માંગલિક લોકોએ કરવા આ ૨ કામ, મળી જશે મંગળદોષ થી હંમેશા માટે છુટકારો

માંગલિક લોકોએ કરવા આ ૨ કામ, મળી જશે મંગળદોષ થી હંમેશા માટે છુટકારો

મંગળદોષ ને ખતરનાક ગણવામાં આવે છે. જે લોકો આ દોષ થી ગ્રસ્ત હોય તેને માંગલિક કહેવામાં આવે છે. માંગલિક વ્યક્તિ નાં જીવનમાં આ દોષ નાં કારણે પરેશાનીઓ રહે છે. જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન થવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે અને તેનાં લગ્ન થાય તો પણ જીવનસાથી નું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. મંગળદોષ હોવાને કારણે કોઈ કામમાં સફળતા મળતી નથી. જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તેમને આ સંકેતો મળવા લાગે છે. નીચે જણાવેલા સંકેતો મળવા લાગે ત્યારે સમજવું કે તમારી કુંડળીમાં મંગળદોષ છે.

  • મંગળદોષ વાળા લોકોને હંમેશા પડવા કે વાગવ થી ઘાવ લાગે છે.
  • કુંડળીમાં મંગળદોષ હોય ત્યારે જાતકને ખૂબ જ ગુસ્સો આવે છે.
  • માંગલિક વ્યક્તિ જે ઘરમાં રહે છે તે ઘરમાં ઈલેક્ટ્રીક વસ્તુ હંમેશા ખરાબ રહે છે.
  • માંગલિક વ્યક્તિઓ ને લોહી વિકાર સંબંધી બીમારીઓ ની ફરિયાદ રહે છે.
  • સૂતી વખતે જે વ્યક્તિની આંખો અને મોઢું પૂરી રીતે બંધ ના થાય તે વ્યક્તિ મંગળદોષ થી પીડિત હોય છે.
  • તમારી કુંડળીમાં પણ આ દોષ હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા આ ઉપાયો કરવાથી મંગળ દોષ દૂર થાય છે. તો ચાલો જાણીએ, મંગળદોષ સાથે જોડાયેલ ઉપાયો.

લાલ વસ્તુઓનું દાન કરવું

મંગળદોષ હોય ત્યારે લાલ વસ્તુઓનું દાન મંગળવાર નાં દિવસે કરવું. મંગળ ગ્રહ સાથે લાલ રંગ જોડાયેલો છે. માટે માંગલિક લોકો એ લોકોએ લાલ વસ્તુઓનું દાન મંગળવાર નાં દિવસે કરવું.

હનુમાનજીની પૂજા કરવી

હનુમાનજીની પૂજા કરવાથી આ દોષ દૂર થાય છે. મંગળવાર નાં સાંજે હનુમાનજી નાં મંદિરે જઈ લાલ રંગનાં ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ હનુમાનજી સાથે જોડાયેલા પાઠ કરવા. હનુમાનજી સાથે જોડાયેલા પાઠ કરવાથી ગ્રહ શાંત થાય છે.આ પાઠ કર્યા બાદ તેમનાં ચરણનું સિંદૂર લઈ ને તમારા મસ્તક પર લગાવવું. મંગળવાર નાં દિવસે વાનરોને કેળા ખવડાવવા આવું કરવાથી આ દોષનો પ્રભાવ ઓછો થવા લાગે છે.

લાલ રંગનો છોડ લગાવો

મંગળવાર નાં દિવસે લાલ રંગનો છોડ લગાવો. આ છોડ તમારા ઘરમાં જ લગાવો અને તેને રોજ જળ અર્પણ કરવું. જો તમે કોઈ ફળ નું વૃક્ષ લગાવો છો તો, મંગળવાર નાં દિવસે તે ફળનું સેવન કરવું.જે લોકોને મંગળદોષ હોય તેણે પોતાના નાના ભાઈ બહેન ની ખુબ સેવા કરવી જોઈએ એવું કરવાથી આ દોષ દૂર થાય છે. અને આ દોષ થી નુકસાન પણ થતું નથી. તેમજ ગાયની સેવા કરવી લાલ ગાયને ગોળ અને ચણા ખવડાવવા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *