મંગળ દોષ નાં કારણે આવે છે લગ્ન માં અડચણ, જાણો મંગળ દોષ અને તેનાં નિવારણ નાં ઉપાયો

લગ્ન નાં પવિત્ર બંધનમાં બંધાતા પહેલા બંને પરિવારો દરેક જરૂરી વાતોની ચર્ચા કરે છે. લગ્ન બંધનમાં જોડાઈને બે વ્યક્તિઓ આ જીવનભર એક બીજા નાં સુખ-દુઃખ નાં સાથી બની જાય છે. એવામાં લગ્ન કરતા પહેલાં દરેક જરૂરી વાતોની જાણકારી મેળવી લેવી જરૂરી છે. પરંતુ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે, કોઈ વ્યક્તિને મંગળ હોવાનાં લીધે તેના લગ્ન થતા નથી કે લગ્ન થવામાં વિઘ્ન આવી રહ્યા છે. જ્યોતિષ અનુસાર મંગળ જ્યારે કુંડળી માં લગ્ન, ચોથા, સાતમા, આઠમા કે દસમા ભાવમાં હોય છે ત્યારે મંગળદોષ લાગે છે. ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી ખાસ વાતો અને તેનાં નિવારણ માટે નાં ઉપાયો
શું હોય છે મંગળ દોષ
જ્યોતિષ વિદ્વાનોનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચોથા, સાતમા, આઠમા કે દસમા ભાવમાં મંગળ બિરાજમાન હોય તો તેને માંગલિક કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મંગળ દોષ માં લગ્ન અને આઠમા ભાવ નો દોષ વધારે ગંભીર ગણવામાં આવતો નથી.
કઈ રીતે લોકોને કરે છે પ્રભાવિત
માનવામાં આવે છે કે, જે વ્યક્તિની કુંડળીમાં મંગળદોષ હોય છે તેનાં વિવાહિત જીવનમાં પરેશાનીઓ રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ દોષ જે વ્યક્તિને હોય છે તે દંપતિ વચ્ચે મતભેદ રહે છે એ કારણથી લગ્ન જીવન તૂટવાની પરિસ્થિતિ આવી શકે છે. એટલું જ નહીં માંગલિક લોકો નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. કહેવામાં આવે છે કે, કુંડળીમાં મંગળ દોષનાં કારણે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર રહે છે તેને વાત વાત પર ગુસ્સો આવી શકે છે.
નિવારણ નાં ઉપાયો
માનવામાં આવે છે કે, જો માંગલિક વ્યક્તિ નિયમિત રૂપથી દરરોજ હનુમાન ચાલીસા નાં પાઠ કરે તો મંગળદોષનો પ્રભાવ ઓછો થાય છે. કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ પર હનમાનજી ની કૃપા હોય છે તેને મંગળદોષનો સામનો કરવો પડતો નથી. જે દંપતીઓની કુંડળીમાં મંગળદોષ હોય છે તેને જ્યોતિષવિદ્વનો મસ્તક પાસે ચાંદીનાં વાસણમાં જળ ફરીને સૂવાની સલાહ આપે છે. માન્યતા છે કે, એવું કરવાથી તેમની વચ્ચેનો મતભેદ દૂર થાય છે. આ ઉપરાંત ઘણીવાર મંગળવાળી વ્યક્તિ નાં લગ્ન કરતા પહેલા તેનાં લગ્ન માટલા, ઝાડ કે મૂર્તિ સાથે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, એવું કરવાથી દંપતી પર મંગળદોષ નો પ્રભાવ પડતો નથી.