માર્ચ મહિનામાં જન્મેલ જાતકો માં હોય છે આ ખાસ ખાસયતો, જાણો તેમના વિશે ખાસ વાતો

માર્ચ મહિનામાં જન્મેલ જાતકો માં હોય છે આ ખાસ ખાસયતો, જાણો તેમના વિશે ખાસ વાતો

માર્ચ મહિનો વરસનો ત્રીજો મહિનો હોય છે. આ મહિને કેટલાય લોકોનો જન્મ દિવસ આવેછે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જન્મ નો મહિનો આપણા જીવનની ઘણી વાતો વિશે જાણકારી આપી છે. માર્ચ મહિનામાં જે લોકોનો જન્મ દિવસ આવે છે તે લોકોમાં કેટલીક ખાસ ખૂબીઓ અને કેટલાક દોષ હોયછે. ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણીએ માર્ચ મહિનામાં જન્મેલા જાતકોનો સ્વભાવ, ગુણ અને દોષ વિશે

ધાર્મિક

માર્ચ મહિનામાં જન્મેલ જાતક નું હૃદય કોમળ હોય છે. અને આ જાતક દાની અને ધાર્મિક સ્વભાવના હોય છે. ધર્મ અને સમાજ કલ્યાણ નાં કાર્યમાં જોડાયેલા રહે છે. સારા સ્વભાવ ના કારણે અજાણ્યા લોકો સાથે પણ મિત્રતા કરી શકે છે. તેથી તેની મિત્રતા ઘણા લોકો સાથે હોય છે.

મહત્વકાંક્ષી

જ્યોતિષ અનુસાર જે લોકોનો જન્મ માર્ચ મહિનામાં થયો હોય છે. તે વધારે મહત્વકાંક્ષી હોય છે. ભલે તે દેખાવમાં  તે  સામાન્ય  હોય પરંતુ વિચારથી ગંભીર હોયછે. પરિસ્થિતિને જોઈને જ અનુમાન લગાવી અને લાભ પ્રાપ્ત કરી શકે છે.

 જવાબદારીનો ખ્યાલ રાખે છે

 

માર્ચ મહિનામાં જન્મેલા જાતક પોતાની જવાબદારી પ્રત્યે સભાન હોયછે. તેને જે  જવાબદારી આપવામાં આવે છે તેને સારી રીતે પૂર્ણ કરે છે. તે પોતાના કાર્ય નું સમ્માન કરે છે તેની આ વાત જ તેમને સફળ બનાવે છે. સમાજ હિતમાં બનાવવામાં આવેલા નિયમો નું પણ સારી રીતે પાલન કરે છે. અને નૈતિક મૂલ્યોનો પણ ખ્યાલ રાખે છે.

વાચાળ

જે લોકોનો માર્ચ મહિનામાં જન્મ થયો હોય તે એક નંબરના વાતોડિયા હોયછે. તે પોતાની વાત કરવાની કળામાં માહિર  હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક લોકો તેના આ સ્વભાવથી નારાજ થઈ જાય છે. વાચાળ હોવા છતાં ક્યારેક નિર્ણય લેવામાં ગભરાઈ જાય છે.

જિદ્દી હોય છે

માર્ચ મહિનામાં જન્મેલ જાતક સ્વભાવે જીદ્દી હોય છે. તેના દ્વારા કહેવામાં આવેલી વાત પથ્થરની લકીર સમાન હોય છે. જોકે ઘણીવાર તેમની આદતથી તેમને ખૂબ નુકસાન થાય છે .તેની સાથે જ વાતોને તે વધારીને રજૂ કરે છે. જેથી લોકો તેમની સામે ગુપ્ત વાતો શેયર કરતા નથી.

માર્ચ મહિનામાં જન્મેલા લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ. આ મહિનામાં જન્મેલા લોકોએ  ભગવાન વિષ્ણુ નાં સહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિના દરેક કાર્ય જલ્દી પૂર્ણ થાય છે. સાથે જ પ્રત્યેક રવિવારે તાંબાનાં કળશ માં જળ અને મધ ઉમેરી સવારે સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *