મંગળ ગ્રહની ઉત્પતિનું રહસ્ય, જાણો ક્યાં, કેવી રીતે અને કઇ પરિસ્થિતિ માં થયા પ્રગટ

આમ તો ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો છે જેમાં દેવી દેવતાઓ સહિત કેટલાક ગ્રહો નાં પણ મંદિરોનો સમાવેશ છે. પરંતુ એક એવું મંદિર પણ ભારત નાં હૃદય માં મોજુદ છે જેનો સંબંધ વિશે માન્યતા છે કે, જ્યોતિષમાં પરાક્રમ નાં કારક ગ્રહ જેને આપણે સેનાપતિ ના રૂપમાં પણ ઓળખીએ છીએ તેમનો જન્મ ત્યાં થયો હતો. માટે આ ગ્રહ ને ધરતી પુત્ર પણ કહેવામાં આવે છે. જી હા આપણે વાત કરી રહ્યા છીએ મંગળ દેવ ની જેમનાં દેશમાં કેટલાય મંદિરો છે પરંતુ આપણે જે મંદિર ની વાત કરી રહ્યા છે તે ખૂબ જ ખાસ છે. કારણ કે, આ સ્થળ પર શિવજીની કૃપાથી મંગળ દેવ ની ઉત્પત્તિ થઈ હતી તેને મંગળની જનની પણ કહેવામાં આવે છે. મંગળ ગ્રહ લાલ હોવાના પાછળ પણ એક રહસ્ય આ મંદિર સાથે જોડાયેલું છે.
દેશ નાં વિવિધ સ્થળોએ થી શ્રદ્ધાળુઓ આ મંદિરમાં મંગળ દોષની પૂજા કરવા માટે આવે છે. આપણે જે મંદિર ની વાત કરી રહ્યા છીએ એ મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિર ને મંગલ નાથ મંદિર નાં નામથી પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર ઉજ્જૈન નગરી ને મંગળની જનની પણ કહેવામાં આવે છે એટલે કે મંગળ દેવ નો જન્મ અહીં થયો હતો. મંગળનાથ મંદિર ને લઈને માન્યતા છે કે, આ મંદિરમાં ની ઉપર આકાશમાં મંગળ ગ્રહ સ્થિત છે. મત્સ્ય પુરાણ અને સ્કંદ પુરાણ વગેરે માં પણ મંગળ દેવ નાં સંબંધ માં સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. તે અનુસાર ઉજ્જૈનમાં જ મંગળ દેવ ની ઉત્પત્તિ થઈ હતી તથા મંગળનાથ મંદિર જ તે મંદિર છે જ્યાં મંગળ દેવ નો જન્મ થયો છે. મંગળ દેવ નું જન્મ સ્થાન છે. જેના કારણે આ મંદિરને દેવીય ગુણોથી યુક્ત ગણવામાં આવે છે.
સ્કંદપુરાણ નાં અવંતિકા ખંડ અનુસાર અંધકાસુર નામનો દૈત્ય ને શિવજીનું વરદાન પ્રાપ્ત થયું હતું વરદાન એ હતું કે, તેનાં લોહીમાંથી સેંકડો-હજારો દૈત્ય જન્મ લેશે. વરદાન બાદ તે દૈત્ય એ અવંતિકા નગરીમાં ઉત્પાત મચાવ્યો હતો ત્યારે દુઃખી થઈને લોકો એ શિવજી ને પ્રાર્થના કરી. ભક્તો નાં સંકટ દૂર કરવા માટે સ્વયં શિવજી એ અંધકાસુર સાથે યુદ્ધ કર્યું બન્ને વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું. રુદ્ર નાં પરસેવા નાં ટીપાંની ગરમીથી ઉજ્જૈન ધરતી ફાટી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ અને ત્યાંથી મંગળ દેવ નો જન્મ થયો. શિવજીએ દૈત્યનો વધ કર્યો અને તેનાં લોહી નાં ટીપા ને મંગળ ગ્રહ પોતાની અંદર સમાવી લીધા. કહેવામાં આવે છે, તે કારણે જ મંગળની ધરતી લાલ રંગની છે. મંદિર ને લઈને માન્યતા છે કે, અહીં પૂજા કરવાથી મંગળ દોષમાંથી જલ્દીથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અહીં શ્રદ્ધાળુઓનાં જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે.
મંગળ દેવ ને ભગવાન શિવજી અને પૃથ્વી નાં પુત્ર પણ કહેવામાં આવે છે. આ જ કારણે મંગળ ની ઉપાસના શિવ સ્વરૂપ માં પણ કરવામાં આવે છે. મંગળ નાથ મંદિરમાં માર્ચ મહિનામાં આવનારી અંગારિકા ચતુર્થી નાં દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે વિશેષ યજ્ઞ અને હવન કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે પૂજા કરવાથી મંગળ દેવ તરત જ પ્રસન્ન થાય છે. આજ કારણે આ દિવસે મંગળ ગ્રહની શાંતિ માટે લોકો દૂર દૂરથી ઉજ્જૈન નગરી માં જાયછે.