મકરસંક્રાંતિ પર આ ૨ રાશિનાં લોકોના ભાગ્યનો ઉદય થશે જાણો તમારી રાશિ નો તો સમાવેશ નથી ને

મકરસંક્રાંતિ પર આ ૨ રાશિનાં લોકોના ભાગ્યનો ઉદય થશે જાણો તમારી રાશિ નો તો  સમાવેશ નથી ને

વર્ષ ૨૦૨૧ સૂર્યનું પહેલીવાર ગોચર થવાનું છે. ૧૪ જાન્યુઆરી નાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ની રાશિ પરિવર્તન ની આ ઘટના ને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ ૨૦૨૧ માં મકરસંક્રાંતિ નાં આ ૨ રાશિઓને માટે ખૂબ જ ખાસ રહેશે. તો ચાલો જાણીએ કઇ રાશિના જાતકો પર મકર સંક્રાંતિ નો વધારે પ્રભાવ પડશે.

મેષ રાશિ

આ વખતે મકરસંક્રાંતિ નો આ રાશિના જાતકો પર સારો પ્રભાવ રહેશે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. તમારા જીવન સાથી તમારાથી ખુશ રહેશે. કોઈપણ નવી પરિયોજના પર કામ કરવાનું શરૂ કરી શકશો. તમારી નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમય સારો છે. આ સમય દરમ્યાન સૂર્ય ની શનિ માં યુતિ થશે એવામાં તમારા પિતા નાં વિચારો સાથે મતભેદ થઇ શકશે.

વૃષભ રાશિ

આ રાશિના લોકો માટે મકરસંક્રાંતિનું મિશ્રિત પરિણામ રહેશે. તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. કેટલીક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે વેપાર નાં કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી યાત્રા પર જવાથી ફાયદો થશે. અધિક ધન ખર્ચ થશે. રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના આઠમાં ભાવમાં સૂર્ય નું ગોચર થશે તેથી ઇચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર રહેશે. આ સમય દરમિયાન તમને આર્થિક તંગી રહી શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડ ચીડાપણું રહેશે. વિવાહિત લોકોને તેના સાસરા પક્ષ તરફથી મદદ પ્રાપ્ત થઇ શકશે.

કર્ક રાશિ

કર્ક રાશિમાં સાતમાં ભાવમાં ગોચર થશે તમારા જીવનમાં પરેશાનીઓ પહેલા કરતા વધશે. લગ્ન માટે યોજના બનાવી રહ્યાં હોય તો તેના માટે લાંબો સમય સુધી રાહ જોવી પડશે ખર્ચમાં વૃદ્ધિ થશે કાર્ય ક્ષેત્રમાં પ્રમોશન મળી શકશે.

સિંહ રાશિ

આ રાશિના સ્વામી સંયમ સૂર્ય છે  આ રાશી ના છઠા ભાવમાં સૂર્ય નું ગોચર થશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય સારો રહેશે. ધન પ્રાપ્તિ નાં સારા યોગ બની રહ્યા છે. નોકરી કરનાર લોકોને કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને પ્રશંસા પ્રાપ્ત થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

સૂર્યના ગોચર થી કન્યા રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થશે. ઈચ્છા ન હોવા છતાં પણ યાત્રા પર જવાનું આયોજન થશે. ભવિષ્યની ચિંતા તમને પરેશાન કરી શકશે સંતાનની સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે છે જેનાથી તમને માનસિક તણાવ રહેશે. પાર્ટનર તરફથી કોઈ ઉપહાર ની પ્રાપ્તિ થઇ શકે છે.

તુલા રાશિ

આ રાશિના ચોથા ભાવમાં ગોચર કરશે જેથી માતા નું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. આર્થિક બાબતો માં સુધારો આવશે. ઘરે મહેમાન નું આગમન થઈ શકે છે. આ સમય દરમિયાન જમીન મકાનની ખરીદી અથવા વેચાણ કરી શકો છો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ

મકરસંક્રાંતિ એટલે કે સૂર્ય વૃશ્ચિક રાશિ માં ત્રીજા ભાવમાં રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સારું પરિણામ પ્રાપ્ત થશે. જો કે શત્રુ આ સમય દરમિયાન સક્રિય રહેશે પરંતુ સાવધાની થી તમારા શત્રુઓને પરાજિત કરી શકશો. લાંબી યાત્રા કરવાથી બચવું. નજીક નાં સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

ધન રાશિ

આ રાશિના બીજા ભાવમાં સૂર્યનું ગોચર થશે આર્થિક દ્રષ્ટિએ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. કારણકે તમારી રાશિમાં ધન યોગનું નિર્માણ થઇ રહ્યું છે આ સમય માં ખર્ચ માં પણ વૃદ્ધિ થશે. એવામાં રોકાણ કરવાથી તમને અતિ લાભકારી સિદ્ધ થશે.

મકર રાશિ

સૂર્ય નું ગોચર મકરરાશિમાં જ થવા જઈ રહ્યું છે એવામાં તમને તમારા માટે સૂર્યનું ગોચર  ખૂબ જ ખાસ રહેશે તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડશે કાર્યક્ષેત્રમાં નવા પડકારોનો સામનો કરવો પડશે. આ સમય દરમ્યાન તમે નોકરી બદલવાનો મુશ્કેલ  નિર્ણય લઈ શકો છો. વેપાર સાથે જોડાયેલ જાતકો માટે શુભ રહેશે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. જે લોકો નવા વિષય પર અધ્યન શરૂ કરવા ઈચ્છતા હોય તેવા લોકો માટે ગોચર નો સમય ખૂબ જ ઉત્તમ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે આ ગોચર બારમા ભાવમાં થવાનું છે. બારમો ભાવ ખર્ચ નો ભાવ છે. એવામાં તમારા ખર્ચાઓ માં વધારો થશે. સાથે જ નવા પડકારો નો સામનો કરવો પડશે  તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ યોજના ને થોડા દિવસ માટે ટાળવી ધ્યાન રાખવું કે કોઈપણ પ્રકારની કાનૂની ગતિવિધિઓ કે કાનૂની નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ગંભીર રહેવું.

મીન રાશિ

અગિયારમાં ભાવમાં સૂર્ય નું ગોચર થશે. તે તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમને આ સમય દરમિયાન સફળતા પણ પ્રાપ્ત થશે. વેપારી લોકોને ફાયદો થશે. તમારા અધુરા કાર્યો પૂર્ણ થશે,. લક્ષ્ય ની પ્રાપ્તિ કરી શકશો. મીન રાશિ માં બીજા ઘણા ગ્રહોની ઉપસ્થિતિ છે જેનાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *