મંગળવાર નાં દિવસે ક્યારેય પણ ના કરો આ કાર્ય આ કાર્ય કરવાથી થાય છે મંગળ દોષ

મંગળવાર નાં દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી બધાં દુઃખોનો નાશ થાય છે અને હનુમાનજી નાં આશીર્વાદ સદાય આપના પર બની રહે છે. આ ઉપરાંત ઘણા લોકો મંગળવારે ઉપવાસ પણ કરે છે એવું માનવામાં આવે છે કે, મંગળવારનું વ્રત કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય છે. ખરેખર મંગળ ગ્રહ ને ગ્રહોનાં સેનાપતિ માનવામાં આવે છે અને જો આ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તમારા અન્ય ગ્રહો પણ અનુકૂળ બની રહે છે. મંગળ દેવ ભૂમિ, સેના, ક્રોધ, લડાઈ-ઝઘડા વગેરેનાં કારક છે અને જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ યોગ્ય નથી તેનાં જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવવાનું શરૂ થાય છે સાથે સાથે મંગળ દોષ પણ લાગી જાય છે. મંગળ દોષનાં કારણે વૈવાહિક જીવનમાં પણ તણાવની પરિસ્થિતિ બને છે અને જીવનસાથીનું સ્વાસ્થય પણ બરાબર રહેતુ નથી. શાસ્ત્રો અનુસાર જે લોકો નીચે જણાવેલ કાર્ય કરે છે તેઓને મંગળ દોષ લાગે છે તેથી તમારે મંગળવારે નીચે જણાવેલ કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
મંગળવારે ન કરો આ કાર્યો
કાળા રંગની વસ્તુ ખરીદો નહિ
મંગળવારે કાળા રંગની ચીજ વસ્તુઓ ખરીદવાનું ટાળો આ દિવસે કાળા રંગની ખરીદી કરવાથી મંગળ દોષ થાય છે. જયારે લાલ રંગ મંગળ દેવ સાથે સંકળાયેલ છે તેથી મંગળવારે લાલ રંગની ખરીદી કરવાથી અને લાલ રંગનાં કપડાં પહેરવાથી મંગળદોષની અસર ઓછી થાય છે.
અડદની દાળ ના ખાવી
મંગળવારે અડદની દાળનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે આ દાળ ખાવાથી કુંડળીમાં શનિ મંગળનો સંયોગ બને છે. જેનાં કારણે આરોગ્યને અસર થાય છે તેથી ભૂલથી પણ મંગળવારે અડદની દાળનું સેવન ન કરવું.
વિવાદ ટાળો
મંગળ દેવને ઝઘડાનાં કારક માનવામાં આવે છે તેથી મંગળવારે કોઈની સાથે વિવાદ કે ઝઘડો કરવો નહીં ખાસ કરીને તમારા મોટાભાઈ સાથે કારણકે, મંગળનો સંબંધ મોટાભાઈ સાથે છે અને ભાઈ સાથે વિવાદ કરવાથી મંગળ બગડે છે. જયારે આવું બને છે ત્યારે તમારે દુર્ઘટના અને કષ્ટનો સામનો કરવો પડે છે.
વાળ કાપવા નહીં
આ દિવસે તમારા વાળ કાપશો નહીં કે દાઢી પણ કરશો નહીં. મંગળવારે વાળ કાપવા અને દાઢી કરવાથી અશુભ પરિણામ મળે છે અને તેનાથી મંગળ દોષ પણ થાય છે. આ ઉપરાંત મહિલાઓ એ મંગળવારે વાળ ધોવા જોઈએ નહીં.
નખ કાપશો નહીં
મંગળવારે નખ કાપવા થી બચો આ ઉપરાંત આ દિવસે માંસનું સેવન ના કરો અને ડ્રીંક પણ ના કરવું માનવામાં આવે છે કે, આ દિવસે જે લોકો માછલી ખાય છે તેમની પાસે ધન ટકતું નથી.
મંગળવાર નાં દિવસે જરૂર કરો આ કાર્ય
- મંગળવાર નાં દિવસે હનુમાન ચાલીસા ચોક્કસપણે કરો અને હનુમાનજીની સામે સરસવનાં તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસા કરવાથી મંગળ ગ્રહ તમને અનુકૂળ બની રહે છે.
- મંગળ ગ્રહ લાલ રંગ થી સંકળાયેલ છે તેથી મંગળવારે શિવજીની પૂજા કરતી વખતે તેમને લાલ વસ્તુઓ જેવી કે, સફરજન, ગુલાબનું ફૂલ વગેરે અર્પણ કરો. આ વસ્તુ અર્પણ કરવાથી મંગળ ગ્રહ શાંત રહે છે અને શિવજીની કૃપા તમારા પર બની રહે છે.
- મંગળવાર નાં દિવસે માછલીઓને દાણા જરૂર ખવડાવો
- આ દિવસે લાલ વસ્તુઓનું દાન કરો અને ગરીબોને તળેલો ખોરાક પણ જરુર ખવડાવો.
- જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ ભારે છે તેઓએ મંગળવાર નાં દિવસે મંદિરમાં સાવરણી દાન કરવી જોઈએ અને સાથે – સાથે મંદિરમાં સરસવનું તેલ ચડાવવું જોઈએ.