મંગળવાર નાં દિવસે ભૂલીને પણ ના કરો આ કામ, કરવો પડશે મુશ્કેલીઓ નો સામનો

હનુમાનજી ની પૂજા કરવાથી જીવનમાં દરેક દુઃખનો નાશ થાય છે. અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજી ની પૂજા માટે મંગળવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ હનુમાનજી સાથે જોડાયેલો છે. તેથી હનુમાનજી સાથે જોડાયેલ પાઠ કરવાથી જીવનમાં સફળતા જરૂર મળે છે. આ જ કારણે લોકો મંગળવાર નાં દિવસે હનુમાનજી નું પૂજન કરે છે અને તેમનું વ્રત રાખે છે.મંગળવાર નાં દિવસે હનુમાનજી ની પૂજા કરવાનાં થોડા એવા નિયમો છે અને તેનું પાલન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર હનુમાનજી ની પૂજા સાંજનાં સમયે કરવી જોઈએ. તેમની પૂજા કરતી વખતે સાફ વસ્ત્ર પહેરવા અને તેમને પ્રસાદ માં બુંદી જરૂરથી ચડાવવી જોઈએ. જો આ વાતોનું ખાસ ધ્યાન રાખી હનુમાનજી ની પૂજા કરવામાં આવે તો પૂજા ચોક્કસ સફળ થાય છે.
મંગળવાર નાં દિવસે આ કાર્ય કરવું શુભ ગણાય છે
મંગળવાર નાં દિવસે હનુમાનજી ની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય અને જે લોકોને જીવનમાં શનિ ગ્રહને કારણે પરેશાની આવી રહી હોય. તેઓ આ દિવસે હનુમાનજી ની પૂજા કરે અને તેમનું વ્રત કરે. મંગળવાર નાં દિવસે વ્રત કરવાથી મંગળ અને શનિ ગ્રહ શાંત થાય છે. શસ્ત્ર અભ્યાસ માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. તેથી કોઈપણ શસ્ત્ર અભ્યાસ ની શરૂઆત કરવા માટે આ દિવસ ઉત્તમ છે મંગળવાર નાં દિવસે હનુમાનજીનું પૂજન કરવું ત્યાર બાદ શસ્ર અભ્યાસ કરવાથી હનુમાન બળ અને શક્તિ પ્રદાન કરે છે. આ દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડ નાં પાઠ કરવા ખૂબ શુભ રહે છે. એવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવાર નાં દિવસે સાંજનાં સમયે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને ત્યાર બાદ તેની સંકળાયેલા પાઠ હનુમાન ચાલીસા કે સુંદરકાંડ નાં પાઠ કરવા. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજી સાથે જોડાયેલ પાઠ સાંજનાં સાત વાગ્યા બાદ કરવા.
કોઇ પ્રકારનો ભય હોય તો હનુમાનજી નું પૂજન કરવું. અને મંગળવાર નાં દિવસે પ્રસાદમાં બુંદી વહેંચવી. તમારે દક્ષિણ, પૂર્વ, કે અગ્નિ દિશાની યાત્રા કરવી હોય તો આ યાત્રા મંગળવાર નાં દિવસે કરવી આ દિવસે આ દિશાઓમાં યાત્રા કરવાથી યાત્રા સફળ રહે છે. કોઈ પાસેથી કરજ લેવા માટે આ દિવસ ઉત્તમ દિવસ ગણાય છે. એમ કહેવાય છે કે, આ દિવસે લીધેલું કરજ જલ્દી થી ઉતરી જાય છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું.
મંગળવાર નાં દિવસે આ કાર્ય ન કરવા
મંગળવાર નાં દિવસે નીમક અને ઘી નું સેવન ન કરવું. મંગળવાર નાં લાલ રંગની વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ. કારણ કે તે દિવસે લાલ રંગની વસ્તુ ખરીદવાથી મંગળ ગ્રહ ભારી થઈ શકે છે. મંગળવાર નાં દિવસે ભૂલીને પણ શરાબનું સેવન ન કરવું. તે દિવસે ફક્ત શુદ્ધ ભોજન નું સેવન કરવું. જે લોકો દિવસે માંસ અને શરાબનું સેવન કરે છે તે પાપ નાં ભાગીદાર બને છે. મંગળવાર નાં દિવસે ઉધાર આપવાથી બચવું. મંગળવારે પશ્ચિમ વાયવ્ય, અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી જોઈએ.