મની પ્લાન્ટ લગાવતી વખતે આ ભૂલો ન થવી જોઈએ, પૈસા આવવાની બદલે જવા લાગશે

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે ઘરમાં દરેક વસ્તુઓનું આયોજન વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું હોય તે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે. તે ઘરમાં દરેક કામ સારી રીતે પૂર્ણ થાય છે. અને આર્થિક લાભ પણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે.મની પ્લાન્ટ નો રંગ લીલો હોય છે જે આંખોને ઠંડક આપે છે. તેને ગૂડલક માનવામાં આવે છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય ત્યારે મની પ્લાન્ટ લગાવવો જોઈએ. તેનાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં ધન લાભની શક્યતાઓ પણ વધી જાય છે. જોકે મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
મની પ્લાન્ટ ની અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે તેને સાચી દિશામાં રાખવામાં આવે. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વમાં લગાવવો જોઈએ. એનું કારણ એ છે કે, અગ્નિ ખૂણા ને ગણેશજીનું સ્થાન ગણવામાં આવે છે. તે દરેક વિધ્ને દૂર કરે છે. અને સકારાત્મક ઊર્જામાં વધારો કરે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.મની પ્લાન્ટ ભૂલથી પણ ઇશાન ખુણામાં એટલે કે, ઉત્તર પૂર્વમાં રાખવો જોઈએ નહીં. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ધનલાભ થવાની બદલે નુકશાન થાય છે. એટલું જ નહીં તમારા સંબંધો પણ ખરાબ થઈ શકે છે.જેમનો શુક્ર ગ્રહ નબળો હોય તેમણે અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ અવશ્ય લગાવો જોઈએ. શુક્ર અગ્નિ ખૂણાનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી વ્યક્તિનાં જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય માં વધારો થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ માં મની પ્લાન્ટ હંમેશા ઘરની અંદર જ રાખવો જોઈએ. ઘરની બહાર ભૂલથી પણ મની પ્લાન્ટ રાખવો નહીં. ઘરની બહાર મની પ્લાન્ટ રાખવાથી તે બહારની નેગેટિવ એનર્જી થી પ્રભાવિત થાય છે અને તેનાથી તે સૂકાઈ જવાના શક્યતા પણ વધી જાય છે. મની પ્લાન્ટ લગાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તેની લાંબી વેલો ઉપરની તરફ હોવી જોઈએ. તે તમારા ધનમાં વધારો થવાના સંકેત આપે છે. ભૂલીને પણ તેની વેલો નીચેની તરફ જવી ના જોઇએ તેનાથી આર્થિક નુકસાન થાય છે. મની પ્લાન્ટ શુક્ર ગ્રહનું પ્રતીક છે તેથી શુક્ર નાં શત્રુ ગ્રહ સૂર્ય, મંગળ અને ચંદ્રમા ના પ્રતિક વાળા પ્લાન્ટો ને મની પ્લાન્ટ ની પાસે રાખવા ના જોઇએ.