મંદિરની બહાર દુકાન ચલાવે છે આ સીએમ ની બહેન, પ્રસાદ અને ચા વહેંચી ને ચલાવે છે પોતાનું ગુજરાન

યુપી નાં સીએમ યોગી આદિત્યનાથ ખૂબ જ સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો પરિવાર ઉત્તરાખંડમાં રહે છે અને સામાન્ય લોકોની જેમ જીવન પસાર કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, સીએમ યોગી આદિત્યનાથ ની એક બહેન ચા વહેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સીએમ ની બહેન હોવા છતાં પણ તે એક સાધારણ વ્યક્તિની જેમ પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવા માટે આ કામ કરે છે.સીએમ યોગી આદિત્યનાથ ની બહેન નું નામ શશિ દેવી છે. જે પોતાના પરિવાર સાથે પોંડી નાં કોઠાર ગામ માં રહે છે. લગ્ન બાદ થી જ શશિ દેવી ત્યાં રહે છે અને ઋષિકેશમાં ચાની દુકાન ચલાવે છે. આ દુકાન માંથી કમાયેલ રકમથી તે પોતાનું ઘર ચલાવે છે.
શશિ દેવી નાં કહેવા મુજબ તેમની કુલ બે દુકાનો છે. એક દુકાન ઋષિકેશમાં નીલકંઠ મંદિર પાસે જ્યાં તે ચા વહેચે છે. બીજી દુકાન ભુવનેશ્વરી મંદિર પાસે છે આ દુકાનમાં તે ચા, પકોડા અને પ્રસાદ વેચવાનું કામ કરે છે. શશી દેવી અનુસાર તેમનું સાસરુ ઋષિકેશમાં છે. તેમના પતિ પૂરણ સિંહ પ્યાલ નાં પૂર્વ ગ્રામ પ્રધાન પણ રહી ચુક્યા છે. તેની સાથે જ નીલકંઠ મંદિર પાસે તેમની એક લોજ પણ છે જે ખૂબજ સારી ચાલે છે. તેમના ભાઈ યોગી આદિત્યનાથ વિશે વાત કરતાં જણાવે છે કે, તે પોતાના ભાઇને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેને મળવાનું થતું નથી. જ્યારે તેમને તેમને ખબર પડી કે, તેમના ભાઈ યોગી સીએમ બની ગયા છે ત્યારે તે દરેક સાધુ માં પોતાના ભાઈને જોતા હતા. શ્શી દેવીનું કહેવાનું છે કે, પોતાના ભાઈ ને કે તે ઉત્તરાખંડ ની ભલાઈ ઈચ્છે છે. તેમના ભાઈ તેના માટે કંઈ કરે કે ના કરે પરંતુ પહાડની જનતા માટે કંઈક સારું જરૂર કરે.
શશિ દેવીએ જણાવ્યું છે કે, જ્યારે તે નાના હતા ત્યારે તેમના ભાઈ યોગી ને સ્કૂલ લઈને જતા હતા અને સ્કૂલેથી તેજ પરત લાવતા હતા. રક્ષાબંધન પર જ્યારે તે યોગીને રાખડી બાંધતા હતા ત્યારે કહેતા હતા કે, અત્યારે મારી પાસે તને દેવા માટે કંઈ નથી પરંતુ જ્યારે હું કામ કરીશ ત્યારે જરૂર તને ઉપહાર આપીશ. તમને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથ નો પૂરો પરિવાર ઉત્તરાખંડમાં રહે છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ વિષ્ટ હતું જે એક ફોરેસ્ટ રેજર હતા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ માં તેમના પિતાનું મૃત્યુ થયું હતું. તેમની માતાનું નામ સાવીત્રી દેવી છે. તે કુલ સાત ભાઈ-બહેન છે. તેનાથી મોટી ત્રણ બહેનો અને એક ભાઈ છે. જ્યારે બે ભાઈઓ નાના છે.