મનમાં ગુસ્સો, લાલચ અને ઇર્ષ્યા ની ભાવના હોવાના લીધે ક્યારેય શાંતિ મળતી નથી, મન હંમેશા દુઃખી રહે છે

મનમાં ગુસ્સો, લાલચ અને ઇર્ષ્યા ની ભાવના હોવાના લીધે ક્યારેય શાંતિ મળતી નથી, મન હંમેશા દુઃખી રહે છે

એક રાજા હંમેશા અશાંત રહેતા હતા તેઓ દરેક વાત પર ગુસ્સો કરતા હતા અને ખૂબ જ લાલચુ હતા. મન અશાંત રહેવાને કારણે આ રાજાને ઊંઘ પણ આવતી નહોતી. એક દિવસ રાજાએ પોતાની સમસ્યા પોતાના મંત્રીઓને જણાવી અને કહ્યું કે કોઈ એવો ઉપાય મને જણાવો, જેનાથી મન શાંત થઇ જાય અને હું આરામથી જીવન પસાર કરી શકું. મંત્રીએ રાજાની પૂરી વાત સાંભળ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ એક સંતને ઓળખે છે. જેમની પાસે તમારી સમસ્યાનો ઉકેલ જરૂરથી મળી જશે. એટલા માટે જો તમે ઈચ્છો તો એક વખત તે સંત સાથે મુલાકાત કરી લો.રાજાએ પોતાના મંત્રીની વાત માની લીધી અને સંતના આશ્રમ જવા માટે તૈયાર થઈ ગયા. સંતનાં આશ્રમમાં ઘણા બધા લોકો હાજર હતા. જેને જોઈને રાજાને ગુસ્સો આવી ગયો. રાજાએ પોતાના મંત્રી પર ગુસ્સો કરતાં કહ્યું કે આવતા પહેલા આશ્રમ ખાલી શા માટે કર્યો નહીં. રાજાની વાત સંતે સાંભળી લીધી. તે તુરંત રાજાને પોતાની પાસે બોલાવ્યા અને તેમને આશ્રમમાં આવવાનું કારણ પૂછ્યું.

રાજાએ સંતને જણાવ્યું કે તેમનું મન અશાંત રહે છે અને તેઓ પોતાની સમસ્યા લઈને તેમની પાસે આવ્યા છે. સંતે રાજાને ધ્યાન લગાવવા માટે કહ્યું. રાજાએ સંતની વાત માની લીધી અને ધ્યાન લગાવવાનું શરૂ કરી દીધું. પરંતુ તેમ છતાં પણ રાજાનું મન શાંત થયું નહીં. ત્યારબાદ રાજા ફરીથી સંતની પાસે ગયા અને સંતને કહ્યું કે તેમણે ખૂબ જ ધ્યાન લગાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ ધ્યાન લગાવી શક્યા નહીં અને હજુ પણ તેમનું મન અશાંત છે.

સંત રાજાને પોતાના આશ્રમનાં એક ભાગમાં લઈ ગયા, જ્યાં ઘણા બધા ફુલ લગાવેલા હતા. સંતે રાજાને કહ્યું કે તેઓ એક ફૂલ તોડીને તેમની પાસે લઈ આવે. રાજાને એક ગુલાબનું ફૂલ ખૂબ જ પસંદ આવી ગયું. રાજાએ તેને તુરંત તોડી લીધું, પરંતુ તે દરમિયાન રાજાને એક કાંટો લાગી ગયો, જેનાથી તેની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. રાજાને ખૂબ જ દુખાવો થતો હતો. સંતે રાજાને તુરંત તેમની આંગળી પર લગાવી દીધો.

રાજાને લેપ લગાવતા સમયે સંતે કહ્યું કે તમારા હાથમાં નાનો કાંટો લાગવાથી તમને લોહી વહેવા લાગ્યું. એવી જ રીતે એક મોટો કાંટો તમારા મનમાં પણ રહેલો છે, જે ગુસ્સો, લાલચ અને અન્ય લોકોથી ઈર્ષ્યાની ભાવનાનો છે. આ કાંટાને કારણે તમારું મન અશાંત રહે છે, જે દિવસે તમે પોતાના મનમાંથી ગુસ્સો, લાલચ અને અન્ય લોકો પ્રત્યેની ઈર્ષાની ભાવના કાઢી દેશો તમારું મન આપોઆપ શાંત થઈ જશે. રાજાએ સંતની વાત માનીને ગુસ્સો, લાલચ અને ઈર્ષાની ભાવનાનો ત્યાગ કરી દીધો.થોડા સમય બાદ રાજાને અસર દેખાવા લાગી અને તેમનું મન શાંત થઈ ગયું. એટલું જ નહીં અને ઊંઘ પણ ખૂબ જ સારી આવવા લાગી. આ કથાથી આપણને શીખવા મળે છે કે જે લોકોના મનમાં ગુસ્સો, લાલચ અને ઈર્ષ્યાની ભાવના હોય છે તેઓ ક્યારેય પણ જીવનમાં શાંત રહી શકતા નથી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *