંગલકારી કર્યો મકરસંક્રાંતિ નાં દિવસથી શરૂ થઈ જાય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. ૧૪ જાન્યુઆરી એ ઉજવવામાં આવતો મકરસંક્રાંતિનો તહેવાર ખુબજ મહત્વ નો હોય છે.
જ્યાં આ મંગલકારી કર્યો શરૂ થાય છે ત્યાં મકરસંક્રાંતિ પર આખું આકાશ રંગબેરંગી પતંગોથી જોવા મળે છે અને જાણે આકાશે રંગબેરંગી પતંગ ની ઓઢણી ઓઢી લીધી હોય તે રીતે આખું આકાશ એકદમ સુંદર દેખાય છે. આ દિવસે ઘણા શહેરોમાં તો દુકાનો અને ઓફિસોમાં રજા હોય છે અને ઘરનાં બધા લોકો બાળકો થી લઈને વડીલો સાથે મળી છત પર જાય છે અને પતંગ ઉડાડે છે અને મકરસંક્રાંતિ નો તહેવાર સાથે મળીને ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવે છે. લોકો જમવાનું પણ છત પર જ લઈને જાય છે અને આડોશી-પાડોશી અને મિત્રો સાથે મળીને જમે છે અને પતંગ ઉડાડે છે.
મકરસંક્રાંતિ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે
મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવા નું ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાની પરંપરા ભગવાન શ્રીરામનાં સમયમાં શરૂ થઇ હતી. તામીલનાડુ નાં તન્દનાનરામાયણ અનુસાર મકરસંક્રાંતિ નાં દિવસે જ ભગવાન શ્રીરામે પતંગ ઉડાડી હતી અને આ પતંગ ઇન્દ્રલોક માં ગઈ હતી. ભગવાન શ્રીરામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ ચગાવે છે.