મનસા દેવીનાં દર્શન કરવાથી પૂરી થાય છે દરેક મનોકામના, જાણો તેનાં સાથે જોડાયેલી કથા

મનસાદેવી નું મંદિર ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે અને આ મંદિર ૫૨ શક્તિપીઠ માનું એક છે. ઉત્તરા ખંડ નાં હરિદ્વારમાં સ્થિત આ મંદિર શિવાલિક પહાડીઓની બિલ્વ પર્વત પર છે. આ મંદિર પર દેવીની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ પાંચ ભુજા અને ત્રણ મુખ વાળી છે જ્યારે બીજી મૂર્તિ આઠ ભુજા વાડી છે. જે લોકો હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવ માટે જાય છે તેઓ આ મંદિરે માં ના દર્શન કરવા જરૂર જણાય છે. માનસ દેવી નાં દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.મનસાદેવી મંદિર સાથે ઘણી કથાઓ જોડાયેલી એક કથા અનુસાર મનસાદેવી ભગવાન શંકર ની પુત્રી હતા જ્યારે અન્ય પૌરાણિક કથા અનુસાર મનસાદેવી નાં લગ્ન જાગૃતકારુ ની સાથે થયા હતા તેમનાં પુત્ર નું નામ આસ્તિક હતું. મનસાદેવી ને નાગો નાં રાજા વાસુકી નાં બહેન નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કહેવામાં આવે છે કે, મનસાદેવી કશ્યપ ઋષિનાં મસ્તકમાંથી ઉત્પન્ન થયા છે. કશ્યપ ઋષિ પ્રાચીન વૈદિક સમય નાં એક મહાન ઋષિ હતા.
આ મંદિર સિદ્ધ પીઠ ત્રિભુજ નાં ચરમ પર આવેલું છે. આ ત્રિભુજ માયા દેવી, ચંડી દેવી અને મનસા દેવી નાં મંદિરોથી બનેલું છે. આ મંદિરની પાસે એક પવિત્ર વૃક્ષ આવેલું છે આ વૃક્ષ સાથે જોડાયેલી માન્યતા અનુસાર જે લોકો માં ના દર્શન કર્યા બાદ આ વૃક્ષ પર દોરો બાંધે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ પવિત્ર વૃક્ષ પર દોરો બાંધ્યા બાદ મનોકામના પૂર્ણ થયા બાદ ફરીથી આવીને વૃક્ષ પર નો દોરો ખૂલવામાં આવેછે. નવરાત્રી નાં દિવસોમાં આ મંદિર ને ભવ્ય રીતે સજાવવામાં આવે છે અને ત્યાં મેળાનું આયોજન થાય છે. આ સમય દરમ્યાન ભારે સંખ્યામાં ભક્તો ત્યાં જાય છે મંદિરની આ મંદિરમાં વિશેષ આરતી પણ કરવામાં આવે છે. જો કે આ સમય દરમ્યાન ખૂબ જ ભીડ હોય છે અને દર્શન કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.
આ મંદિર ખૂબ ઊંચા પહાડ પર આવેલ છે તેથી ત્યાં જવા માટે ફક્ત કારની સુવિધા આપવામાં આવે છે. જેના માધ્યમથી ભક્ત સરળતાથી આ મંદિર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ૭૮૬ સીડી ચડીને પણ ત્યાં સુધી પહોંચી શકાય છે. આ મંદિર સવારના ૫ કલાક થી રાતના ૯ કલાક સુધી ખુલ્લું રહે છે. આ મંદિર દિવસમાં બે કલાક માટે જ બંધ કરવામાં આવે છે. બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી તે બંધ કરવામાં આવે છે. આ દરમિયાન માં ને શણગાર કરવામાં આવે છે અને ભોગ ધરાવવામાં આવે છે. મનસાદેવી નું મંદિર હરિદ્વાર શહેર થી લગભગ ૩ કિલોમીટર દૂર છે. હરિદ્વાર બસ અથવા ટેક્સી ની મદદથી સરળતાથી પહોચી શકો છો ત્યાં ઘણી ધર્મશાળાઓ પણ છે. અને મંદિરની આસપાસ ઘણા મંદિરો આવેલા છે. જલ્દીજ ત્યાં કુંભમેળાની શરૂઆત થવાની છે એવામાં જો તમે આ જગ્યાએ જાવ છો તો મનસા દેવી નાં મંદિરે દર્શન જરૂર જવું.